લાડકી પછી ફરીથી સંગીતકાર સચીન-જીગર લાવ્યા છે વધુ એક સુંદર કમ્પોઝીશન ગુજરાતી ફિલ્મ “કેરી ઓન કેસર” નું ગીત ‘કાળજા નો કટકો’ ગાયકો : અલ્કા યાજ્ઞિક, ઓસમાણ મીર અને તનિષ્કા સંધવી
દીકરી રૂપી વહાલ નો દરિયો આખી જીંદગી છલકતો જ રહે છે , દીકરી એટલે માં – બાપ ના કાળજા નો કટકો……. દીકરી એટલે સ્વર્ગ. દીકરી એ માં- બાપ ના કાળજાં નો કટકો , ભાઈ ના પ્રેમ ની મીઠી ડાળ જે હમેશા એને હિચાંકે જુલાવતો રહે છે
એક કંકોત્રી માં લખાયેલ સુંદર વાત
દિકરી તો પિતાનો કાળજા નો ટુકડો હોય છે એક પિતા તેની જીદગીં માં કયારેય ના રડયા હોય પણ દિકરી ના વિદાય સમયે તેના થી રોવાય જાય છે.
દિકરી તારા સોભાગ્યનું સિંદુર, આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું, શોઘી લાવ્યો છું,
કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,
તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને, આવ્યો છું,
દિકરી તારા માટે આજ પાનેતર લઈને, આવ્યો છું,
સપના મારા જે, હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,
પારકી અમાનત છે તુ, બીજાની ક્યાં સુઘી સંભાળુ,
ભારે હૈયે, તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,
ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર, લાવ્યો છું,
હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત
લાવ્યો છું,
પથ્થર જેવો બાપ પણ રડી પડે છે
દિકરી ની વિદાયથી,
આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ
ગુંથી લાવ્યો છું,
દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,
પારકાને પોતિકા ગણી બન્ને કુળને
શોભાવજે ,
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર
લાવ્યો છું,
ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે
અમોને તારી યાદ,
કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને
શોભાવજે એવી અમ આસ.
દુખ ની સાથે મારી કિટ્ટા સુખ છે મારા ખપ નાં
ફેરફૂદરડી ને સાંકળી અડકો દડકો
લાડ કરી ને રમાડે છે મીઠો રે તડકો
કાળજા નો કટકો રે મારા કાળજા નો કટકો …
આ વિડીયો ની નીચે ફૂલ સોંગ સાંભળો બીજા વિડીયો માં કાળજા નો કટકો
વિડીયો -1
https://youtu.be/k3sgPYnrsms
તું રડાવે, તું હસાવે, તું બોલાવે દ્વારે, તું બોલાવે દ્વારે
નિરાશાઓ આશા સામે, જયારે જયારે હારે, જયારે જયારે હારે
કોરી આંખોમાં સપનું એક મલકાયું,
મનમાં આશાનું વ્હાલસોયું બીજ રોપાયું
કાળજાનો કટકો રે, મારા કાળજાનો કટકો,
કાળજાનો કટકો રે, મારા કાળજાનો કટકો.
પવન સામે દીવો ધર્યો છે,
ઈશ્વર એને જોશે,ઈશ્વર એને જોશે
લાંબા રસ્તે,ભૂલા પાડી
જોને કસોટી કરશે,જોને કસોટી કરશે।
જે થાશે સારું થાશે,મન શાને તું ડંખે?
મળી જાશે એ ફળી જાશે, જીવલા તું ઝંખે।
કાળજાનો કટકો રે, મારા કાળજાનો કટકો,
કાળજાનો કટકો રે, મારા કાળજાનો કટકો.
સૂની પરીઓ, શાંત ઝરૂખા,
ગુમસુમ ગુમસુમ સપનાઓ,
ગુમસુમ ગુમસુમ સપનાઓ,
દુ:ખની સાથે મારે કેટલા,
સુખ છે મારા ખપના, સુખ છે મારા ખપના.
ફેર ફુદરડીને સાંકળી અડકોદડકો,
લાડ કરી ને રમાડે છે, મીઠો રે તડકો.
કાળજાનો કટકો રે, તારા કાળજાનો કટકો,
કાળજાનો કટકો રે, તારા કાળજાનો કટકો.
કાળજાનો કટકો રે, તારા કાળજાનો કટકો,
કાળજાનો કટકો રે, તારા કાળજાનો કટકો.
~ સ્નેહા દેસાઈ
ફૂલ ઓડિયો કાળજા નો કટકો