કરશન ભાઈ સાગઠીયાએ MTV કોક સ્ટુડિયો ને આપણા ગુજરાતી લોકગીત થી ગજવી દીધું

rudi ne rangili

કરસન સાગઠીયા નાં અવાજ માં અને સલીમ સુલેમાન નાં મ્યુઝીક કમ્પોજીસન માં જુયો સહુ થી નીચે નો વિડીયો જેને MTV કોક સ્ટુડિયો દ્વારા બનાવાયો છે.

હે વાંસળી તારા મોટા ભાગ ,

ને રિયે કાના ને હાથ ,

અને અમે ગોપીયૂન , અમે આવી જોગન ગોપીયૂન ,

અ કોને રિયે કાના ની વાત .

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,

હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,

નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,

ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ

દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ

ના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી

કહે રાધે પ્યારી, હું બલિહારી… ગોકુળ આવો ગિરધારી

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો

હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ

રૂડી  ને  રંગીલી  રે  વાહલા  તારી  વાંસળી  રે  લોલ

વિડીયો