પીધેલનાં જોક્સ, જુઓ હસાવી હસાવીને લોટપોટ કરી દેતો જોરદાર કોમેડી વિડીયો

પીધેલનાં જોક્સ નીચે વિડીયો મુકેલો છે જે લેખના અંતમાં આવશે.

પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર

દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.

નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર

રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો…

સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર

ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ હીણાથી રિયા દૂર. પ્યાલો….

ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટિયા રે વરસત નિર્મળ નૂર

જે સમજ્યા સતગુરુની સાનમાં, ભર્યા રિયા ભરપૂર. પ્યાલો…..

ભીમ ભેટ્યા ને મારી ભે સરવે ભાંગી રે, હરદમ હાલ હજૂર

દાસી જીવણ સત ભીમના ચરણાં, પાયો તેને ચકનાચૂર. પ્યાલો

અમુક બીજા મજેદાર જોક્સ પણ વાંચતા જાવ.

જોક્સ : 1

એક વાર બે પીધેલા માણસ મુંબઈમાં તાજ હોટલની સામે ઉભા હતા.

એક કહે અરે માર આ તાજ હોટેલ ખરીદવી છે.

બીજો કહે, અરે તુ ચિંતા ના કર.

કોઈ મદદ જોઈએ તો હું બેઠો છું ને ભાઈ…

જોક્સ : 2

પપ્પૂએ બ્લ્ડ ટેસ્ટ કરાવ્યું.

પરિણામ આવ્યું A+.

પપ્પુ જોઈને નવાઈ પામ્યો અને બોલ્યો,

સફળતાતો મારા લોહીમાં દોડી રહી છે.

પણ ખબર નહી શાળામાં C શા માટે મળે છે?

જોક્સ : 3

એક ભઈએ મને પૂછ્યું, બેનો બ્યૂટી પાર્લર કેમ જાય?

તો મેં કીધું કે, એ ભાઈ… ગાડી જેમ જેમ જૂની થાય,

એ રીપેરિંગ માટે બહુ જાય.

જોક્સ : 4

એક વાર પપ્પુ સાસરે ગયો. તે ત્યાં નીચે બેસી ગયો.

એની સાસુ તરત જ બોલી, અરે ત્યાં નહી જમાઈરાજ અહીં સોફા પર બેસો.

એટલે પપ્પૂ બોલ્યો, ના ના. સોફા પર તો ગરીબ લોકો બેસે છે.

સાસુંએ આશ્ચર્ય સાથે પૂછ્યું, એટલે?

તમારા સોફાની કિંમત 25 હજાર છે અને આ પ્લોટની કિંમત 25 લાખ.

અમે કાંઈ ગરીબ થોડી છે કે સોફા પર બેસીએ.

સાસું કોમામાં છે.

જોક્સ : 5

એક મહિલા ખરીદારી કરવા મૉલમાં ગઈ.

કેશ કાઉંટર પર પેમેન્ટ કરવા માટે એણે પર્સ કાઢ્યું.

કાઉન્ટર પર ઉભેલા માણસે એ મહિલાના પર્સમાં ટીવીનો રિમોટ જોયું.

એનાથી રહેવાયું નહી, એટલે એણે પૂછ્યું,

બેન તમે ટીવીનું રિમોટ હંમેશા સાથે લઈને હાલો છો.

મહિલાએ કીધું, ના હંમેશા નહી.

આજે મારા પતિએ મારી સાથે શૉપિંગ કરવા આવવાની ના પાડી હતી.

તો હું તમિલ ચેનલ લગાવીને રીમોટ સાથે લઈ આવી.

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.