પ્રયાગરાજમાં આ વખતે જોર શોરથી કુંભ મેળાનું આયોજન ચાલી રહ્યું છે. તે દરમિયાન ઘણા યુવાન નાગા સાધુ પણ બન્યા છે. ગયા અઠવાડિયે દીક્ષા સમારંભમાં હજારો યુવાનોએ પોતાના વાળનો ત્યાગ કર્યો અને પોતાનું પીંડ દાન જાતે જ કર્યુ. આખી રાત ચાલેલી અગ્નિ પૂજા પછી તે તમામ પ્રાચીન પરંપરા મુજબ નાગા સાધુ બન્યા. નવાઈ તો એ છે કે આ લોકોમાં મોટી સંખ્યામાં એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ પણ હતા.
નાગા સાધુ બનવા આવેલા ૨૭ વર્ષના રજત કુમાર રાયનું કહેવું છે કે તેમણે કચ્છ મરીન એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં કર્યુ છે. તેના માટે તેને સારો એવો પગાર મળી શકે તેમ હતો પરંતુ તેમણે સંસારનો ત્યાગ કરી નાગા સાધુ બનવાનું યોગ્ય ગણ્યું. તે ઉપરાંત નાગા સાધુ બનેલા ૨૯ વર્ષના શંભુ ગીરીએ યુક્રેન માંથી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. ૧૮ વર્ષના ઘનશ્યામ ગીરી ઉજ્જેન માંથી ૧૨ માં ધોરણમાં બોર્ડમાં ટોપર છે.
સોમવારે આ બધાએ મૌની અમાસ વખતે શાહી ડૂબકી લગાવી. સંતો, મહામંડલેશ્વરો સાથે જ નવા બનેલા નાગા સન્યાસીઓમાં ડૂબકી લગાવવાથી લઇને સૌથી વધુ આતુરતા રહી. નાગા સન્યાસીઓએ ધુના સામે બેસીને આખી રાત ‘ઓમ નમઃશિવાય’ મંત્ર જાપ કરતા પવિત્ર ભભૂત તૈયાર કરી. સાથે જ ગુરુમંત્રના જાપ પણ કર્યા.
આ કઠીન જીવન જીવવા માટે ૧૦ હજાર પુરુષો અને મહિલાઓએ દીક્ષા લીધી છે. અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી) અતર્ગત આ લોકો નાગા સાધુ બન્યા. આ પરિષદ ભારતમાં હિંદુ સંતો અને સાધુઓનું સર્વોચ્ચ સંગઠન છે.
જુના અખાડાના ચીફ ગવર્નર અને એબીએપીના જનરલ સેક્રેટરી મહંત હરી ગીરીનું કહેવું છે, કે દીક્ષા સમારંભ માત્ર કુંભ દરમિયાન જ થાય છે. અને દરેક વખતે તેમાં જોડાતા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે નાગા સાધુ બનવા માટે બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ? તો તેમણે કહ્યું કે જાતી, ધર્મ, રંગ ભલે જે કોઈ હોય પરંતુ જે વ્યક્તિ વૈરાગ્યની પ્રબળ ઈચ્છા ધરાવે છે, તે નાગા સાધુ બનવા માટે યોગ્ય છે. ઘણા મુસ્લિમ, ઈસાઈ અને બીજા ધર્મોના લોકો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં એ લોકો પણ જોડાયેલા છે જે પહેલા ડોક્ટર અને એન્જીનીયર રહેલા હતા.
તેમણે કહ્યું કે એક વખત જયારે કોઈ વ્યક્તિ અખાડાનો ભાગ બની જાય તો રસ્તો ઘણો કપરો બની જાય છે. થોડા વર્ષો સુધી ઉમેદવારોને ચકાસવામાં આવે છે, કે તે પોતાની ઈચ્છાથી રહે છે કે પછી કોઈ સંકટથી બચવા માટે અહિયાં આવ્યા છે. જયારે તે તમામ પરીક્ષાઓ પાસ કરી લે છે અને અમને સંતુષ્ટ કરે છે, ત્યારે જ તેમને નાગા સાધુ ગણવામાં આવે છે.
ઘનશ્યામ ગીરીનું કહેવું છે કે તેને બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી પોતાના ઉદેશ્યનો અનુભવ થયો. તે સમયે તેની ઉંમર ૧૬ વર્ષ હતી, જયારે તે પોતાના ગુરુ મહંત જયરામ ગીરીના આશ્રમમાં ગયા હતા. તેમનું કહેવું છે કે તે પોતાના ગુરુની કૃપાને કારણે બે વર્ષ પછી નાગા બનવા માટે દીક્ષા લેવા કુંભ સમારંભમાં આવ્યા છે.