મોદી સરકાર આજથી 5 દિવસ સુધી વેચશે સસ્તું સોનુ, ખરીદવાની છેલ્લી તક

શેર બજારમાં રોકાણ હંમેશા જોખમી હોય છે, હાલમાં કોરોના વાયરસને કારણે શેર બજારમાં દરરોજ રોકાણકારોના પૈસા ડૂબી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પણ કોરોના વાયરસથી તૂટી ગયું છે. ખાસ કરીને ચીનને આ વાયરસે જે ઝટકો આપ્યો છે, તેમાંથી દેશને બહાર આવવામાં લાંબો સમય લાગશે.

શેર બજારમાં ભૂકંપ વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ કરવાના ઠેકાણા શોધી રહ્યા છે. તેવામાં સોનું રોકાણ માટે સૌથી ઉત્તમ વિકલ્પ સાબિત થઇ રહ્યું છે. તેવામાં મોદી સરકાર એક વખત ફરી સામાન્ય લોકોને સોનામાં રોકાણ કરવાની તક આપી રહી છે. સોનામાં રોકાણ કરવા માટે આ નાણાકીય વર્ષ (૨૦૧૯-૨૦) ની છેલ્લી તક છે.

ખાસ કરીને મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ ૨૦૧૯-૨૦ માં રોકાણ કરવા માટે તારીખની જાહેરાત કરી દીધી છે. મોદી સરકાર તરફથી આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટે ૧૦ મી સીરીઝ છે. ગોલ્ડમાં રોકાણકારો આજથી રોકાણ કરી શકે છે.

આરબીઆઈ મુજબ રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડમાં ૨ માર્ચથી ૬ માર્ચ સુધી રોકાણ કરી શકાશે. આ ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી સીરીઝ છે. આ વખતે ગોલ્ડ બોન્ડનું સેટલમેંટ ૧૧ માર્ચ ૨૦૨૦ ના રોજ થઇ જશે, એટલે કે રોકાણકારોને તે દિવસે બોન્ડ મળી જશે.

સરકારે ગોલ્ડ બોન્ડ દ્વારા ઓનલાઈન પદ્ધતિથી અરજી અને ચુકવણી કરવાવાળાને પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે જો તમે ડીઝીટલ મોડમાં પેમેન્ટ કરો છો, તો ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. છૂટ પછી ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત પ્રતિ ગ્રામ ૪,૨૧૦ રૂપિયા હશે.

દિલ્હીમાં શનિવારે સોનાના ભાવ ૪૨,૮૭૦ રૂપિયા પ્રતિ ગ્રામ હતા. એટલે પ્રતિ ૧૦ ગ્રામની ગણતરીમાં નવી સીરીઝનું ગોલ્ડ બોન્ડ ૭૭૦ રૂપિયા સસ્તું છે. સાવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનું ખરીદીને ઘરમાં નથી રાખી શકાતું પરંતુ બોન્ડમાં રોકાણ તરીકે ઉપયોગ કરવાનું હોય છે. બોન્ડ આધારિત સોનાની કિંમત રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી નક્કી થાય છે.

વર્ષ ૨૦૧૫ માં મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની શરુઆત કરી હતી. આ યોજનાની સીરીઝ હેઠળ સમયે સમયે લોકોને ગોલ્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. તેની આ ખાસિયત છે કે, ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલી કિંમતથી ઓછી હોય છે.

શું છે શરત?

આમ તો સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડ ખરીદવાની થોડી શરતો પણ છે. પહેલી શરત છે કે, કોઈ પણ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૫૦૦ ગ્રામનું ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. અને આ બોન્ડમાં ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામ હોય છે. તેના રોકાણકારોને ટેક્સ ઉપર પણ છૂટ મળે છે. તે ઉપરાંત સ્કીમ દ્વારા બેંકમાંથી લોન પણ લઇ શકાય છે.

કેવી રીતે કરવું ગોલ્ડ બોન્ડમાં રોકાણ?

ગોલ્ડ બોન્ડનું વેચાણ બેંકો, પોસ્ટ ઓફીસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લીમીટેડ દ્વારા થાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમનો હેતુ સોનાની ફીઝીકલ ડીમાંડને ઓછો કરવાનો છે. ગ્રાહકોને આકર્ષવા માટે ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં ચાલી રહેલા ભાવથી ઓછી હોય છે.

 

બોન્ડ ખરીદવાના ફાયદા :

જેમ જેમ સોનાની કિંમતોમાં વધારો થાય છે, તેવી રીતે જ ગોલ્ડ બોન્ડના રોકાણકારોને પણ તેનો ફાયદો મળે છે. આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનીક ફોરમેટમાં હોય છે, જેથી તમને ફીઝીકલ ગોલ્ડની જેમ લોકરમાં રાખવાનો ખર્ચ પણ નહિ ભોગવવો પડે.

બોન્ડ ઉપર વર્ષના ઓછામાં ઓછું અઢી ટકાનું રીટર્ન મળશે. ગોલ્ડ બોન્ડમાં કોઈ પણ પ્રકારની છેતરપીંડી અને અશુદ્ધતાની શક્યતા નથી રહેતી. તે બોન્ડ્સ ૮ વર્ષ માટે મેચ્ચોર હશે. એટલે કે ૮ વર્ષ પછી ભેળવીને તેમાંથી પૈસા કાઢી શકાશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.