તને કાળા ચશ્માં શોભે છે જામે છે તારા મોઢે રે… ગુજરાતી વર્જન, જુઓ મજેદાર વિડીયો

‘બાર બાર દેખો’ના આ હિટ સોંગ કાલા ચશ્મા છવાઈ ગયું છે. એટલું જ નહીં, એ પાર્ટી એન્થમ બની રહ્યું છે. આ હિટ સોંગ પર શહેરમાં અનેક જગ્યાએ ગરબાની પ્રેક્ટિસ પણ થયેલી. ‘આ એક સેલિબ્રિટી સોંગ છે અને એ પ્લે થતાં જ બધામાં સ્વેગ જોવા મળે છે.

ગુજરાતી વર્ઝન કાલા ચશ્મા પર પણ ફૂટ થમ્પિંગ થઈ રહ્યું છે. ઓરિજિનલ સોંગના શબ્દો છે ‘તેંનું કાલા ચશ્મા જચ દા હે, જચ દા હે ગોરે મુખડે પે…’ અને તેના પરથી ગુજરાતીમાં શબ્દો છે કે ‘તને કાલા ચશ્મા શોભે છે, જામે છે તારા મોઢે રે…’ હિન્દી સોંગ ઓનલાઇન લોન્ચ થયાના બે દિવસમાં જ તેને એક લાખ વ્યુઝ મળી ગયા હતા.

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ પછી ક્યાય ચશ્માં હીટ થયા હોય તો આ કાળા ચશ્માં સોંગ છે. આ સોંગ થી સફેદ કે ઑફ–વ્હાઇટ સાડલો, કોરા વાળનો અંબોડો, કાળી ફ્રેમના ચશ્મા અને હાથમાં એકાદ–બે પુસ્તકો સાથે બહુ ‘સૌમ્ય ઢબે’ નીચે જોઇને ચાલવાની ફેશન પડી ગઇ હતી.

કાળા ચશ્માં નું આ ફની કોમેડી ટાઈપ વર્જન જોઈ લો. આના પરથી તમારા જાતે પણ તમારી રીતે આવા સોંગ ગાઈ શકો છો. ટ્રાય કરો જેમ કે તારે કાળા ચશ્માં જોઈતા તા તો કેવું તું ને મને રે ….

આ રીતના ગુજરાતી ગીતો ઘણા પોપ્યુલર થાય છે, અને લગ્નમાં પણ આવા ગીતો ધૂમ મચાવે છે. તમને આવા ઘણા બધા ગીતો ઈન્ટરનેટ પણ જોવા મળી જશે. હિંદી ગીતોના મ્યુઝીક પર ગુજરાતી બોલ એક્દમ પરફેક્ટ રીતે ફીટ કરવા માટે અને લીરીક્સ લખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો તે બરબાદ સેટ ન થાય તો આખા ગીતની મજા બગડી જાય છે.

અને આ કામ માટે ઘણું ક્રિએટીવ મગજ પણ જોઈએ, તો જ તમે કોઈ ગીતના મ્યુઝીક પર બીજી ભાષાના શબ્દો ઉમેરી શકો છો. અને લોકો આવા ચેલેન્જીંગ કામ હાથમાં લઈને આપણા મનોરંજન માટે નવા નવા પ્રયત્નો કરતા રહે છે. આ કાલા ચશ્માંના ગુજરાતી વર્ઝનને જ લાખો લોકો જોઈ ચુક્યા છે. તમે પણ આજે આની મજા માણી લો.

વિડીયો

https://youtu.be/lJjzkL8b-AA

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.