કરવા જઈ રહ્યા છો નવા ઘરમાં પ્રવેશ, તો જરૂર રાખો આ ખાસ વાતોનું ધ્યાન.

ગૃહ પ્રવેશ કરતી વખતે ન કરો આ ભૂલો, નહિ તો થઇ જશે અનર્થ

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘણા પ્રકારની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને નવા ઘરમાં રહેતા પહેલા ઘરમાં પૂજા જરૂર કરાવવી જોઈએ. જો નવા ઘરમાં પૂજા કર્યા વગર રહેવાનું શરુ કરી દીધું છે, તો તેની અસર ઘરમાં રહેવા વાળા લોકોના જીવન ઉપર અસર પડે છે અને તેના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.

ગૃહ પ્રવેશ કરતી વખતે રાખો આ જરૂરી વાતોનું ધ્યાન

માત્ર સારા નક્ષત્રમાં કરો ગૃહ પ્રવેશ :-

ગૃહ પ્રવેશને હંમેશા શુભ સમયમાં જ કરવું જોઈએ. જયારે પણ તમે ગૃહ પ્રવેશ કરો તો પંડિત પાસે પહેલા યોગ્ય મુહુર્ત કઢાવી લો અને મુહુર્તના હિસાબે જ ગૃહ પ્રવેશ કરો. ગૃહ પ્રવેશ કરવા માટે સૌથી ઉત્તમ સમય મહા, ફાગણ, વૈશાખ અને જેઠ મહિનો હોય છે.

આ દિવસે ન કરો ગૃહ પ્રવેશ :-

ગૃહ પ્રવેશ કરવા માટે મંગળવાર, રવિવાર અને શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આમ તો જો રવિવાર અને શનિવારના દિવસે કોઈ વિશેષ મુહુર્ત હોય છે, તો તમે તે દિવસે પણ ગૃહ પ્રવેશ કરી શકો છો. પરંતુ મંગળવારના દિવસે ગૃહ પ્રવેશ કરવા માટે એકદમ અશુભ માનવામાં આવે છે. શુક્લપક્ષના દિવસોમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જીવનમાં શુભ લાભ લાવે છે.

પૂજા સામગ્રીમાં જરૂરી છે આ વસ્તુ :-

ગૃહ પ્રવેશ કરતી વખતે થતી પૂજામાં કળશ, નારીયેલ, દીવડો, ફૂલ, ગંગા જળ, સિંદુર, ચોખા, કેરી અને આસોપાલવના પાંદડા જેવી વસ્તુ હોવી જોઈએ. તમે ગૃહ પ્રવેશ કરવા માટે જવા કળશનો જ ઉપયોગ કરો તો વધુ ઉત્તમ રહેશે. તે ઉપરાંત તમે તમારા નવા ઘરમાં રંગોળી અને લક્ષ્મી માંના પગ પણ જરૂર બનાવો. તે બન્ને વસ્તુ બનાવવા ઘણા શુભ રહે છે.

મુખ્ય દરવાજા ઉપર જરૂર બનાવો સ્વસ્તિક :-

ગૃહ પ્રવેશની પૂજા કરતા પહેલા તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદુર અને હળદરની મદદથી સ્વસ્તિકનું ચિન્હ જરૂર બનાવો. તમે આ ચિન્હને દરવાજાની બન્ને તરફ બનાવો. સ્વસ્તિક ચિન્હ ઘણું શુભ માનવામાં આવે છે અને ઘરની બહાર આ ચિન્હ હોવાથી ખરાબ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી.

પહેલા આ પગ રાખો સૌથી આગળ :-

ઘરમાં પ્રવેશ કરતી વખતે તમારો યોગ્ય પગ જ સૌથી પહેલા ઘરની અંદર મુકો. શાસ્ત્રો અનુસાર ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘરના પુરુષએ પહેલા પોતાનો જમણો પગ મુકવો જોઈએ. જો કે સ્ત્રીએ હંમેશા પોતાનો ડાબો પગ જ સૌથી પહેલા ઘરની અંદર મુકવો જોઈએ. ઘરમાં પ્રવેશ કરતી વખતે તમારા ઘરના દરવાજા ઉપર માથું નમાવવું જોઈએ.

ભગવાનને થાળ ધરાવવો :-

નવા રસોડામાં તમે પૂજા કર્યા પછી જ તમે ખાવાનું બનાવો અને સૌથી પહેલા બનાવવામાં આવેલું ખાવાનું ભગવાનને આપવું અને તેનો થાળ ધરાવવો. ત્યાર પછી જ તમે ખાવાનું ખાવ. રસોડામાં તમે પૂજા કર્યા પછી સૌથી પહેલા કોઈ ગળી વસ્તુ જ બનાવો.

બ્રાહ્મણને ભોજન કરાવો :-

ગૃહ પ્રવેશની પૂજા પૂરી થયા પછી તમે બ્રાહ્મણ અને કન્યાઓને ભોજન જરૂર કરાવો. કન્યા અને બ્રાહ્મણ ઉપરાંત તમે ગરીબ અને ભૂખ્યા લોકોને પણ ભોજન ખવડાવી શકો છો. તે લોકોને ભોજન કરાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.