લીલા મરચાથી કરી શકાય છે ઘણા બધા કામ, જાણો 10 સરળ કિચન હેક્સ.

લીલા મરચાના આ 10 હેક્સ તમારી મુશ્કેલીઓ કરી દેશે સરળ અને સાથે સાથે રસોડાના કામ ફટાફટ કરી દેશે પુરા.

લીલા મરચા ભોજનનો સ્વાદ વધારી શકે છે, અને તેને દરેક રસોડાની જરૂરિયાત કહેવામાં આવે તો પણ ખોટું નહિ ગણાય. ઘણા લોકો લીલા મરચા ખાવાનું વધારે પસંદ નથી કરતા, તેમ છતાં પણ ફ્લેવર માટે લીલા મરચાનો ઉપયોગ તો કરે જ છે. જો તમને લીલા મરચા સાથે જોડાયેલા ઉપયોગી હેક્સ વિષે તમને જણાવવામાં આવે, તો તમને કેવું લાગશે?

આજે અમે તમને એવા જ હેક્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ખાવાનું બનાવવા, ખાવા, લીલા મરચાને સ્ટોર કરવા, તેને કાપવા અને ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા સાથે જોડાયેલા છે. અને આ હેક્સ તમને ઘણા ઉપયોગી થઈ શકે છે.

મરચા કાપતી વખતે નહિ થાય હાથમાં બળતરા :

તમે હંમેશા જોયું હશે કે, જો તમે વધુ મરચા કાપો છો તો હાથમાં બળતરા થવા લાગે છે. અને ઘણા લોકોને તો આખો દિવસ તેનાથી તકલીફ રહે છે. તેને રોકવા માટે તમે માત્ર એક નોર્મલ એવી વસ્તુ કરી શકો છો. તે એ છે કે, તમે મરચા કાપતા પહેલા થોડું એવું તેલ તમારા હાથમાં લગાવી લો. તમે કોઈ પણ તેલ લગાવી શકો છો અને તે વધુ નથી લગાવવાનું બસ થોડું જ લગાવવાનું છે. તમારી સ્કીન તેને જલ્દીથી એબ્ઝોર્બ પણ કરી લેશે. તેનાથી મરચાની Capsaicin Compound થી રાહત મળે છે અને મરચાથી બળતરા બંધ થઇ જાય છે.

મરચાને શેકીને ખાવા :

લીલા મરચાને તમે સીધે સીધા ગેસ ઉપર 10-20 સેકંડ રાખીને શેકી શકો છો. જો તમે એમ કરો છો તો મરચાનો ફ્લેવર ઘણો વધી જશે. તમે ધારો તો તે કોઈ પણ પ્રકારના લીલા મરચા સાથે ટ્રાઈ કરી શકો છો. પણ ધ્યાન રાખશો કે તેને ધીમા તાપ ઉપર બસ થોડી સેકંડ માટે શેકવાના છે, કારણ કે જો તમે તાપ વધારશો તો તે બળી જશે. તેને થોડી સેકંડ માટે શેકશો તો બળવાની સુગંધ પણ નહિ આવે, અને તેનો ફ્લેવર ઘણો જ સારો લાગશે. તે એકદમ રોસ્ટેડ ટમેટાની જેમ પોતાનો ફ્લેવર બદલી દેશે.

ઇન્સ્ટન્ટ લીલા મરચાનું અથાણું :

જો તમારા ઘરમાં ભોજન સાથે અથાણું ખાવાનો રીવાજ છે, તો તમે ઇન્સ્ટન્ટ મરચાનું અથાણું પણ બનાવી શકો છો. તેના માટે 100 ગ્રામ લીલા મરચા, 2 ચમચી સરસવનું તેલ, 1 ચપટી હિંગ, ¼ ચમચી સરસવના દાણા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીલા ધાણા પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી શેકેલો જીરું પાવડર, ½ ચમચી ગરમ મસાલો, 1 ચમચી વરીયાળી પાવડર, ¼ ચમચી સંચળ, ½ ચમચી સફેદ મીઠું, 1 ચમચી આમચુર પાવડર, 1 ચમચી શેકેલા તલની જરૂર પડશે.

સૌથી પહેલા લીલા મરચાને સાફ કરી વચ્ચેથી કાપી લો. હવે તમે એક કડાઈ ગરમ કરો અને તેમાં સરસવનું તેલ એડ કરો. જયારે સરસવનું તેલ ગરમ થઇ જાય તો તેમાં હિંગ નાખો. ત્યાર પછી સરસીયાના દાણા નાખીને લીલા મરચા નાખો. તેને 2 મિનીટ સુધી ફ્રાઈ કરીને તેમાં બધા સુકા મસાલા નાખો. તે બધાને સારી રીતે મિક્સ કર્યા પછી તમારે તેને 2 મિનીટ સુધી ધીમા તાપ ઉપર ઢાંકીને પકાવવાનું છે. ત્યાર પછી તમે તેને ગરમા ગરમ કે ઠંડું જેમ ઈચ્છો એમ ખાઈ શકો છો.

લીલા મરચાને મહિના સુધી આવી રીતે કરો સ્ટોર :

સૌથી પહેલા તમે મરચાના ડીટીયા કાઢીને તેણે ધોઈને સારી રીતે સુકવી લો અને પછી અધકચરું પીસીને તેને કોઈ ટ્રે માં પારદર્શક ફ્લિમ કે સામાન્ય બટર પેપર ઉપર નાની નાની સાઈઝમાં મૂકી દો. ત્યાર પછી ઉપરથી પોલીથીન કે બટરપેપર ઢાંકીને થોડી કલાક ફ્રીઝરમાં રાખો અને પછી તેને નોર્મલ એયરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરો.

સુકા મરચાનો કરો આવી રીતે ઉપયોગ :

જો તમારા મરચા સુકાઈ ગયા છે તો તમે તેમાંથી ચીલી પાવડર બનાવી શકો છો જે પાસ્તા, મેગી વગેરેમાં ઘણો કામ આવશે. બસ તેના ડીટીયા કાઢીને તમે તેને સારી રીતે પીસી લો. તે પાવડર તમારી ઘણી ડીશોને સ્પાઈસી બનાવવામાં કામ આવી શકે છે. ખાસ કરીને સૂપ, પાસ્તા, મેગી, બર્ગર જેવી વસ્તુ માટે તે ઘણું કામ લાગી શકે છે.

વિનેગર વાળા મરચા :

જે રીતે વિનેગર વાળી ડુંગળી ઘણી જ સારી લાગે છે તે રીતે વિનેગર વાળા મરચાનો સ્વાદ પણ ઘણો સારો હોય છે. તમે બસ એક વાસણમાં થોડા એવા ગરમ મસાલા ડ્રાઈ રોસ્ટ કરો જેમ કે 3-4 કાળા મરી, 1 તમાલ પત્ર વગેરે. તેમાં થોડું પાણી નાખીને તેને ઉકાળી લો. પછી તેને ગાળીને લીલા મરચા ઉપર નાખો અને ઉપરથી 1 કપ વિનેગર નાખીને એયરટાઈટ ડબ્બામાં બંધ કરીને 24 કલાક માટે રહેવા દો. આ વિધિ તમે વિનેગર વાળી ડુંગળી માટે પણ ટ્રાઈ કરી શકો છો. તેનાથી ફ્લેવર અને સ્વાદ ઘણો સારો આવશે.

ચીલી ફ્રાય  :

તમે સૌથી પહેલા તમારા લીલા મરચાને સાફ કરો અને પછી વચ્ચેથી કાપીને થોડા તેલમાં ફ્રાઈ કરો. આ પ્રોસેસમાં માત્ર 2 મિનીટ લાગશે અને ત્યાર પછી તમે તેને લીંબુ અને મીઠા સાથે ખાઈ શકો છો.

શાકમાં નાખો સ્લાઈસ કરેલા મરચા :

ઘણા લોકો શાકમાં ઘણા મરચાના ઘણા નાના નાના ટુકડા કરીને નાખી દે છે, પણ તેની જગ્યાએ તમે થોડા મોટા ટુકડા કરો જેથી તે વધુ તીખું થઇ જાય તો પણ તેને સરળતાથી શાક માંથી દુર કરી શકાય.

હંમેશા મરચાને તેના ડીટીયા કાઢીને જ સ્ટોર કરો :

મરચા સ્ટોર કરવાનો આપણો ઉદેશ્ય એ હોય છે કે તે લાંબા સમય સુધી ટકી શકે, અને તેના માટે તમને એક નાની એવી ટ્રીક કામ આવી શકે છે. તમારે બસ કરવાનું એ છે કે મરચાના ડીટીયા કાઢીને જ તેને સ્ટોર કરો. આ રીતે લાંબો સમય સુધી તેને ફ્રેશ રાખી શકો છો.

લીલા મરચા ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન :

લીલા મરચા ખરીદતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે, જો મરચામાં ક્યાય પણ બ્રાઉન સ્પોટસ જોવા મળી રહ્યા છે કે પછી તેમાં રીંકલ્સ જોવા મળી રહ્યા છે તો તે ફ્રેશ નથી અને તેને તમે ન ખરીદો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.