ખરાબ ગ્રહોની દશા સુધારવા માટે કરો આ ઉપાય, જાણો વધુ વિગત

દરેક વ્યક્તિ કોઈને કોઈ પરેશાનીથી ઘેરાતો રહે છે. આ પરેશાનીઓ કે મુશ્કેલીઓ ઘણા કારણોથી હોઈ શકે છે. પણ એ કારણો ક્યાંકને ક્યાંક ગ્રહો સાથે પણ જોડાયેલી હોય છે. ગ્રહ બગડવાની સીધી અસર આપણા જીવન પર પડે છે. આવો જાણીએ કે ગ્રહ બગાડવાની સ્થિતિમાં કયા ઉપાય કરવા જોઈએ.

સૂર્યની દશા :

જો સૂર્યની દશા ખરાબ છે તો સૂર્યની જ ઉપાસના કરો.

રોજ સવારના સમયે સૂર્યને જળ અર્પણ કરો.

“ॐ आदित्याय नमः” નો જાપ કરો, અથવા ગાયત્રી મંત્રનો જાપ કરો.

પોતાના પિતાના આશીર્વાદ જરૂર લો.

રવિવારે ગોળનું દાન કરો.

ચંદ્રની દશા :

રોજ સવારે શિવજીને જળ અર્પણ કરો.

સવારે “नमः शिवाय” નો જાપ કરો.

માતાનો આશીર્વાદ જરૂર લો.

સોમવારે સફેદ વસ્તુનું દાન કરો.

ભૂલથી પણ મોતી ધારણ ન કરો.

મંગળની દશા :

નિયમિત રૂપથી હનુમાનજીની ઉપાસના કરો.

રોજ સવારે સૂર્ય સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

મંગળવારે ઉપવાસ રાખો.

મંગળવારે ગોળનું દાન કરો.

બુધની દશા :

નિયમિત રૂપથી માં દુર્ગાની ઉપાસના કરો.

રોજ સાંજે માં દુર્ગાના મંત્રનો જાપ કરો.

દર બુધવારે લીલા ફૂલનું દાન કરો.

નિયમિત રૂપથી સ્નાન કરો અને સ્વચ્છ રહો.

બૃહસ્પતિ (ગુરુ) ની દશા :

નિયમિત રૂપથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.

સંભવ હોય તો ‘વિષ્ણુ સહસ્ત્રનામ’ નો પાઠ કરો.

ગુરુવારે ધર્મસ્થાન પર જાવ, કેળાનું દાન કરો.

વધારેમાં વધારે સાત્વિક રહેવા પ્રયત્ન કરો.

શુક્રની દશા :

નિયમિત રૂપથી માં લક્ષ્મીની ઉપાસના કરો.

રોજ શુક્રના મંત્રનો જાપ કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.