ગુડી પડવા પર કરવામાં આવે છે આ 6 જરૂરી કામ, સવારે આ સંકલ્પ મંત્રથી કરો વ્રતની શરૂઆત.

ગુડી પડવાને ઘણો ખાસ અને વિશેષ બનાવવા માટે દિવસની શરૂઆતમાં કરી લો આ કામ, મળશે બમણો લાભ.

ગુડી પડવા પર મુખ્ય રૂપથી 6 શુભ અને મંગલકારી કામ કરવામાં આવે છે.

નવ વર્ષ ફળ શ્રવણ (નવા વર્ષનું ભવિષ્યફળ જાણવું)

તૈલ અભ્યંગ (તેલથી સ્નાન)

નિમ્બ-પત્ર પ્રાશન (લીમડાના પાંદડા ખાવા)

ધ્વજારોપણ

ચૈત્ર નવરાત્રી આરંભ

ઘટસ્થાપના

સંકલ્પના સમયે નવ વર્ષ નામગ્રહણ (નવા વર્ષનું નામ રાખવાની પ્રથા) ને ચૈત્ર અધિક માસમાં જ શુક્લ પક્ષની એકમની તિથીએ ઊજવવામાં આવે છે. આ વર્ષનું નામ આનંદ છે અને વર્ષ 2078 છે. સાથે જ શ્રી શાલિવાહન શકસંવત 1943 પણ છે, અને આ શક સંવતનું નામ પ્લવ છે.

નવા વર્ષના રાજા (વર્ષેશ) : નવા વર્ષના પહેલા દિવસના સ્વામીને તે વર્ષના સ્વામી પણ માનવામાં આવે છે. 2021 માં હિન્દૂ નવ વર્ષ મંગળવારથી શરુ થઇ રહ્યું છે, એટલે નવા વર્ષના સ્વામી મંગળ છે.

ગુડી પડવાના પૂજન-મંત્ર :

સવારે વ્રત સંકલ્પ :

ॐ विष्णुः विष्णुः विष्णुः, अद्य ब्रह्मणो वयसः परार्धे श्रीश्वेतवाराहकल्पे जम्बूद्वीपे भारतवर्षे अमुकनामसंवत्सरे चैत्रशुक्ल प्रतिपदि अमुकवासरे अमुकगोत्रः अमुकनामाऽहं प्रारभमाणस्य नववर्षस्यास्य प्रथमदिवसे विश्वसृजः श्रीब्रह्मणः प्रसादाय व्रतं करिष्ये।

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.