દુલ્હનને હેલિકોપ્ટરથી લેવા પહોંચ્યો વરરાજો, તેને જોવા ઘણા ગામોના લોકો ઉમટી પડ્યા

મિત્રો, આમ તો તમે ઘણા બધા લગ્નમાં હાજરી આપી હશે, અને અલગ અલગ પ્રકારના રીતિ-રીવાજોથી થતા લગ્ન જોયા હશે. તમે સાદગીથી થતા લગ્ન અને ખુબ જ ધામધૂમથી થતા શાહી લગ્ન પણ જોયા હશે. પણ આજે અમે તમને એક એવા લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બીજાથી એકદમ અલગ હતા. કારણ કે આ લગ્નમાં વરરાજો પોતાની થનાર પત્નીને લેવા માટે હેલીકૉપટર લઈને આવ્યો હતો. જી હા, હેલીકૉપટર. આવો જાણીએ એના વિષે.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક વરરાજો પોતાની માં ની ઈચ્છા પુરી કરવા માટે હેલીકૉપટર લઈને પોતાની થનાર પત્નીને લેવા જાન લઈને રવાના થયો હતો. આ દરમિયાન લગ્ન પછી આખું ગામ ઢોલ નાગડા સાથે હેલીકૉપટર સુધી એમને વિદાય આપવા આવ્યું હતું.

આ કિસ્સો હનુમાનગઢ જિલ્લાનો છે. અહીં તલવાડા ઝીલ ગામ નિવાસી અને એક મ્યુઝિક કંપનીના માલિક કેવી ઢિલ્લોંએ પોતાની માં ની વર્ષો જૂની ઈચ્છા પુરી કરી અને હેલીકૉપટરથી જાન લઈને પટિયાલા રવાના થયો. ચોંકાવનારી વાત એ છે કે, હેલીકૉપટર લાવવાની વાત ન તો એમણે પોતાની થનાર પત્નીને જણાવી હતી, અને ન તો સાસરી પક્ષના બીજા કોઈ સભ્યને. એમણે જણાવ્યું કે, આ કન્યા અને એના પરિવાર માટે સરપ્રાઈઝ હતું.

કેવી ઢિલ્લોંના લગ્નમાં શામેલ થવા વાળા લોકો હેલીકૉપટરને જોવા ભારે સંખ્યામાં હેલિપેડ પર પહોંચ્યા હતા. કેવી ઢિલ્લોંના પરિવારજનોએ માં ની ઈચ્છા પુરી કરવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હેલીકૉપટરથી જાન લઈ જવાથી ગ્રામીણોને એક સંદેશ મળે છે કે, યુવાઓએ દિલ લગાવીને મહેનત કરવી જોઈએ.

જો કે આવું પહેલીવાર નથી થયું કે કોઈ વરરાજો પોતાની થનાર પત્નીને લેવા માટે હેલીકૉપટર લઈને આવ્યો હોય. આ પહેલા પણ એવા બનાવ બની ચુક્યા છે. જો માણસ ધારે તો સખત મહેનત અને હોંશિયારીથી પોતાના દરેક સપના પુરા કરી શકે છે.

માણસ પોતાની સુઝબુઝ, જ્ઞાન અને પ્રાપ્ત પરિબળો દ્વારા મોટી સફળતા મેળવી શકે છે. સાચી દિશામાં યોગ્ય રીતે મહેનત કરવા પર દરેકને સફળતા મળે જ છે. કોઈને વહેલી મળે છે તો કોઈને મોડી મળે છે. પણ ક્યારેય કોઈની સાચી મહેનત વ્યર્થ નથી જતી. એટલે આપણે આપણા પ્રયત્ન તો શરુ રાખવા જ જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.