ગુલાબ જળના 12 ઉત્તમ ફાયદા જાણો અને જાણો સહેલાઈ થી ઘરે પણ બનાવી શકો, જરૂર વાંચો

ગુલાબ નામ સાંભળતા જ આપણી આસપાસ એક સુગંધિત વાતાવરણનો અહેસાહ થવા લાગે છે. ગુલાબ જળ તાજા તાજા ગુલાબના ફૂલોના પાંદડાઓમાંથી કાઢેલો કુદરતી રસ છે. ગુલાબ જળ આપણા શરીરને ખુબ જ ઠંડક આપનારો એક કુદરતી ઉપાય છે.

* આમ તો બજારમાં ગુલાબ જળ ખુબ આસાનીથી મળી જાય છે. પણ આ ગુલાબ જળ તમે કુદરતી રીતે જ ખુબ સરળતાથી તમારા ઘરમાં પણ બનાવી શકો છો. 8 થી 10 તાજા ગુલાબની પાંખડીઓને આશરે 15 થી 20 મિનીટ સુધી પાણીમાં ઉકાળો. ત્યાર પછી તેને આમ જ 5 થી 6 કલાક સુધી રહેવા દો. ઠંડો થાય એટલે ગાળી લો. તમે આ ગુલાબ જળને બોટલમાં ભરીને ફ્રીજમાં પણ રાખી શકો છો. તથા તેને લાંબા સમય સુધી ઉપયોગ પણ કરી શકો છો.

– ગુલાબ જળના ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક ગુણ છે. આવો આપણે આ ગુણો તરફ એક નજર નાખીએ :

(1) ઝુરીયા કરે છે ઓછી – એ એક કુદરતી સોંદર્ય પ્રસાધન છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી ત્વચા ને લગતી બધી સમસ્યાઓ દુર થઇ જાય છે. ચહેરા ઉપર આવેલી ઝુરીયા ઓછી થવા લાગે છે. ગુલાબ જળ ની મદદથી આપણે એક ખુબ જ સારી ફેસ પેક બનાવી શકીએ છીએ.

– 2 ચમચી લીંબુનો રસ

– 4 ચમચી ચંદન પાવડર કે મુલતાની માટી

– 2 થી 3 ચમચી ગુજબ જળ

* આ વસ્તુને મિક્ષ કરીને તમારા ચહેરા ઉપર લગાવો તથા 15 મિનીટ પછી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઈ લો. ચહેરા ઉપર રંગ નીખરવા લાગે છે તથા ચહેરો તાજગી ભરેલો જોવા મળે છે.

(2) સ્કીન ટેન થવાથી બચાવે છે.

ગુલાબજળ ને ઉપયોગમાં લેવાથી સનબર્ન (સ્કીન-ટેનિંગ) ની સમસ્યા પણ દુર થવા લાગે છે. જો તમે ધોમ ધખતા તાપમાં બહાર જતા પહેલા પોતાના શરીર ઉપર થોડું ગુલાબજળ લગાવો છો તો ઠંડકનો અહેસાસ થવા લાગે છે તથા આકરા તાપ ની તમારા શરીર ઉપર અસર નહી થાય.

(3) ખુબ તાપને કારણે થનારા માથાના દુખાવામાં રાહત અપાવે છે. – જો એમને ખુબ તડકામાં આવવા જવાથી માથાનો દુઃખાવો થાય છે તો એકદમ ઠંડા ગુલાબજળમાં પલાળેલ કપડું કે રૂમાલ માથા ઉપર 30 મિનીટ સુધી રાખવાથી માથાનો દુઃખાવો દુર થશે અને એક ઠંડકભરી રાહત મળવા લાગે.

(4) આંખોની નીચે કાળા ધબ્બાથી અપાવે છુટકારો – ઘણી વાર આંખો નીચે કાળા ધબ્બા થઇ જાય છે. જો આપણે રૂ ને ગુલાબજળમાં ડુબાડીને 10 મિનીટ સુધી આંખો ઉપર રાખીશું તો આ ડાઘ દુર થવા લાગશે.

(5) આંખોનો થાક દુર કરે છે – જો તમને આંખોમાં થાકનો અહેસાસ થાય છે કે આંખોમાં બળતરા થાય છે તો ગુલાબજળમાં પલાળેલ રૂ ના પૂમડાને આંખો ઉપર રાખીને ઠંડા પાણીથી આંખો ધોઈ લો. તરત આરામ મળવા લાગે છે.

(6) સારી ઊંઘ – જો તમે રાત્રે સુતા પહેલા ગુલાબજળના થોડા ટીપા આંખોમાં નાખો તો તમને આરામ મળે છે, તેમજ ઊંઘ પણ સારી આવે છે. આંખોની રોશની વધે છે અને આંખોમાં ચમક આવવા લાગે છે.

(7) ખીલ ફોડકીથી છુટકારો – તેના નિયમિત સેવનથી તમે ચહેરા ઉપર થતા ખીલ ફોડકી થી છુટકારો મેળવી શકો છો. તે આપણી ચામડીના કણ દુર કરે છે અને ત્વચાનું સોંદર્ય નિખારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

(8) એન્ટી-સેફટીક – આપણા શરીર ઉપર હમેશા ઘા થવા ને લીધે આપણે ને બળતરા થતી હોય છે. દાઝેલી ચામડી ઉપર હમેશા ઠંડુ ગુલાબજળ લગાવવાથી બળતરામાં ઘણો આરામ મળશે. ગુલાબજળ એક કુદરતી જંતુ નાશક હોવાને લીધે આપણા ઘા જલ્દી મટાડવા સરળતા રહે છે.

(9) મુલાયમ વાળ માટે – જો તમે રાત્રે સુતા પહેલા તમારા માથા ઉપર 5 થી 6 ચમચી ગુલાબજળ લગાવીને માલીશ કરો તથા સવારે વાળમાં શેમ્પુ લગાવી ધોઈ લો તો વાળમાં સુકાપણું ઓછું થવા લાગશે. ગુલાબજળ વાળ માટે એક ખુબ જ સારું કન્ડીશનર છે. તે વાળને મુલાયમ બનાવીને તેમાં ચમક લાવે છે.

(10) કાનનો દુઃખાવો – ગુલાબજળમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો પણ મેળવી શકાય છે. કાનમાં દુઃખાવો થાય તો થોડા ગુલાબજળના ટીપા નાખવાથી ઘણી રાહત મળે છે.

(11) ધાધર નું દર્દ – ગુલાબજળમાં થોડો લીંબુનો રસ ભેળવીને ધાધર ઉપર લગાવવાથી દર્દ ઠીક થવામાં મદદ મળે છે.

(12) મીઠાઈમાં ઉપયોગ – ગુલાબજળનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. ખુબ જ સુગંધિત હોવાને લીધે થોડા જ ટીપા પણ મીઠાઈમાં નાખીએ તો તેનો સ્વાદ ઘણો વધી જાય છે.


Posted

in

, ,

by