મોદી સરકારની નવી પહેલ, 15 પર્યટક સ્થળો પર ફરવા વાળા યાત્રીઓનો ખર્ચ સરકાર ઉપાડશે

જો તમને હરવા-ફરવાનું પસંદ છે, પણ પ્રવાસ પર ખર્ચ વધારે થવાના ડરથી તમે પ્લાન નથી બનાવી શકતા. તો હવે તમે અચકાયા વગર પ્લાન બનાવી શકો છો. હકીકતમાં કેન્દ્ર સરકાર હવે આખા વર્ષમાં ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની યાત્રા કરવા વાળા લોકોનો સંપૂર્ણ ખર્ચ ઉપાડશે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ઓડિશા સરકાર દ્વારા કોર્ણાકમાં ફિક્કી સાથે મળીને આયોજિત કરેલા બે દિવસીય રાષ્ટ્રીય પર્યટન સમ્મેલમ સમારોહ દરમિયાન આપી છે.

તેમણે કહ્યું કે, ટુરિઝમ મંત્રાલય એવા બધા યાત્રાઓનો બધો ખર્ચ ઉપાડશે, જેમણે એક વર્ષમાં ઓછામાં ઓછા 15 ઘરેલુ પર્યટન સ્થળોની યાત્રા કરી છે. એવા યાત્રીઓએ પર્યટન મંત્રાલયની વેબસાઈટ પર આ યાત્રાઓ સાથે જોડાયેલા ફોટા મોકલવા પડશે.

કેંદ્ર સરકાર ચલાવી રહી છે ‘પર્યટન પર્વ’ અભિયાન :

તેમણે કહ્યું કે, કેંદ્ર સરકાર પર્યટન પર્વ અભિયાન ચલાવી રહી છે. તેમાં શરત અનુસાર, એક વ્યક્તિએ 2022 સુધી ભારતના ઓછામાં ઓછાં 15 પર્યટન સ્થળોની યાત્રા કરવી જોઈએ. પર્યટન મંત્રાલયનો હેતુ એ લોકોને પુરસ્કૃત કરવાનો છે, જે વર્ષની અંદર આ કામ પૂરું કરે છે. પ્રહલાદ સિંહ પટેલે કહ્યું કે, આને એક મૌદ્રિક લાભના રૂપમાં નહિ પણ પ્રોત્સાહન યોજનાના રૂપમાં લેવું જોઈએ. આપણે આ લોકોને ભારતીય પર્યટનના બ્રાંન્ડ એમ્બેસેડરના રૂપમાં સમ્માનિત કરવા જોઈએ.

કોર્ણાકનું સૂર્ય મંદિર પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં શામેલ :

કેન્દ્રીય પર્યટન મંત્રી અનુસાર, પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં કોર્ણાકના સૂર્ય મંદિરને પણ શામેલ કરવામાં આવશે. પર્યટન ગાઈડના રૂપમાં કામ કરવા માટે ઇચ્છુક અરજદારો માટે પર્યટન મંત્રાલય પ્રમાણ પત્ર આપવા સહીત ઘણા કાર્યક્રમ પણ આયોજિત પણ કરી રહ્યું છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.