જુયો સુપર ડુપર હીટ ટીમલી ડાંસ અને જાણો સુ છે આ ટીમલી

ટીમલી એ આદિવાસીઓમાં બોલાતો શબ્દ છે. જેનો અર્થ ટોળી, ટૂકડી, સમૂહ એવો થાય છે. આ એક પ્રાદેશિક શબ્દ હોવાથી મોટાભાગના શબ્દકોશમાં આ શબ્દ હોતો નથી.

અમો કાકા બાપાનાં પોરિયા અમો ટીમલીમાં રમીએ

જાનુડી નો લવ લેટર

લીલો રેડિયો ને પીડી સાયકલ સોળી … સાયકલ ની ટાંકોરિયે ભેળા થઇ સુ રે લોલ

ગુજરાતમાં લગનસિઝન પૂરબહારમાં ખીલી છે આ દરમિયાન તમે પણ કોઈ લગ્નમાં મહાલવાનો લ્હાવો લીધો હોય તો ટીમલી સોંગ્સ પરના ગ્રૂપ ડાન્સથી અજાણ નહીં જ હોવ.

દેશી ગીતો એટલે કે ટીમલીના ગીતોની લોકપ્રિયતા એટલી હદે છે કે તેણે અર્બન કે રૂરલના સીમાડા મીટાવી દીધા છે. શહેરમાં વસતા ધનિક, વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી કોઈના લગ્ન હોય કે સાવ અંતરિયાળ ગામમાં લગ્ન થતું હોય પણ ડીજે પર ટીમલીની ધમાલ હવે સર્વત્ર એકસરખી જોવા મળે છે.

લગ્નમાં આગલા દિવસે મહેંદી અને ગરબા-ડાન્સની ટ્રેડિશન કોમન થઈ ગઈ છે. આ સેલિબ્રેશનમાં ગરબા તો થાય છે જ પણ લોકો અસલી મજા તો ટિમલીના ડાન્સ પર લૂંટે છે.

ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ટિમલીના ગીત પર જે રીતે સ્ટેપ બાય સ્ટેપ ગ્રૂપ ડાન્સ પરફોર્મ થાય છે એ જોનાર અને રમનાર દરેકને મજા આવે તેવું હોય છે.

આ ટ્રેન્ડ છેલ્લાં 2-3 વર્ષથી શરૂ થયો છે. તમને યાદ હોય તો કાકા બાપાના પોરિયા, સનેડો લાલ લાલ સનેડો, ભાઈ ભાઈ વગેરે ગીતોથી લગ્ન હોય કે મહેફિલ પણ જ્યાં સુધી આ ગીતો પર ડાન્સ ના થાય ત્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય એવી પ્રથા શરૂ થઈ છે, એટલું જ નહીં આ ગીતો હવે ગરબા ગ્રાઉન્ડ સુધી પણ પહોંચી ગયા છે.

છેલ્લાં એક-બે વર્ષથી અર્બન ગુજરાતી ફિલ્મોનો વાયરો ફૂંકાયો છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે કોઈ ગીત હજી સુધી લોકહૈયે નથી ચઢ્યું. એની સરખામણીએ ગામડા નાં આ આલ્બમોનો અંદાજ ખૂબ નિરાળો છે.

અવનવાં ડ્રેસ સાથે અલગ જ પ્રકારનો ડાન્સ અને લોકબોલીના શબ્દો આવાં આલબમોનો ટ્રેડમાર્ક હોય છે. જોકે મુખ્ય બાબત આ ગીતોના શબ્દો છે. લોકજીવનમાં આવતા કાર્યો, સંબંધોને લોકબોલીમાં વણી લઈ શબ્દોની એવી જુગલબંદી રચાય છે કે ગ્રામ્ય પ્રજાને આ ગીત તેમનું પોતાનું લાગે છે, અંગત લાગે છે અને એટલા માટે જ તેઓ આ પ્રકારના ગીતો પસંદ કરે છે.

વળી, દરેક સિઝન, માહોલ, પ્રસંગ અને સંબંધને અનુલક્ષીને ગીતો જોવા મળે છે. ગુજરાતમાં લગ્નનો માહોલ હોય ત્યારે લગ્નગીત કમ ફટાણા ટાઈપના ગીતો ખૂબ પોપ્યુલર થાય છે.

ગ્રામ્ય ક્ષેત્રમાં આજે પણ એટલા માટે જ લગ્ન તેમજ ટીમલી, ગફૂલી અને દેશી ગીતોના આલબમ ખૂબ વેચાય છે. આ બહુ મોટી વાત છે કારણકે મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે જ્યાં ગીતો મફતમાં મળી જતાં હોય ત્યારે આલબમ સામાન્ય રીતે હવે વેચાતા નથી એવી ફરિયાદ આપણે કાયમ સાંભળતા હોઈએ છે.

આમ છતાં આ બધાં જ કલાકારોના આલબમ નિયમિત બહાર પડે છે અને એટલા જ પ્રમાણમાં વેચાય પણ છે. કેટલાક લોકો આવાં ગીતોની ગુણવત્તા વિશે નાકનું ટીચકું ચઢાવતાં હોય છે અને કેટલેક અંશે સાચી પણ છે છતાં નગ્ન સત્ય એ પણ છે કે ગ્રામ્ય ચાહકો તેના કલાકારો અને સંગીતને અર્બન પબ્લિકથી વધુ વફાદાર હોય છે અને આ આલબમોના વેચાણના આંકડા તે વાતને અનુમોદન કરે છે. જોકે સંગીત એ સંગીત છે, ચાહે અર્બન હોય કે રૂરલ જે તમારા આત્માને મોજ કરાવે એ ખરું સંગીત.

દેશી અને ટીમલી પ્રકારના ગીતોની ડિમાન્ડના કારણે એક અલગ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કેટલાંય નવા મ્યૂઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો ખૂલ્યાં છે. અનેક કલાકારોનું ભાગ્ય ખૂલી ગયું છે. વિક્રમ ઠાકોર, કમલેશ બારોટ, કિંજલ દવે, રાકેશ બારોટ, કવિતા દાસ, અમી પ્રજાપતી, અમીત પટેલ, જિજ્ઞેશ કવિરાજ, રણજીત નાડિયા, મયૂર નાડિયા, પ્રવિણ લૂની, અજય વાઘેશ્ર્વરી વગેરે જેવા અનેક કલાકારો છે જે દરેકના નામ અહીં લખવાં શક્ય નથી પણ આ કલાકારોના આલબમ, કાર્યક્રમો લોકપ્રિય થયા છે.

ફેશ્બુક અને યુટ્યુબ પર ૪૦ લાખ થી વધુ લોકોએ આ વિડીયો જોઈ છે

જુયો નીચે ગુજરાત નો ટીમલી ડાંસ વિડીયો લોડ થતા વાર લાગી શકે છે પણ અહી જ આ વિડીયો આવશે

વિડીયો 

https://www.facebook.com/gujaratimast/videos/1849419335297340/

વિડીયો