વાયરલ વિડીયો ”મુને એકલી જાણીને ક્હાને છેડી રે”, જુઓ જબરજસ્ત ગુજરાતી સોંગનો વિડીયો

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, સમયની સાથે સાથે જેમ હિંદી અને પંજાબી ગીતો વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે, એજ રીતે ગુજરાતી ગીતો પણ લોકપ્રિય થવા લાગ્યા છે. અને યુ-ટ્યુબ પર પણ તમને ઢગલા બંધ એવા ગુજરાતી ગીતો જોવા મળશે જેને લાખો લોકોએ પસંદ કર્યા હોય છે. અને આજે અમે તમારા માટે એવું જ એક ગુજરાતી ગીત લઈને આવ્યા છીએ.

આ ગીતનો વિડીયો ખુબ વાયરલ થયો હતો, અને લોકોને આ ગીતનો વિડીયો ખુબ પસંદ આવ્યો. એ ગીત છે હર્ષ પટેલ દ્વારા ગાવામાં આવેલું ”મુને એકલી જાણીને ક્હાને છેડી રે” ગીત. જાણકારી માટે જણાવી દઈએ કે, સહુ થી વધુ વાયરલ અને લોકપ્રિય થયેલો આ ગીતનો વિડીયો 64 લાખથી વધુ લોકોએ જોયો છે, અને હજી પણ લોકો આને જોઈને એન્જોય કરે છે. આ ગીતની થોડી કળીઓ નીચે લખવામાં આવી છે, અને એનો વિડીયો આ આર્ટીકલના અંતમાં મુકવામાં આવ્યો છે. જે તમે જોઈ શકો છો. આને તમે લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે

પછી કહી દઉં જશોદાના કાનમાં.

મારો મારગડો છોડીને હાલતો થા…

પછી કહી દઉં જશોદાના કાનમાં.

મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને

મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,

મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું…

પછી કહી દઉં જશોદાના કાનમાં.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

બેડલું લઇને હું તો સરોવર ગઇ’તી

પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,

મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી…

દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

SONG CREDITS :

Vocals – Harsh Patel

Guitars – Joseph Sebastian

Keys – Monark Goswami

Flute – Viren Mistry

Music Mixed & Arranged by – Janam Saraiya

Videography team – KS Khanwani Productions

Director – Sumeet . C. Khanwani

Associate – Prateek Bhanushali

DOP – Jigar Mistry

Editor – Dwij Trivedi

AD – Jayesh Mangnani

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.