ભારતના ગૃહમંત્રી અમિત શાહે જણાવી આ 21 મોટી વાતો, જે દરેકે જાણવી ખુબ જરૂરી છે

દેશના ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો, NRC, જામિયા સહીત દેશભરમાં થઈ રહેલા વિરોધ, અયોધ્યા, દેશની અર્થવ્યવસ્થા સહીતના ઘણા મુદ્દા ઉપર પોતાની વાતો રજુ કરી. ગૃહમંત્રી અમિત શાહ એજન્ડા આજતક ૨૦૧૯ ના ‘શાહ છે તો શક્ય છે’ સેશનમાં બોલી રહ્યા હતા. તેમણે આ સમયે દેશમાં ઉભા થઇ રહેલા જુદા જુદા પ્રશ્નોના લગભગ દોઢ કલાક સુધી જવાબ આપ્યા. આવો જાણીએ કે તેમના એ સેશનની ૨૧ મુખ્ય બાબતો શું હતી.

૧. દેશની ૪ યુનીવર્સીટીમાં વિદ્યાર્થીઓએ કરેલા વિરોધ પ્રદર્શન :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જામિયા સહીત માત્ર ચાર વિશ્વવિદ્યાલયોમાં ઘણા વિરોધ પ્રદર્શન થયા. તેમણે વિદ્યાર્થીઓને નાગરિકતા સંશોધન એક્ટને આખો વાંચવાની અપીલ કરી અને જણાવ્યું કે, જો તમને એવું કાંઈ લાગે તો તમે સરકાર સાથે ચર્ચા કરો. આ બિલ થી કોઈની પણ નાગરિકતા જઈ જ નથી શકે એમ. અને સાથે બીજા ઇન્ટરવ્યૂ મા એમ પણ કહ્યું કે દેશ ની 400 યુનવર્સીટી મા કાંઈ નથી થયું ખાલી 4 જ એમાં પણ જામીયા ઇસ્લામિયા, અલીગઢ મુસ્લિમ યુનવર્સીટી, JNU જેવી મા જ થયું છે.

૨. CAB સીટીઝનશીપ આપવાનો કાયદો છે, છીનવી લેવાનો નહિ :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષ એકસાથે મળીને અફવાઓ ફેલાવી રહ્યા છે. સીટીઝનશીપ અમેંડમેન્ટ એક્ટથી કોઈને જરાપણ નુકશાન નહિ થાય, એ તો સીટીઝનશીપ આપવાનો કાયદો છે, છીનવી લેવાનો નહિ.

3. દેશનું વિભાજન ધર્મના આધારે ન થવું જોઈતું હતું :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશનું વિભાજન ધર્મના આધારે થયું, તે ન થવું જોઈતું હતું. કોંગ્રેસે ધર્મના આધાર ઉપર આ બધું કર્યું. તે એક ઘણું કડવું સત્ય છે.

૪. નહેરુ-લિયાકતે જે ૧૯૫૦માં નક્કી કર્યું, તે ૭૦ વર્ષ સુધી ન થયું :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ૧૯૫૦માં નહેરુ અને લીયાકત અલી ખાન સાથે સંધી થઇ કે, બંને દેશ પોતાના લઘુમતીઓનું રક્ષણ કરશે. જયારે નહેરુ-લિયાકત સંધી ઉપર અમલ ન થયો. ત્યારે આ કરવાની જરૂર પડી. કોંગ્રેસે ૭૦ વર્ષ સુધી લઘુમતી ઉપર ધ્યાન ન આપ્યું.

૫. પાંચ વર્ષમાં ૬૦૦ મુસલમાનોને નાગરિકતા આપી :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમારી સરકારે પાંચ વર્ષમાં ૬૦૦ તરછોડાયેલા મુસલમાનોને નાગરિકતા આપી. દુનિયાના કોઈ પણ દેશમાં હિંદુને કાઢી મુકવામાં આવે તો ક્યાં જશે, અહિયાં આવશે. ૧૯૭૧ માં ઇન્દિરા ગાંધીએ સામુહિક નાગરિકતા આપી દીધી હતી.

૬. ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલય અલગ છે પરંતુ બધા કામ કરી રહ્યા છે :

શું સરકારની સૌથી મોટી પ્રાથમિકતા અર્થવ્યવસ્થાને સંભાળવાનું ન હોવી જોઈએ? તે પ્રશ્ન ઉપર અમિત શાહે જણાવ્યું કે, ગૃહ મંત્રાલય અલગ કામ કરે છે, અને નાણા મંત્રાલય પણ. પરંતુ બધા મળીને એક સાથે કામ કરી રહ્યા છે.

૭. ૩૭૦ ઉપર નહેરુજીએ કહ્યું હતું તે ઘસતા-ઘસતા ઘસાઈ જશે :

ભારતની સંવિધાન પીઠમાં મોટાભાગના લોકો કોંગ્રેસી હતા. ૩૭૦ દુર કરવાનો રસ્તો કોંગ્રેસે જ આપ્યો હતો. નહેરુજીએ ત્યારે સંસદમાં કહ્યું હતું કે, તે ઘસતા ઘસતા ઘસાઈ જશે. અમે ઘસી નાખી.

૮. ટ્રિપલ તલાક સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો, અમે લાગુ કરી દીધો :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ટ્રિપલ તલાક સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો, અમે તો માત્ર લાગુ કર્યો. પરંતુ આરોપ લાગ્યો છે કે, તે અમે બળજબરી પૂર્વક લઇ આવ્યા.

૯. ભારત તમામ ધર્મોનો દેશ છે, ઘુસણખોરો સડો હોય છે :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત બધા ધર્મોનો દેશ છે. પરંતુ જયારે કોઈ બહારથી આવે છે તો તે હિંદુ-મુસલમાન સૌ માટે ખતરો બને છે. આ ઘુસણખોર સડો હોય છે. આપણે ક્યારે પણ નાગરિકતાને હળવાશથી ન લેવી જોઈએ.

૧૦. નવા NRC થી કોઈ નાગરિક સાથે અન્યાય નહિ થાય :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નવા NRC માં દેશના એક પણ નાગરિક સાથે અન્યાય નહિ થાય. પરંતુ એક પણ ઘુસણખોરો બચી નહિ શકે.

૧૧. ૭૦ વર્ષ સુધી રાહ જોઈ છે, ૬ મહિના વહેલું કેમ થઇ ગયું?

૬ મહિનામાં તમે ઝડપથી નિર્ણય લઇ રહ્યા છો, શું તમે ઉતાવળમાં છો? આ પ્રશ્ન ઉપર અમિત શાહે કહ્યું કે, દેશે ૭૦ વર્ષ સુધી રાહ જોઈ છે. ૬ મહિના વહેલું કેમ થઇ ગયું. હાલમાં કોઈ ચૂંટણી નથી. અમે ચૂંટણી માટે તો કરી રહ્યા નથી.

૧૨. અમે રાજનીતિ નથી કરવા માંગતા. દેશને સારો બનાવા માંગીએ છીએ :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમે રાજનીતિ નથી કરવા માંગતા. અમે દેશને સારો બનાવવા માંગીએ છીએ. ન તો વોટ બેંકની રાજનીતિ કરીએ છીએ, ન તો કરવા દઈશું. એટલા માટે મોટા નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. લોકોએ આ નિર્ણયને ઝીણવટભરી રીતે સમજવા પડશે.

૧૩. POK ભારતનું છે. ભારતમાં જ ભળી જવું જોઈએ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર એવું માને છે કે, પાક અધિકૃત કશ્મીર (POK) ભારતનું છે, તે ભારતમાં ભળી જવું જોઈએ. આ મંચ નથી કે એડવાન્સમાં તેની જાહેરાત કરીએ.

૧૪. દિલ્હી-બંગાળ-ઝારખંડમાં આવશે ભાજપની સરકાર : શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થવાની છે. ઝારખંડમાં ચૂંટણી થઇ રહી છે, હું એક વાત સ્પષ્ટ કરી દઉં કે ઝારખંડમાં ભાજપ ફરી વખત સરકાર બનાવશે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પૂર્ણ બહુમતી વાળી સરકાર બનાવીશું.

૧૫. નહેરુએ કરી હતી ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની વાત :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નહેરુએ ૧૯૫૦માં જ ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની વાત કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મનમોહન સિંહ, રાજીવ ગાંધી, ચીદંબરમ, અશોક ગહલોત તે બધાએ તે વાતને સમર્થન કર્યું હતું.

૧૬. અયોધ્યા એક્ટ કોંગ્રેસ લઈને આવી, હવે નિર્ણય સામે વાંધો કેમ?

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૯૪માં કોંગ્રેસ અયોધ્યા એક્ટ લઈને આવી. તેમાં પાર્ટીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ નિર્ણય હિંદુના પક્ષમાં કરશે તો જમીન હિંદુઓને આપવામાં આવશે. મુસલમાનોના પક્ષમાં નિર્ણય આવશે તો મુસલમાનોને જમીન આપી દેવામાં આવશે. હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો હિંદુઓના પક્ષમાં, તો કોંગ્રેસ તેની ઉપર અવાજ ઉઠાવી રહી છે.

૧૭. રાજીવ લાવ્યા ત્યારે NRC સેક્યુલર હતો, હવે સોનિયા કરી રહ્યા છે વિરોધ :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૮૫માં તો રાજીવ ગાંધી જ NRC લઈને આવ્યા હતા. ત્યારે તો સેક્યુલર હતો. પરંતુ હવે સોનિયા ગાંધી અને કોંગ્રેસ તેનો વિરોધ કરી રહ્યા છે.

૧૮. કેમ્પસમાં પથ્થરમારો ન થવો જોઈતો હતો, પોલીસે પોતાની ફરજ નિભાવી :

જામિયામાં જે હિંસા થઇ તેની ઉપર અમિત શાહે કહ્યું કે, કેમ્પસની અંદર પથ્થરમારો ન થવો જોઈતો હતો, પરંતુ વિદ્યાર્થી બહારના તત્વો સાથે મળીને ગાડી સળગાવે છે, તો પીલીસે પોતાની ફરજ નિભાવી. જો ન કરત તો મારા હિસાબથી પોતાનું કામ ન કર્યું ગણાત.

૧૯. PAK બાંગ્લાદેશના લઘુમતી ક્યાં ગયા?

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભાગલા પછી ઘણા બધા મુસલમાનો અહિયાં રહી ગયા. ત્યારે પાકિસ્તાનમાં ૨૩% હિંદુ હતા. હવે માત્ર 3% રહ્યા છે. જયારે બાંગ્લાદેશમાં ૩૦% હિંદુ હતા, જેમાંથી માત્ર ૭% રહ્યા છે. તે બધા લઘુમતી ક્યાં ગયા? તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું.

૨૦. જો કાલે બધા હિંદુઓને કાઢી મુકે, તો તે ક્યાં જશે?

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશના લઘુમતી વર્ગે ડરવાની કોઈ જરૂર નથી. તે એક્ટ નાગરિકતા છીનવી લેવા નહિ, આપવા માટે લાવવામાં આવ્યો છે. શાહે કોંગ્રેસને પૂછ્યું કે, જો કાલે સત્તા પરિવર્તન પછી ફ્રાંસ બધા હિંદુઓને કાઢી મુકે તો તે ક્યાં જશે? નાગરિકતા ને લઈને ભેદભાવ પર અમિત શાહે કહ્યું કે દુનિયા ના દરેક દેશ નાગરિક બનાવવા કોઈને કોઈ શરત રાખે છે જાણો નીચે એમનો તર્ક

૨૧. અમારા સાઈંટીસ્ટને લઇ રહ્યા છો, તો અભણને પણ લઇ લો :

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નાગરિકતાને લઈને યુરોપના ઘણા દેશોએ નિયમ બનાવ્યો છે. એટલું એજ્યુકેશન હશે તો જ અમે તમને નાગરિકતા આપીશું, તો અભણ સાથે ભેદભાવ નથી? જો તમે ભારતના લીટ્રેટ સાઈંટીસ્ટને લઇ રહ્યા છો તો ભારતના ગરીબને પણ લઇ જાવ. પણ એવું નથી થતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.