ગુજરાત સરકારનું નવા રૂપ રંગનું લોકડાઉન 4.0 આ રીતે અમલી બનશે, જાણો સચોટ વિગત.

સરકાર દ્વારા મળેલી છૂટછાટની વિગતો અને કોરોના નાબુદી સાથે અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે કરેલી જાહેરાત વિગતવાર જાણીએ.

કોરોના સામેની આપણી લડાઈ હજી લાંબી છે, કોરોનાને હારવાના પ્રયત્નો હજી ચાલુ છે, બધા પ્રકારના લોકોને આ દરમિયાન ઘણી તકલીફો પડી છે, દરોજનુ કમાઈને ખાનારા લોકો, મજૂરો વગેરેને ધ્યાનમાં રાખીને લોકડાઉનમાં નવું લોકડાઉન 4.0 આવ્યું છે, રાજ્ય સરકારે હેલ્થની ગાઇડલાઇન મુજબ આ બધા નિર્ણય કાર્ય છે. આખા રાજ્યને આપણે બે ભાગમાં વહેંચી દીધા છે. કંટેટમેન્ટ ઝોન અને નોન કંટેટમેન્ટ ઝોન.

જે વિભાગમાં કોરોનના કેસ નથી તે નોન કંટેટમેન્ટ ઝોન અને જ્યાં કોરોના કેસ જોવા મળે છે, ત્યાં કંટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે.

સ્થાનિક અધિકારીઓ મળીને આ ઝોન વિષે જાહેરાત કરશે અને કંટેટમેન્ટ ઝોનમાં કોઈપણ જાતની છૂટછાટ મળશે નહિ.

કંટેટમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ અને સેવા સિવાય કોઈપણ જાતની છૂટછાટ આપવામાં આવશે નહિ. કંટેટમેન્ટ ઝોનનું સતત નિરીક્ષણ કરવામાં આવશે અને ફેરફાર કરવામાં આવશે.

કંટેટમેન્ટ ઝોનમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ ચાલુ રાખવામાં આવશે. શાકભાજી, દૂધ, દવા, અનાજનું વેચાણ, આરોગ્ય લક્ષી સેવા વગેરે.

નોન કંટેટમેન્ટ ઝોનમાં સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવશે.

સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનું સમગ્ર ગુજરાતમાં પાલન કરવાનું રહશે.

નોન કંટેટમેન્ટ ઝોનમાં પણ શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ શરુ નહિ કરવામાં આવે.

જિમ, સ્વિમિંગ પુલ, બાગ બગીચાઓ, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક કે જાહેર સ્થળ અને મેળાવળાઓ ને છૂટ મળશે નહિ. આખા ગુજરાતમાં બંધ રહશે.

સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ કંટેટમેન્ટ ઝોનમાં મંજૂરી મળશે નહિ.

અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં ઓટો રીક્ષા ચાલુ કરવામાં આવશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જર બેસાડી શકાશે.

માર્કેટ એરિયા અને શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો એકી અને બેકી ક્રમમાં વારાફરતી ખોલવાની રહશે. 50 ટકા દુકાનો એક સમયે ચાલુ રહશે અને બીજી 50 ટકા દુકાનો બીજે દિવસે ચાલુ રહશે. દુકાનમાં એક સમયે 5 થી વધુ ગ્રાહકો ભેગા ના થવા જોઈએ.

કંટેટમેન્ટ ઝોન માંથી કોઈને પણ બહાર અવર જવર કરવા દેવામાં નહિ આવે.

અમદાવાદમાં સાબરમતી નદીના પશ્ચિમમાં આવેલા કંટેટમેન્ટ ઝોનમાં ઓફિસ, દુકાનો વગેરે ચાલુ કરી શકાશે. નિયમ પ્રમાણે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોઈપણ છૂટછાટ મળશે નહિ.

સમગ્ર ગુજરાતમાં એસટી બસ શરુ કરવામાં આવશે. અમદાવાદમાં બસને આવવા કે જવા દેવામાં આવશે નહિ.

લગ્ન સમારંભમાં 50 થી વધુ વ્યક્તિઓ ના હોવી જોઈએ. નિયમો પ્રમાણે

મૃતકના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ વ્યક્તિને પરવાનગી મળશે નહિ.

કંટેટમેન્ટ ઝોનની બહાર દુકાનોને પાન બીડી વગેરેને છૂટ મળશે.

કંટેટમેન્ટ ઝોનમાં બહાર વાળંદની દુકાનો અને બ્યુટી પાર્લરને મંજૂરી આપવામાં આવશે.

પબ્લિક લાઈબ્રેરી પણ 60 ટકા કેપેસીટી સાથે ખોલવાની છૂટ આપવામાં આવશે.

કંટેટમેન્ટ ઝોન બહાર ટેક્ષીમાં અને પ્રાઇવેટ ગાડીમાં ડ્રાઈવર અને બે પેસેન્જરને છૂટ આપવામાં આવે છે.

સમગ્ર ગુજરાતમાં કંટેટમેન્ટ ઝોન બહારના રેસ્ટોરન્ટ હોમ ડિલિવરીની શરતે શરુ કરી શકાશે.

રસ્તા અને હાઇવે ઉપર રહેલા ધાબાને સોસીયલ અંતર સાથે છુટા આપવામાં આવે છે.

30 ટકા કેપેસીટી સાથે ઓફિસો ખોલવા દેવામાં આવશે.

ગેરેજ કંટેટમેન્ટ ઝોન સિવાય ખોલી શકાશે.

ટુ વિલર્સ માં ફક્ત 1 વ્યક્તિ અવર જવર કરી શકાશે.

સુરાતમાં ટેક્સટાઇલ માર્કેટ એકી બેકી સાથે ખોલી શકાશે.

હીરાના કારખાના ચાલુ કરી શકાશે પણ સોસીયલ અંતર જાળવવાની શરતે.

19 મેં થી 31 મેં સુધી આ ગાઇડલાઇન નો અમલ કરવાનો રહશે.

જાહેરમાં થુંકનાર અને માસ્ક નહિ પહેરનાર ને 200 રૂપિયા દંડ કરવામાં આવશે.

અમૂલના પાર્લરમાં 3 લેયર માસ્ક 5 રૂપિયામાં અને N95 માસ્ક 65 રૂપિયામાં મળશે. 2 દિવસમાં સમગ્ર વ્યવસ્થા માસ્ક મળવવાની ગોઠવાઈ જશે.