2 નો ઘડીયો ન બોલી શક્યો વરરાજો, તો કન્યા બોલી ફેરા નહિ ફરું, જાણો પછી શું થયું.

લગ્ન ઈચ્છુક મુરતિયાઓ તમને ઘડિયા તો આવડે છે ને! કારણ કે અહીં વરરાજાને 2 નો ઘડીયો ન આવડવા પર કન્યા ભડકી ગઈ.

લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનની સૌથી મુખ્ય ક્ષણ હોય છે. એવામાં કોઈ પણ વ્યક્તિ એવું નથી ઇચ્છતા કે તેમના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થાય જેની ખાસિયતો તેને પસંદ ન હોય. અરેન્જ મેરેજમાં વર-કન્યા બંને ને એકબીજા વિષે જાણવાની તક મળતી નથી. એવામાં ઘણી વખત લગ્ન પછી તેમના છૂટાછેડા થઇ જાય છે. તો અમુક કિસ્સા એવા પણ હોય છે, જેમાં લગ્નના દિવસે જ કન્યા વરરાજાની કોઈ એવી આદત કે ખામી વિષે જાણી લે છે અને લગ્ન તોડી નાખે છે.

હવે ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો આ બનાવ જ લઈ લો. અહીં કન્યાએ વરરાજ સાથે એટલા માટે લગ્ન તોડી નાખ્યા, કારણ કે તે એક સામાન્ય સવાલનો જવાબ આપી શક્યો નહીં. હકીકતમાં કન્યાએ વરરાજાને 2 નો ઘડિયો પૂછ્યો હતો. વરરજો આ ઘડિયો બોલી શક્યો નહીં. ત્યાર બાદ કન્યાએ તેની સાથે લગ્ન ન કરવાની જિદ્દ પકડી લીધી. આખી રાત લોકોએ તેને સમજાવી પણ તે માની નહીં.

વરરાજા લગ્ન સમય કંઇક વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. એવામાં કન્યાને વરરાજાના મગજ પર શંકા ગઈ એટલા માટે તેણીએ વરરાજને 2 નો ઘડિયો પૂછ્યો. વરરાજાના ઘણા પ્રયત્નો પછી પણ તે સાચો ઘડિયો બોલી શક્યો નહીં. પછી કન્યાએ લગ્ન કરવા માટે ના પાડી દીધી.

કન્યાએ લગ્ન માટે ના પડતાં જ હંગામો થયો. જલ્દી જ પોલીસ બોલાવવામાં આવી. પોલીસના આવતા જ બંને પક્ષ લગ્નમાં થયેલા ખર્ચની માંગણી કરવા લાગ્યા. પોલીસ વિનોદ કુમારે પહેલા બંને પક્ષની વાત શાંતિથી સાંભળી પછી બંને પક્ષ વચ્ચે સમાધાન કરી દીધું. બંને પક્ષે લગ્નના ઘરેણાં અને બધા ગિફ્ટ્સ એકબીજાને પાછા આપી દીધા. બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું એટલા માટે મામલો ત્યાં જ છોડી દેતા કોઈ કેસ નોંધાયો નહીં.

આ બનાવ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યાં એક તરફ કેટલાક લોકો કન્યાના નિર્ણયના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક નિંદા પણ કરી રહ્યા છે. લોકોનો તર્ક એવો છે કે, જો કન્યા અભણ હોત અને વરરાજાએ તેને આ કારણે છોડી દીધી હોત તો વરરાજાની નિંદા થાત. ફક્ત ઓછું ભણેલ હોવા પર કોઈને છોડી દેવું યોગ્ય નથી. ત્યાં કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે, વરરાજાના ભણતરની વાત લગ્ન નક્કી કરતા પહેલાથી જ સ્પષ્ટ થવી જોઈતી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.