વરરાજાએ દહેજના 20 લાખ રૂપિયા પાછા આપ્યા, બોલ્યો – બાપ પોતાની દીકરી આપે છે હવે તેમને બીજું કંઈ આપવાની જરૂર નથી

દહેજના લાલચુઓ માટે છોકરાઓ કોઈ બકરાથી ઓછા નથી હોતા. તેના પાલણ પોષણથી લઇને ભણાવવા ગણાવવા સુધી તમામ ખર્ચ કર્યા પછી, જયારે છોકરાના લગ્ન આવે છે તો તેનો પ્રયત્ન રહે છે કે એક એક રૂપિયો વસુલવામાં આવે. જેના લીધે જયારે દહેજની વાત આવે છે, તો એવા લોકો ભાવ તાલ કરવાનું નથી ચુકતા. પરંતુ બદલાતા આ સમયમાં સંજીવ રંજન વર્મા જેવા લોકો પણ છે જે દહેજ જતું કરીને મફતમાં લગ્ન કરે છે.

ખાસ કરીને સુત્રોના જણાવ્યા મુજબ આ વાર્તા સંજીવ રંજન વર્મા અને એમના દીકરા રોહિત રાજની છે. રોહિત સિવિલ એન્જીનીયર છે, અને તેમણે ૨૦ લાખ રૂપિયાના દહેજનો અસ્વીકાર કરી શહેરની એક પ્રાઈવેટ હોટલમાં દીપિકા સિન્હા સાથે લગ્ન કરી લીધા. રોહિત દેવઘરમાં સિવિલ એન્જીનીયર છે, તો દીપિકા માસ કમ્યુનિકેશનની વિદ્યાર્થીની હતી.

રોહિતના ઘરવાળા અને પાડોશી જણાવે છે, કે જેવો રોહિત એન્જીનીયર બન્યો, તેના લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા અને તેના ઊંચા ભાવ પણ લાગવાના શરુ થઇ ગયા. હદ તો ત્યારે થઇ ગઈ જયારે એક સજ્જને ૨૦ લાખ દહેજની ઓફર કરી દીધી. પરંતુ પરિવારને એ પસંદ ન આવ્યું અને તેમણે દહેજ વગર લગ્ન કરવાનું નક્કી કર્યુ.

રોહિતના પિતા સંજીવ રંજન વર્મા જણાવે છે, કે રોહિત તેમનો મોટો દીકરો છે અને મોહિત નાનો. મોહિત હાઈકોર્ટમાં વકીલ છે. તેને દીકરી ન હોવાને કારણે તેણે સંકલ્પ કર્યો છે, કે તે પોતાની વહુઓને દીકરી તરીકે ઘરમાં લાવશે. અને દીપિકાના પિતા પવન કુમાર પંકજ જમશેદપુરમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તેમનો દીકરો બેંગ્લોરમાં એન્જીનીયર છે. અને તેમને એક જ દીકરી દીપિકા છે.

પંકજ કુમાર જણાવે છે કે જયારે છોકરા પક્ષના લોકોએ લગ્નમાં દહેજ સ્વીકારવાની ના કહી, તો તેમણે બેતિયામાં જ એક હોટલમાં જાનૈયાઓને ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી દીધી, જેથી કોઈ જાનૈયાઓને કોઈ પ્રકારની તકલીફ ન પડી શકે. ખરેખર આવા સમયમાં જયારે દહેજ લોકો માટે મુશ્કેલી બની રહ્યું છે તેવામાં રોહિતનું કુટુંબ તેના માટે એક ઉદાહરણ છે જેમણે દહેજ વગર લગ્ન કર્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.