આ સરળ રીતે ઘરે જ ઉગાડો મેથીની ભાજી અને લો તાજા શાકભાજીની મજા.

તમે પણ તાજી અને શુદ્ધ મેથીની ભાજીના સ્વાદનો આનંદ લેવા માંગો છો, તો આ સરળ રીતે ઘરે ઉગાડો મેથી. મેથી એક ઘણી લોકપ્રિય અને જડીબુટ્ટી છે. તેના પાંદડાનો ઉપયોગ શાક તરીકે અને તેના બીજનો ઉપયોગ મસાલા તરીકે જેમ કે શાકમાં વઘાર કરવા માટે કરવામાં આવે છે. આ સુગંધ જે એક તરફથી ખાવાનો સ્વાદ વધારી દે છે, અને તેના પાંદડાઓના આરોગ્ય માટે પણ ઘણા જ ઉત્તમ ફાયદા છે. તે ગુણોથી ભરપુર હોવાને કારણે જ મેથીની ભાજીને ડાયટનો ભાગ બનાવવો ઘણું જરૂરી છે.

સામાન્ય રીતે લોકો બજાર માંથી મેથીની ભાજી ખરીદે છે અને તેનું શાક બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ અમે આ લેખમાં તમારા ઘરે મેથીની ભાજી ઉગાડવાની એવી સરળ રીતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘણી જ સરળતાથી કોઈ પણ કુંડામાં કે બીજા વાસણમાં થોડા જ દિવસોમાં મેથી ઉગાડી શકો છો અને તાજી મેથીની ભાજીનો સ્વાદ ઉઠાવી શકો છો.

કેવી રીતે ઘરે ઉગાડવી મેથીની ભાજી?

જરૂરી સામગ્રી :

કુંડુ – 1 મધ્યમ આકારનું

મેથીના બીજ – 100 ગ્રામ

માટી – જરૂરમુજબ

ખાતર – જરૂર મુજબ

પાણી – જરૂર મુજબ

ઉગાડવાની રીત :

સ્ટેપ – 1 : ઘરમાં મેથી ઉગાડવા માટે સૌથી પહેલા તમારી પસંદનું કુંડુ લો. સામાન્ય રીતે એક ગોળાકાર કુંડુ સૌથી વધુ અનુકુળ રહેશે. ધ્યાન રાખશો કે કુંડાની નીચે પાણી નીકળવા માટે કાણું હોવું જોઈએ.

સ્ટેપ – 2 : વાસણને સારી ગુણવત્તા વળી માટી ભેળવીને જૈવિક ખાતરથી ભરો. મેથીને રેતાળ માટી કે શુદ્ધ રેતીમાં પણ ઉગાડી શકાય છે. પરંતુ પ્રયત્ન કરો કે માટીમાં છાણનું ખાતર ભેળવો. તે ખાતર છોડ માટે ઘણું લાભદાયક રહે છે અને તેનાથી છોડ ઉપર કોઈ આડ અસર પણ નથી થતી.

સ્ટેપ – 3 : મેથીના બીજને માટી ઉપર સમાન રીતે છાંટી દો. મેથીના બીજ સરળતાથી મળી રહે છે. મેથીના બીજને કુંડામાં નાખતા પહેલા એક રાત માટે પાણીમાં પલાળીને અંકુરિત પણ કરી શકાય છે. અંકુરિત બીજ ઘણા જલ્દી છોડમાં પરિવર્તિત થઇ જાય છે. પરંતુ તમે આ બીજનો ઉપયોગ પાણીમાં પલાળ્યા વગર પણ કરી શકો છો. બીજને સમાન રીતે કુંડામાં છાંટી અને ઉપરથી થોડી માટીથી બીજને ઢાંકી દો.

સ્ટેપ – 4 : વાવણી પછી બીજને તેની ઉપર વધુ માટી છાંટી દેવાથી બીજ 3-4 દિવસોની અંદર જ અંકુરિત થઇ જાય છે. નાના નાના બીજ માંથી છોડના નાના અંકુર આવવા લાગે છે.

સ્ટેપ – 5 : કુંડામાં મેથીના અંકુર નીકળ્યા પછી કુંડાને બાલ્કની કે ધાબાનો વધુ તડકા વાળા સ્થાન ઉપર મુકો. મેથીની ભાજી ઉગાડવા માટે દિવસમાં ઓછામાં ઓછું 3-4 કલાકનો તડકો જરૂરી છે.

સ્ટેપ – 6 : તમારા કુંડાને રોજ સવારે જરૂર મુજબ પાણી નાખો. થોડા જ દિવસોમાં કુંડામાં મેથીની ભાજી જોવા મળશે. લગભગ 1 મહિના પછી મેથીની ભાજી સંપૂર્ણ રીતે ઉપયોગ માટે તૈયાર થઇ જશે. આ પાંદડાને કુંડા માંથી તોડીને તેનો ઉપયોગ શાક તરીકે કરી શકાય છે.

ધ્યાન રાખવા યોગ્ય વાતો  :

મેથીની ભાજી ઉગાડવા માટે સૌથી વધુ ધ્યાનમાં રાખવાની વાત છે સારી માટી અને ખાતરનો ઉપયોગ કરવો.

બીજ નાખ્યા પછી કુંડાને સૂર્યના સીધા તાપમાં રાખવું જરૂરી છે.

છોડમાં નિયમિત રીતે પાણી આપો પરંતુ ઓવરવોટરીંગ ન કરવું.

આ સરળ સ્ટેપ્સને ફોલો કર્યા પછી તમે ઘણી ઝડપથી ઘરે લીલી મેથીની ભાજી ઉગાડી શકો છો અને આ પાંદડા માંથી શુદ્ધ મેથીનું શાક તૈયાર કરી શકાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.