વિજ્ઞાન પણ માને છે કે બાળકોના સારા વિકાસ માટે જરૂરી છે દાદા-દાદી, જાણો એના 5 કારણ

આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ પોતાના દાદા-દાદી સાથે મોટા થયા હશે. જેની સાથે એવું થયું હોય તે ઘણા નસીબદાર છે. અને હવે વિજ્ઞાને પણ તથ્યો દ્વારા એ પ્રમાણિત કર્યું છે કે, દાદા-દાદી બાળકો સાથે ફક્ત પ્રેમ જ નથી કરતા, પણ તેમનું આજુ બાજુ હોવું પણ બાળકોના ઉછેરમાં ઘણું મદદરૂપ થાય છે.

પોતાના દાદા-દાદી સાથે પસાર કરેલી પળ આપણા જીવનની સૌથી યાદગાર પળોમાંથી એક હોય છે. દાદા-દાદી કે નાના-નાનીનું હોવું બાળકોના બાળપણને સુઃખદ બનાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. એવા બાળકો જે પોતાના દાદા-દાદી કે નાના-નાની સાથે રહે છે, તેનામાં એક અલગ પ્રકારની સમજ અને એક વિશેષ પ્રકારની સંવેદનાઓ હોય છે.

તેવા બાળકો હંમેશા ખુશ, મિલનસાર અને વસ્તુને વહેંચીને ઉપયોગ કરવાવાળા હોય છે. તેમનામાં પરિવારમાં રહેવાની અને દરેકની ભાવનાઓને કેન્દ્રમાં રાખવાની વિશેષ કળા હોય છે. પણ આજે જે પ્રકારે શહેર વધી રહ્યા છે અને આપણા રૂમ નાના પડી રહ્યા છે, એને લીધે લોકો હવે એકલા જ રહે છે. બધા પોતાના એક નાના એવા કુટુંબમાં રહે છે, જેમાં દાદા-દાદી કે નાના-નાની મહેમાન બનીને રહી જાય છે.

પણ તમને ખબર છે? કે સાયન્સના માનવા મુજબ તમારે તમારા બાળકોને તમારા માતા પિતા સાથે જ રાખવા જોઈએ. સાયન્સના માનવા મુજબ, જે બાળકો પોતાના દાદા-દાદી કે નાના-નાની સાથે રહે છે, તે એકલા રહેતા બાળકોથી ઘણા અલગ હોય છે. આજે અમે તમને એવા પાંચ કારણો વિષે જણાવીશું જે આપણને જણાવે છે કે, ખરેખર બાળકોએ પોતાના પેરેન્ટના બદલે બીજા સાથે રહેવું કેમ જરૂરી છે?

બાળકો રહે છે ખુશ અને સુરક્ષિત :

જોબ ઉપર જવાવાળા માતા પિતા કે વર્કિંગ પેરેન્ટ્સ માટે તેના માતા પિતા સાથે રહેવું, તેના બાળકોના ઉછેર માટે પુરતું હોય છે. તમારે બાળકોને સાચવવા માટે કોઈ નોકરાણીની જરૂર નથી પડતી. કેમ કે, તમારા પેરેન્ટ્સ તમારા બાળકોની તમારા કરતા સારી દેખરેખ રાખી શકે છે. તેઓ ફક્ત બાળકોને ઉછેરવામાં મદદ નથી કરતા, પરંતુ તેનાથી તમારા બાળકોને સુરક્ષા પણ મળે છે. તે ઉપરાંત આજના સમયમાં જયારે તમે તમારા બાળકોને કોઈ સાથે એકલા નથી મૂકી શકતા, તેવામાં તમારા માતા પિતા ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો.

પોતાના વડવાઓ વિષે જાણીને શીખે છે ઘણા ગુણ :

જયારે બાળકો પોતાના પરિવારના ઈતિહાસ વિષે ઘણું બધું જાણે છે, અને પોતાના દાદા-દાદીની લાગણી ભરેલી વાતો સમજે છે, તો તે મુજબ બાળકોમાં કોઈ સાથે જોડાઈ રહેવાની ભાવનાને શક્તિ મળે છે. બાળકો ન માત્ર દાદા-દાદીની વધુ નજીક આવી જાય છે, પરંતુ તેનામાં સ્નેહ, આદર અને સેવા જેવા માનવીય ગુણ વિકસિત થાય છે. જેથી બાળકો ઘણા પ્રેક્ટીકલ અને પરિસ્થિતિ મુજબ રહેતા શીખી જાય છે.

સાથે જ એવા બાળકોનું મગજ પણ તેજ હોય છે. તે બીજાની સરખામણીમાં વધુ હોંશિયાર અને પરિપક્વ જોવા મળે છે. એવું એટલા માટે કેમ કે, જયારે તે પોતાના કુટુંબનો ઈતિહાસ અને મુશ્કેલીઓ વિષે જાણે છે, તો તે તેમાંથી શીખે છે કે, કેવી રીતે મુશ્કેલીઓમાંથી આગળ વધીને, પોતાની લડાઈ લડી શકાય છે.

ભાવનાત્મક રીતે બને છે મજબુત :

જયારે બાળક પોતાના દાદા-દાદી સાથે ઘણો સમય પસાર કરે છે, તો તેની પાસે કોઈ પણ ભાવનાત્મક કે વ્યવહાર સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સારી સમજ ઉત્પન થઇ જાય છે. આગળ જતા તેઓ મોટા થાય તો તે વસ્તુ તેને કોઈ પણ રીતે આઘાતનો સામનો કરવામાં સક્ષમ બનાવે છે.

ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળે છે કે, દાદા-દાદીના સંપર્કમાં રહેતા બાળકો એકલાપણું, ચિંતા અને ડીપ્રેશન જેવી સમસ્યાઓથી ઓછા દુઃખી થાય છે. તે દરેક રીતે રહેતા શીખી લે છે. તેને દરેક મુશ્કેલીનો ઉકેલ કાઢતા આવડી જાય છે.

શીખે છે નૈતિક ગુણ :

ખાસ કરીને માતા પિતાનું કામ છે કે, તે પોતાના બાળકોમાં સારા સંસ્કાર અને નૈતિકતા ઉત્પન કરે. તેને સહાનુભુતિ અને દયા શીખવો. એવામાં દાદા-દાદી કે નાના-નાની તે બાબતમાં એક મોટી મદદ કરી શકે છે. દાદા-દાદી કે નાના-નાની વિશ્વાસ, પ્રેમ અને પાયાનું શિક્ષણના રૂપમાં મદદરૂપ થાય છે. તે બાળકોને સારી વાર્તાઓ સંભળાવીને શીખવી દે છે કે, જીવનમાં અમુક વસ્તુ કેમ જરૂરી છે?

દાદી-નાનીની વાર્તાઓ બાળકોને જ્ઞાન આપે છે. આમ પણ આ બાળકોના જીવન ઉપર આ નૈતિક વાર્તાઓની સારી અસર પડે છે. તમારું બાળક પોતાના દાદા-દાદી સાથે થોડી સારી સીખ, સંસ્કાર અને નૈતિકતા શીખીને એક સુંદર, સમજદાર અને સન્માનિત વ્યક્તિ તરીકે વિકસિત થઇ શકે છે.

તમારા માતા-પિતા પણ રહેશે ખુશ અને તંદુરસ્ત :

કુટુંબ સિવાય બીજા સાથે તમારા બાળકોના રહેવાથી માત્ર તમારા બાળક જ ખુશ અને સ્વસ્થ રહે છે એવું નથી. તે તમારા ઘરડા માતા પિતા માટે પણ સારું છે. તમારા બાળકો સાથે રહીને તમારા માતા પિતા ખુશ રહે છે. તે ક્યારેય એકલાપણું નથી અનુભવતા, અને ન તો તેને ખાલીપણાનો અહેસાસ થાય છે.

ઉંમર વધવા સાથે માતા-પિતા ડીપ્રેશન અને ભૂલવાની બીમારી વગેરેનો ભોગ બની જાય છે. ધ્યાન આપવાની વાત એ છે કે, આ બધી બીમારીઓ એકલાપણા અને ખાલી હોવાથી થાય છે. તેવામાં તમારા બાળકો સાથે રહીને તમારા માતા-પિતા ખુશ અને સ્વસ્થ રહી શકે છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.