ગોવિંદાની માં ને પહેલા જ આવી જતો હતો મૃત્યુનો અહેસાસ, ઘણા સભ્યોના મૃત્યુની ભવિષ્યવાણી કરી ચુકી હતી

સુપરસ્ટાર ગોવિંદા આ દિવસોમાં ખરાબ દિવસો માંથી પસાર થઇ રહ્યા છે. તેમની રીલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ થઇ રહી છે. અને બીજી તરફ તેમના ભત્રીજાનું અચાનક થયેલા મૃત્યુએ તેને આઘાતમાં લાવી દીધો છે. ગોવિંદાના ભત્રીજા જમેન્દ્ર આહુજાનું આકસ્મિક મૃત્યુ થઇ ગયું છે, જેને લઇને ગોવિંદાનું આખું પરિવાર શોકમાં છે. તેનું શબ યારી રોડ આવેલા એપાર્ટમેન્ટ માંથી મળી આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, કે હાર્ટએટેકને કારણે જમેન્દ્રનું અવસાન થઇ ગયું. ગોવિંદા માટે આ ઘણી આઘાત વાળી પળ છે, કેમ કે તે પહેલા તે પોતાના જ  પરિવારના ૧૧ મૃત્યુ જોઈ ચુક્યા છે.

ગોવિંદાએ જોયા છે કુલ ૧૨ સભ્યોના મૃત્યુ :

ગોવિંદાએ એ વાતને એક ઈન્ટરવ્યુંમાં કરી હતી, કે તે પોતાના ૧૧ ફેમીલી મેમ્બરના મૃત્યુ જોઈ ચુક્યા છે. એટલું જ નહિ તેમાં તેની એક દીકરી પણ રહેલી છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેની આંખોની સામે એમના પરિવારના ૧૧ સભ્યોના મૃત્યુ થઇ ગયા છે. તેમણે સૌથી પહેલા એક દીકરી પણ થઇ હતી, જે માત્ર ૪ મહિનાની હતી અને પ્રીમેચ્યોર હોવાને કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું. ગોવિંદાએ જણાવ્યું કે તેમણે દીકરી ઉપરાંત પિતા, માં, બે કનીજ, બનેવી અને બહેનના પણ મૃત્યુ જોયા છે.

તેમણે જણાવ્યું કે તેમની કંપનીઓ બંધ થઇ ગઈ છે, એટલા માટે તેમની પાસે કોઈ કામ ન હતું. સાથે જ ફેમીલી મેમ્બર્સના ગુજરી જવાથી ઘણા બધા લોકોની જવાબદારી તેમની ઉપર હતી. ગોવિંદાએ જણાવ્યું કે તેમની ઉપર હંમેશાથી ઈમોશનલી અને ફાઈનેંશીયલી દબાણ રહે છે. તેમણે પોતાના પરિવારને અને તેના લોકોને સંભાળ્યા છે, પરંતુ તેમના ઘરમાં અચાનક થતા મૃત્યુની પરંપરા અટકતી જોવા નથી મળતી.

માં ને પહેલા જ થઇ જતો હતો આભાસ :

નંબર વન રહેલા ગોવિંદાએ જણાવ્યું, કે જયારે મારી માં પ્રોગ્રામમાં જતી હતી તો અમારું ધ્યાન પદ્મા જીજી રાખતી હતી. પદ્મા કૃષ્ણ અભિષેકની માં છે. અને કૃષ્ણા ગોવિંદાનો ભાણેજ છે. તેમને જણાવ્યું કે જયારે આરતી એટલે કે કૃષ્ણાની બહેનનો જન્મ થવાનો હતો ત્યારે તેની માં એ કહ્યું હતું, કે દીકરીને જન્મ આપ્યા પછી તારી બહેન નહિ બચે અને મૃત્યુ થઇ જશે. અને એવું જ થયું. એટલું જ નહિ ગોવિંદાની માં એ પોતાના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. તેમને ત્રણ મહિના પહેલા જ ખબર પડી ગઈ હતી કે હવે તે વધુ નહિ જીવી શકે અને તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

જે સમયે ગોવિંદાની માં ગુજરી ગયા તે સમયે તે ફિલ્મ હીરો નંબર વનનું શુટિંગ કરી રહ્યા હતા. ગોવિંદા માને છે કે તેની માં ને વસ્તુનો આભાસ થઇ જતો હતો. તેમણે અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી બધી સાચી પડી. ગોવિંદાએ કહ્યું કે તેમની માં એ કહ્યું હતું કે ૨૧ વર્ષની ઉંમરમાં તું કમાલ કરીશ, અને તે ઉંમરમાં તેમની પહેલી ફિલ્મ આવી હતી. ૫૦ દિવસ પછી મેં ૪૯ ફિલ્મો એક સાથે સાઈન કરી લીધી હતી.

ડેબ્યું કરી શકે છે દીકરો :

ગોવિંદાએ ૧૯૮૭ માં સુનીતા સાથે લગ્ન કરી લીધા. ત્યાર પછી તેમને એક દીકરી થઇ હતી જે ૪ મહિનાની થઇ અને પછી મરી ગઈ હતી. ત્યાર પછી બે બાળકો થયા દીકરી ટીના અને દીકરો યશવર્ધન આહુજા. ટીનાની ફીલ્મ રીલીઝ થઇ પરંતુ વધુ ન ચાલી. અને યશવર્ધન ફિલ્મોમાં આવી શકે છે. ગોવિંદાના પોતાના કેરિયરનો ગ્રાફ નીચે ચાલી રહ્યો છે. હાલમાં જ રીલીઝ થયેલી તેમની ફિલ્મ રંગીલા બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ થઇ ગઈ છે.