લાલ મંગળ ઉપર ક્યાંથી આવ્યો રહસ્યમયી લીલો પથ્થર, આ રોવરે લીધો તેનો ફોટો, નાસાવાળા થયા ચકિત.

નાસાના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર લીલો પથ્થર જોઈને થયા આશ્ચર્ય ચકિત, તે કરી શકે છે ઘણા રહસ્યો ઉજાગર.

મંગળ ગ્રહ લાલ રંગનો છે એ તો બધાને ખબર છે. ત્યાંની માટી પણ લાલ જ છે. પથ્થરોનો રંગ પણ લાલ રંગ સાથે જ મળતો આવે છે. એવામાં ત્યાં અચાનક એક લીલા રંગનો ચમકદાર પથ્થર (Green Rock) જોઈને નાસાના વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમની સમજમાં એ નથી આવી રહ્યું કે, હકીકતમાં લાલ ગ્રહ ઉપર લીલા રંગનો પથ્થર આવ્યો ક્યાંથી. નાસાના માર્સ પર્સીવરેંસ રોવરે આ પથ્થર ત્યારે જોયો જયારે તે ઈંજીન્યુટી હેલીકોપ્ટરને સપાટી ઉપર ઉતાર્યા પછી આગળ વધી રહ્યો હતો.

આ રહસ્યમયી લીલા રંગના પથ્થરની વાસ્તવિકતાનો ખુલાસો હજુ નથી થયો. તે ક્યાંથી આવ્યો છે? તે કઈ વસ્તુ માંથી બનેલો છે? તે ખબર નથી. પણ તેમાં નાના નાના ખાડા છે અને વચ્ચે વચ્ચે ચમકદાર લીલા રંગના ક્રિસ્ટલ જેવી વસ્તુ છે. તે પ્રકાશ પડવાથી ઝડપથી ચમકી ઉઠે છે.

નાસા પર્સીવરેંસ રોવરની ટીમે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર લખ્યું કે, ઈંજીન્યુટી હેલીકોપ્ટરને મંગળની સપાટી ઉપર ઉતાર્યા પછી અમારી ટીમે આ લીલા પથ્થરને જોયો. આ ફોટો રોવર ઉપર લાગેલા અલગ અલગ કેમેરાથી લેવામાં આવ્યો છે. હાલ અમારી પાસે તેને લઈને માત્ર હાઈપોથીસીસ છે. જ્યાં સુધી રોવરની તપાસ નથી કરતા, ત્યાં સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી શકતા.

નાસાના સાઈંટીસ્ટસ આશ્ચર્યચકિત છે કે, આ પથ્થર જો મંગળ ગ્રહના બેડરોકનો ભાગ છે તો તેનો રંગ આવો કેમ છે? અથવા તો તે કોઈ અંતરીક્ષ હલચલથી અહિયાં આવ્યો છે, અથવા તો તે કોઈ ઉલ્કાપિંડનો ટુકડો છે, અથવા કાંઈક બીજું? જ્યાં સુધી આ પથ્થરની તપાસ નથી કરવામાં આવતી ત્યાં સુધી કાંઈ પણ કહેવું મુશ્કેલ છે.

આ પથ્થર લગભગ 6 ઇંચ એટલે કે 15 સેન્ટીમીટર લાંબો છે. નજીકથી જોતા તેની ઉપર લેઝર માર્ક જોવા મળે છે. તેને એક વખત સુપરકૈમ લેઝરથી તપાસવાનો પ્રયત્ન કરવામાં આવી ચુક્યો છે. લેઝર તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે, આ પથ્થરની અંદર ચમકદાર લીલા ક્રિસ્ટલ જેવી વસ્તુ છે, જે પ્રકાશ પડવાથી ચમકી રહી છે.

એક વખત તેનું અધ્યયન કર્યા પછી નાસાના વૈજ્ઞાનિકો, એ જણાવી શકશે કે આ પથ્થર મંગળ ગ્રહનો જ છે, કે પછી કોઈ બીજા ગ્રહ માંથી આવ્યો છે. એવું પણ બની શકે છે કે, જો તે તેના પોતાના સ્થાન વિશેષ માંથી બહાર નથી આવ્યો, તો તે જેજેરો ક્રેટરમાં આવેલા પુર વખતે વહીને બહાર આવ્યો હશે. કે પછી તે કોઈ ઉલ્કાપિંડ હશે. જેમ કે નાસાના ક્યુરીયુપસીટી રોવરે વર્ષ 2014 માં જોયો હતો.

નાસાએ માર્સ પર્સીવરેંસ રોવરને મંગળ ગ્રહ ઉપર 18 ફેબ્રુઆરીના રોજ ઉતાર્યું હતું. તેનો હેતુ છે ખતરનાક જેજેરો ક્રેટરમાં પ્રાચીન જીવનની શોધ કરવી. માનવામાં આવે છે કે, ક્રેટરમાં પહેલા તળાવ અને નદીઓ હતી. તે એક મોટા ડેલ્ટાનો ભાગ હતો.

જેજેરો ક્રેટરમાં માર્સ પર્સીવરેંસ રોવરને સ્ટડી કરવા માટે ઘણા બધા સેમ્પલ અને ઉદાહરણ મળવા છે. જેમાંથી એક છે આ લીલા રંગનો પથ્થર. બધા સેમ્પલની તપાસ કર્યા પછી નાસાના રોવર આ સેમ્પલ ધરતી ઉપર પાછા મોકલવાની તૈયારી કરશે. તેના માટે આ દશકના અંત સુધી નવું મિશન પર્સીવરેંસ રોવર સુધી મોકલવામાં આવશે.

માર્સ પર્સીવરેંસ રોવર ઉપર સાત સાયન્સ ઈન્સ્ટુમેંટસ છે તેમાંથી સુપરકૈમ સૌથી ઉપર છે. તે 23 ફૂટના અંતર સુધી રહેલા કોઈ પણ પથ્થર ઉપર લેઝર મારી શકે છે. તેનાથી તે એ પથ્થરના કેમિકલ કમ્પોઝીશનની તપાસ કરે છે.

2 માર્ચના રોજ સુપરકૈમે મંગળ ગ્રહ ઉપર માઝ નામના પથ્થર ઉપર લેઝર શોટ માર્યો હતો. નાસાના જેજેરો ક્રેટરના આ વિસ્તારનું નામ NAVAJO રાખવામાં આવ્યું છે, જ્યાં રોવર ઉતરે છે. ઉત્તરીપૂર્વ એરીઝોનામાં આવેલા નાવાજો નેશનલ મ્યુઝીયમના નામથી જેજેરો ક્રેટરના આ વિસ્તારનુ નામ રાખવામાં આવ્યું છે. સાથે જ મંગળ ગ્રહના સેમ્પલના નામકરણની જવાબદારી પણ નાવાજો નેશન નામના કંસલ્ટેશન ગ્રુપને આપવામાં આવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.