બચાવજો તમારા બાળકને આ છે જીવલેણ ગેમ આ ગેમ બાળકો ને આત્મહત્યા કરાવે છે.

 

શું તમારું બાળક ઇન્ટરનેટ પર આ જીવલેણ ગેમ રમી રહ્યો છે ??

તમને કદાચ માનવામાં નહીં આવતું હોય કે કોઇ ઇન્ટરનેટ ગેમ માણસનો જીવ લઈ શકે કે કેમ? પરંતુ આ સત્ય છે ઇન્ટરનેટ પર બ્લુ વ્હેલ નામની એક એવી રમત છે જે દિવસેને દિવસે ઘણા બધા લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યું છે તેમજ જીવલેણ પણ સાબિત થયું છે.

દુનિયાભરમાં ૨૫પ લોકોનો ભોગ આ બ્લૂ વ્હેલ નામની ગેમે લીધો છે આમાંથી જોવા જઇએ તો ફક્ત રૂસમાંથી જ ૧૩૦ લોકોની મોત થઇ છે આ ઉપરાંત પાકિસ્તાન અને અમેરિકા સહિત ઓગણીસ દેશોમાં આ રમતને લીધે થનારા મોતના કિસ્સા સામે આવ્યા છે. જેમાં હવે ભારતનું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

આ એક એવી ગેમ છે જેમાં રમનારને આત્મહત્યા માટે પ્રેરવામાં આવે છે. ધ બ્લૂ વ્હેલ રમતને ૨૦૧૩ મા રૂસના ફિલિપ બુડેકીન એ બનાવી હતી. આ રમતમાં એક એડમિન હોય છે જે રમનારને આવનારા ૫૦ દિવસ સુધી શું કરવાનું છે તે કહે છે અંતિમ દિવસે રમનારએ આત્મહત્યા કરીને ગેમ જીતી લેવાની હોય છે. અને તેની પહેલાં રમનારએ એક સેલ્ફી પાડીને અપલોડ કરવાની હોય છે.

રમનારને રોજ એક કોડ નંબર આપવામાં આવે છે જે હોરર સાથે જોડાયેલો હોય છે. આમાં બ્લેડથી હાથ પર F57 લખીને ફોટો અપલોડ કરવાનું કહેવામાં આવે છે. આ સિવાય રોજની રમતમાં અલગ અલગ કોડ હોય છે રમત સવારે ચાર વાગ્યે ચાલુ થઈ જાય છે. અને રમતનો એડમિન સતત સ્કાઈપ દ્વારા રમવા વાળા સાથે વાત કરે છે દરેક ટાસ્ક પતી જતાં હાથ પર એક કટ લગાવવાનું કહેવામાં આવે છે. અને રમતનો વિજેતા એને ઘોષિત કરવામાં આવે છે જે અંતિમ દિવસે પોતાનો જીવ આપી દે છે.

રમત રમનાર એકવાર રમત શરૂ કર્યા પછી વચ્ચેથી છોડી શકે નહીં તેમજ રમત શરૂ કરનારનો ફોન એડમિન હેક કરી લેતો અને ફોનની બધી વિગત પોતાના કબ્જામાં લઇ લેતો. રમનારા જો વચ્ચેથી રમત છોડવા માટે માંગ કરે તો એડમિન તરફથી ધમકી મળતી કે તેને અથવા તેના માતા-પિતાને જાનથી મારી નાંખવામાં આવશે.

આ રમત આમ તો ૨૦૧૩ માં બની હતી પરંતુ આત્મહત્યાનો પ્રથમ કિસ્સો ૨૦૧૫ માં બહાર આવ્યો. ત્યાર બાદ ગેમ બનાવનાર ફિલિપને જેલમાં મોકલવામાં આવ્યો અને જેલ ગયા બાદ તેણે પોતાની સફાઇમાં કહ્યું કે, ” આ રમત સમાજની સફાઇ માટે છે જેઓએ રમત રમ્યા બાદ આત્મહત્યા કરી તેઓ બાયોલોજિકલ વેસ્ટ હતા. ”

આશ્ચર્યની વાત તો એ છે કે આ ગેમે દુનિયાભરમાં ૨૫૦થી પણ વધુ લોકોનો જીવ લીધો છે પરંતુ તેને હજુ સુધી કોઈ પણ દેશમાં બેન કરવામાં આવી નથી. બ્રિટનમાં હજુ સુધી આ ગેમને લોન્ચ કરવામાં નથી આવી પરંતુ ત્યાં ગેમને લોન્ચ કરવાની તૈયારીઓ થઇ રહી છે. બ્રિટિશ વેબસાઈટ મુજબ બેસીલડોનના વુડલેન્ડ શાળાના આચાર્ય ડેવિડ રાઇટન એ ચેતવતા એક પત્ર લખ્યો છે કે , ” પોલીસની મદદથી તેમણે એક રમતની શોધ કરી છે કે જેનાથી લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. આ બ્લૂ વ્હેલ નામની રમત છે. જે અનેક સોશિયલ મીડિયા વેબસાઇટ પર રમાઈ રહી છે આમાં રમનારે છેલ્લા દિવસે આત્મહત્યા કરીને રમત જીતવાની હોય છે. ”

આ જીવ ગુમાવવા વાળા કિસ્સાઓની લિસ્ટમાં ભારતનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. ૩૦ જુલાઈના રોજ મુંબઈના ૧૪ વર્ષના મનપ્રીત સાહસે સાતમા માળેથી કુદી જઇને આત્મહત્યા કરી છે. કહેવાય છે કે તે બ્લૂ વ્હેલ રમત રમી રહ્યો હતો અને રમતા રૂલ્સના આધારે તેણે રમતના અંતિમ દિવસે ખુદ ખુશી કરી હતી.

અંધેરી ઈસ્ટમાં રહેવાવાળા મંત્રી નવમા ધોરણમાં ભણતો હતો. શનિવારે તેણે સાતમા માળેથી પડતું મુકીને ખુદ ખુશી કરી લીધી હતી તે પોતાના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો. તેનું સપનું પાયલોટ બનવાનું હતું જેની ટ્રેનિંગ માટે તે રૂસ જવાનો હતો. ખરી વાત છે ને દોસ્તો..! કે જે કે ગેમ બ્લૂ વ્હેલ રમીને તેણે જીવ ગુમાવ્યો તે પણ રૂસમાં જ બની હતી.

કેસના રિસર્ચ દરમિયાન પોલીસને ખબર પડી કે છલાંગ લગાવતા પહેલા મનપ્રીતે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું કે છત પરથી છલાંગ કેવી રીતે લગાવાય છે. મનપ્રીતે શુક્રવારે જ તેના મિત્રોને કહી દીધું હતું કે તે સોમવારે શાળાએ નહીં આવે. શનિવારના દિવસે છલાંગ લગાવતા પહેલા લગભગ વીસ મિનિટ સુધી મનપ્રીતે છત પર બેસીને પોતાના મિત્રો સાથે વાતો કરી હતી. છેલ્લા ટાસ્કમાં છલાંગ લગાવવાની વાત પણ મનપ્રીતે તેના મિત્રો સાથે કરી હતી એટલું જ નહીં પરંતુ તેણે ચેટિંગમાં પણ લખ્યું હતું કે હવે તેને માત્ર ફોટોમાં જોઈ શકશો. પણ તેની વાત કોઈએ ગંભીરતાથી લીધી નહોતી. પાછળથી ખબર પડી કે તેણે આત્મહત્યા કરી લીધી છે.

રિસર્ચ ટીમના ઓફિસરના જણાવ્યા મુજબ મનપ્રીત જ્યારે છલાંગ મારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બીજી બિલ્ડિંગના એક માણસે તેને જોઈ લીધો હતો અને નીચે ઉતારવા માટે પણ કીધું હતું. મનપ્રીતે આ વાત રમતના એડમિનને પણ જણાવી હતી. પરંતુ એડમિન તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યો હતો.

મિત્રો, મનપ્રીતે તો પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ આવું કોઈ બીજા સાથે ન થાય તે માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તમે પણ ચેક કરો ક્યાંક તમારું બાળક બ્લૂ વ્હેલ ગેમ તો નથી રમી રહ્યો.?? ક્યાંક તમારા બાળકના હાથ પર બ્લેડથી કરેલા કટસના નિશાન તો નથી ??

ધન્યવાદ.

મિત્રો, આ લેખ ને વધુ માં વધુ શેર કરી લોકો માં જાગૃતતા લાવીએ !! કોઈની તો જીંદગી બચી શકશે…!!

વિડીયો