ભારતીય સમાજનું એક મહત્વનું અંગ એટલે લગ્ન. લગ્ન એક એવો સંબંધ છે જેના વગર કોઈપણ માણસને સંપૂર્ણ નથી માનવામાં આવતો. લગ્ન માત્ર બે લોકોનું જ નહિ, પણ બે હસતા રમતા પરિવારનું મિલન હોય છે. લગ્ન સમયે વર અને વહુથી લઈને કુટુંબના બધા સભ્યોમાં પણ લગ્નને લઈને ઘણો ક્રેઝ જોવા મળે છે. આજના યુવાઓ મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે.
કહેવાય છે ને કે સાચા પ્રેમમાં વિશ્વાસ રાખનારા લોકો ધર્મ, જાત-પાત વગેરેનો ભેદભાવ નથી રાખતા. કારણ કે એમનો ઈશ્વર એમનો સાથી જ હોય છે. પરંતુ હવે સમય બદલાયો છે અને સમયની સાથે-સાથે નવી પેઢીના વિચારો પણ બદલાય રહ્યા છે. આજના યુવાઓ પ્રેમને રમત સમજે છે અને કોઈ રમકડાની જેમ રમીને જયારે મન ભરાઈ જાય એટલે ફેંકી દે છે.
હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કાશીપુરમાં રહેનારી એક છોકરીને પાડોશમાં રહેતા છોકરા સાથે પ્રેમ થઇ ગયો. બન્નેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ન પડી. પરંતુ છોકરી પોતાના પ્રેમીના સાચા રૂપથી પરિચિત ન હતી, જેથી તેના ઉપર આંધળો વિશ્વાસ રાખતી હતી. એ કારણે પેલા પાડોશી છોકરાએ તેના ભોળપણનો ફાયદો ઉઠાવ્યો. એ છોકરાએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો. ત્યારબાદ જયારે પીડિત છોકરીએ પોતાના પ્રેમી ઉપર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, ત્યારે તે છોકરો તેની સાથે લગ્ન કરવા માટે રાજી તો થઇ ગયો, પણ લગ્ન મંડપમાં જ્યારે પાંચ ફેરા પુરા થવા આવ્યા ત્યારે તે મંડપ છોડીને ભાગી ગયો.
આ કેસ જ્યારે પોલીસમાં પહોંચ્યો તો એ વ્યક્તિએ રીપોર્ટમાં જણાવ્યું કે તે મૂળ હાપુરનો રહેવાસી છે. એ છોકરીની પાડોશમાં સુનીલ નામનો વ્યક્તિ પોતાની બહેન અને બનેવી સાથે રહેતો હતો. યુવતીએ આગળ જણાવ્યું, કે જ્યારથી તે પોતાની બહેન અને બનેવી સાથે રહેવા આવ્યો, તે દિવસથી તે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને એ છોકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં લાગી ગયો હતો.
તેવામાં જયારે છોકરીને સુનીલ સાથે પ્રેમ થયો, તો તે તેની સાથે લગ્ન કરવાના ખોટા વચન આપી રહ્યો હતો, અને બળજબરીથી તેની સાથે અનૈતિક સંબંધ બાંધવા લાગ્યો. ફક્ત એટલું જ નહિ પણ તે યુવતીને ચુપ રાખવા માટે સુનીલે MMS પણ બનાવ્યો હતો. ત્યારબાદ તે છોકરીને બ્લેકમેલ કરીને તેના પર દુષ્કર્મ કરતો રહ્યો.
આ વાતની શંકા જયારે છોકરીના માં-બાપને થઇ તો તેમણે બન્નેને ઘણા માર્યા પીટ્યા, અને બદનામી ન થાય એટલા માટે સુનીલને પોતાના કુટુંબ સાથે વાત કરવા માટે કહ્યું. પણ તે એમની વાત માન્યો નહીં અને લગ્ન કરવા માટે ના કહી દીધી. છોકરીના કુટુંબ વાળાએ જયારે પોલીસની મદદ લઈને લગ્નનું દબાણ કર્યુ ત્યારે તે રાજી થઇ ગયો. જયારે કાયદેસર રીતે પોલીસ વાળાએ એને ફક્ત કોર્ટ મેરેજ માટે કહ્યું તો ફરીથી તે ના કહેવા લાગ્યો, અને પોતાના ખોટા લગ્નના દસ્તાવેજ બનાવડાવી છોકરીના કુટુંબ વાળાને બતાવવા લાગ્યો.
પોલીસે તેને ડરાવ્યો ધમકાવ્યો તો તેણે મંદિરમાં લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. બધાની ઈચ્છાથી ગયા શુક્રવારે ૩ ગામના સરપંચ અને ગામના થોડા લોકોએ મળીને તેના લગ્ન નક્કી કર્યા. શરૂઆતમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું પણ અચાનક પાંચમાં ફેરા દરમિયાન સુનીલ ગાંઠ બંધન ખોલીને મંડપ માંથી ભાગી છૂટ્યો. અને બીજી તરફ પોલીસને એના સમાચાર મળતા જ તેમણે સુનીલની શોધ શરુ કરી દીધી.
પીડિતાના કુટુંબ વાળાએ પોલીસને જણાવ્યું, કે સુનીલ પોતાના ભાઈઓ સાથે મળીને દહેજની માંગણી કરી રહ્યો હતો અને દહેજ ન મળવાથી તે તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યો હતો. પોલીસે સુનીલના ત્રણ ભાઈઓ સહીત તેની વિરુદ્ધ ૩૪૮, ૩૭૬, ૪૨૦ અને ૫૦૬ ની કલમ મુજબ કેસ નોંધી દીધો છે.