ગુગલ મેપના ચક્કરમાં ખોટા સરનામાં પર જાન લઈને પહોંચ્યો વરરાજો, મહેમાનગતિ પણ થઇ અને પછી…

ગુગલ મેપના ભરોસે રહેલા વરરાજાના ખોટી કન્યા સાથે થઇ જવાના હતા લગ્ન, વાંચો રસપ્રદ કિસ્સો.

ગુગલ મેપ એ ભલે સરનામું પૂછવા વાળા માટે રસ્તો સરળ બનાવી દીધો છે, પણ ક્યારેક ક્યારેક તેની મદદ લેવી તમારા માટે જીવનની સૌથી મોટી ભૂલ પણ સાબિત થઇ શકે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેમાં ગુગલ મેપની મદદ લઈનેથી એક વરરાજો જાન લઈને છોકરી વાળાને ત્યાં પહોંચી ગયા. ત્યાં જાનની આગતા સ્વાગતા પણ થઇ, પણ પાછળથી સત્ય સામે આવ્યું કે જાન ખોટી જગ્યાએ આવી પહોંચી છે.

આ ઘટના ઇન્ડોનેશિયાની છે. જ્યાં એક જ ગામમાં બે પ્રસંગ હતા, એક લગ્ન અને એક સગાઈ. આ કારણે ભ્રમ થયો અને વરરાજાના લગ્ન ખોટી છોકરી સાથે થતા થતા રહી ગયા.

ઇન્ડોનેશિયા પોર્ટલ સાથે વાતચીત દરમિયાન 27 વર્ષની કન્યા ઉલ્ફાએ જણાવ્યું કે, શરુઆતમાં તેને એ ખબર ન હતી કે, જે છોકરો તેને ત્યાં જાન લઈને આવે છે તે તેનો થનારો પતિ નથી. ઉલ્ફાએ જણાવ્યું કે, મારા કુટુંબે તેમનું સ્વાગત કર્યું અને બંને પક્ષોમાં ભેંટની પણ અદલા બદલી થઇ.

જોકે આવેલી જાનમાંથી જ કોઈ એક વ્યક્તિને અનુભવ થયો કે તેઓ ખોટા ઘરમાં આવી ગયા છે. ત્યાર પછી ચોખવટ કરવામાં આવી. અને જાનૈયાઓએ જણાવ્યું કે, ગુગલ મેપને કારણે જ તેઓ ખોટા સરનામાં ઉપર આવી ગયા છે. ત્યાર પછી તેમણે છોકરીવાળાની માફી માગી.

ઉલ્ફાએ જણાવ્યું કે, તેનો પરણેતર એટલા માટે મોડો આવ્યો કેમ કે તેઓ રસ્તામાં ક્યાંક રોકાઈ ગયા હતા. પાછળથી ઉલ્ફાના કુટુંબ વાળાએ પોતાને ત્યાં ભૂલથી આવેલા વરરાજા અને જાનને સાચા સરનામાં ઉપર પહોંચાડી દીધા.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.