રોજ ગંગાજળથી પોતાની માં ના પગ ધોઈને પીતા હતા ગોવિંદા, મૃત્યુના ઘણા વર્ષો પછી પણ પીધું પગ ધોયેલું પાણી

આ દુનિયામાં દરેક જીવના અનેક પ્રકાના સંબંધો રહેલા હોય છે. અને આ બધા સંબંધોમાં સૌથી ઉત્તમ જો કોઈ સંબંધ હોય તો તે છે માં અને તેના સંતાન વચ્ચેનો સંબંધ. તો તે પછી પશુ પક્ષી કે કોઈ પણ જીવ હોય, માનવ જીવનમાં પણ માં નું વિશેષ સ્થાન માનવામાં આવે છે. અને શાસ્ત્રો મુજબ એક વાર્તા આવતી હતી શ્રવણ વિષેની, જેમાં શ્રવણ પોતાના માં બાપને પોતાના ખંભા ઉપર કાવડમાં બેસાડીને એમને તમામ તીર્થ સ્થળો ઉપર ફેરવ્યા હતા, અને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી હતી. અને તેના માટે માં બાપથી વધુ કાંઈ જ ન હતું. આવો જ એક માં અને દીકરાના પ્રેમ વિષેનો એક કિસ્સો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ તેના વિષે.

બોલીવુડના લેજન્ડરી કલાકાર ગોવિંદાના ડાંસ મુવ્સ અને ઝડપી ગીતોનો ક્રેઝ આજે પણ જળવાયેલો છે. ‘હીરો નંબર વન’, ‘કુલી નંબર ૧’, ‘રાજા બાબુ’, ‘આંખે’, ‘આંટી નંબર વન’, ‘પાર્ટનર’ જેવી હીટ ફિલ્મોએ આજે પણ દર્શકોના દિલમાં સ્થાન બનાવી રાખ્યું છે. હવે ગોવિંદા પોતાની ફિલ્મ ‘રંગીલા રાજા’ સાથે દર્શકોને ફરી વખત હસાવવા માટે તૈયાર છે. ‘રંગીલા રાજા’ ૧૧ જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે. આજે ગોવિંદા પોતાની ૫૫ મો જન્મદિવસ મનાવવાના છે. આ ફિલ્મ ગોવિંદાના જન્મ દિવસે ભેંટ સાબિત થઇ શકે છે. કેમ કે છેલ્લા વર્ષોમાં બનાવેલી એમની ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ઉંધા માથે પછડાઈ છે.

અંગત જીવન વિષે વાત કરીએ તો પંજાબી ફેમીલી સાથે સંબંધ ધરાવતા ગોવિંદાએ કોમર્સ સુધી અભ્યાસ કર્યો છે. તેને ડાંસ કરવાનો ઘણો શોખ હતો. તે મિથુનની ફિલ્મ ડિસ્કો ડાન્સરના ઘણા આશિક હતા, અને તેના ડાંસ સ્ટેપ્સને ફોલો પણ કરતા હતા. ગોવિંદા પોતાના ભાઈ બહેનોમાં સૌથી નાના હતા એટલા માટે દરેક તેની સાથે ઘણો પ્રેમ કરતા હતા.

કલાકારની માં નિર્મલા દેવી પણ પોતાના ચીચી ઉપર જીવ ન્યોછાવર કરતી હતી. ગોવિંદા પણ પોતાના દરેક કામમાં પોતાની માં ના આશીર્વાદ જરૂર લેતા હતા. કહેવામાં આવે છે કે ગોવિંદા ઘરેથી બહાર જતા પહેલા હંમેશા પોતાની માં ના પગ ગંગાજળથી ધોતા હતા અને આ પાણીને પિતા હતા. એટલું જ નહિ પોતાની માં નિર્મલાના દુનિયામાંથી વિદાય લીધા પછી પણ તે દરરોજ સવારે પગ ધોયેલું પાણી પિતા હતા. તે હંમેશા તે પાણીને જમા કરીને રાખતા હતા. ત્યારે તો માં ના આશીર્વાદ અને મહેનતના બળ ઉપર ગોવિંદાએ પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.