સુંદરતા જ નહિ આરોગ્યનો પણ ખજાનો છે ગુલાબ !!
કદાચ જ કોઈ એવા વ્યક્તિ હશે જેને ગુલાબ ન ગમતું હોય. એટલે કે આજે દર વર્ષમાં એક વ્યક્તિનું એવી પસંદગી કે ઈચ્છા રહે છે કે તે પોતાના ઘરમાં ગુલાબના ક્યારા લગાવે. રજવાડા વખતે રાજકુમારીઓ, મ્લ્લીકાઓ, રાણીઓ અને સુંદરીઓના સ્નાનાગારમાં ગુલાબ જળ ના ફુવારા ઉડાડતા ફુવારા લાગેલા રહેતા હતા. ગુલાબની પાંખડીઓમાંથી બનેલ પ્રવાહી શાહી સુંદરીઓનું મુખ્ય પ્રસાધન હતું. એટલે કે ગુલાબ વર્ષોથી પ્રસાધન અને સજાવટ સામગ્રી તરીકે તો ઉપયોગમાં લેવામાં આવે જ છે સાથે જ ઔષધીય ગુણોની ખાણ પણ છે. ગુલાબનો ઉપયોગ ઘણી બીમારીઓને ઠીક કરવા માટે ઉપયોગ થાય છે. આવો જાણીએ.
આંખોની જાળવણી
ગુલાબ જળ થાકેલી આંખોને તરત રાહત પૂરી પાડવામાં ખુબ અસરકારક હોય છે. આંખોમાં ગુલાબ જળના ઉપયોગથી આંખોમાં નવી ચમક આવે છે. અને તે સ્વસ્થ લાગે છે. જો તમે કોમ્પ્યુટર સામે ઘણો વધુ સમય પસાર કરો છો તો ગુલાબજળ તમારો મિત્ર સાબિત થઇ શકે છે.
એસ્ટ્રીજેન્ટ
ગુલાબના તેલમાં એસ્ટ્રીજેન્ટના અદ્દભુત ગુણ ને કારણે તે પેઢાં અને વાળના મૂળને મજબુત બનાવવામાં મદદ કરે છે. સાથે જ તે ત્વચાની જાળવણી, માંસપેશીઓ માં મજબુતી, આંતરડા અને રક્તવાહિનીઓમાં પણ મદદ કરે છે. ગુલાબના તેલનું રક્તવાહિનીઓ સાથે અનુબંધ હોવાને કારણે તે ઘા અને ઈજા થી નીકળતા લોહીના પ્રવાહને અટકાવવામાં ઘણી અસરકારક રહે છે.
ત્વચાની જાળવણી
ત્વચા માટે ફાયદાકારક વિસ્તૃત યાદી રજુ કરવાને કારણે ગુલાબ જળ ત્વચા ની જાળવણી માટે ઘણી જાણીતી છે. ગુલાબજળ ના ઉપયોગથી સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સર્વશ્રેષ્ઠ ટોનર પણ છે. ગુલાબજળમાં કુદરતી એસ્ટ્રીજેન્ટ હોવાથી તે એક સર્વશ્રેષ્ઠ ટોનર પણ છે. રોજ રાત્રે તેને ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ટાઈટ થાય છે. તે ત્વચાના પીએચ સંતુલન જાળવી રાખે છે. ખીલ દુર કરવામાં મદદ કરે છે અને બેક્ટેરિયા ના ચેપ થી ત્વચાનું રક્ષણ કરે છે.
વાળની જાળવણી
ગુલાબ જળનું એક બીજું આશ્ચર્યજનક આરોગ્ય લાભ છે તેમાં વાળની જાળવણી ના અસરકારક ગુણ હોય છે. વાળના મૂળમાં લોહીના સર્ક્યુલેશન માં સુધારો કરે છે જેથી વાળને સ્વસ્થ વિકાસ માં મદદ મળે છે. તે ઉપરાંત તે વાળને મજબુત અને લચીલા બનાવવા માટે એક અસરકારક અને કુદરતી કન્ડીશનર પણ છે.
ગુલાબ જળ નાં ફાયદા ને ઉપયોગ જાણવા ક્લિક કરો >>> ગુલાબ જળના 12 ઉત્તમ ફાયદા જાણો અને જાણો સહેલાઈ થી ઘરે પણ બનાવી શકો, જરૂર વાંચો
એંટીડેપ્રેસેંટ
આમ તો ગુલાબ તમારા ચહેરા ઉપર સુંદર સ્મિત લાવી શકે છે, પણ તેનું તેલ પણ ઓછું નથી. તેનું તેલ આત્મવિસ્વાસ અને માનસિક શાંતિ વધારી શકે છે. ગુલાબનું તેલ અવસાદ અને ચિંતા સામે લડવામાં મદદ કરે છે. આ ગુલાબનું તેલ અવસાદને ઓછો કરવા માટે એક અસરકારક ઉપાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે સકારાત્મક વિચારો અને ભાવનાઓને આહ્વાન કરે છે.
ગુલાબના ફળ
ગુલાબના ફળ વિટામીન એ, બિ ૩, સી ડી અને ઈ થી ભરપુર હોય છે. તેમાં વધુ પ્રમાણમાં વિટામીન સી ને લીધે ડાયરિયા ના ઈલાજ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ગુલાબના ફળમાં ફ્લવોનોઈડસ, બાયોફ્લવોનોઈડસ, સીટ્રીક એસીડ, ફ્રુક્ટોઝ, મેલિક એસીડ, તેનીન અને જીંક પણ હોય છે.
એન્ટી ફલોજીસ્ટીક (સોજો ઓછો કરવા વાળા)
તાવ આવવાથી અટકાવવા પણ ગુલાબનું તેલનો એક બીજો આરોગ્ય લાભ છે. તેમાં રહેલ એન્ટી ઈમ્ફ્લેમેટરી તત્વ શુક્ષ્મ જીવાણું ચેપ ને કારણે સોજો, રસાયણ, અપચો અને નીર્જલિ કરણ ને ઓછું કરવામાં મદદ કરે છે.
હર્બલ ચા
ગુલાબજળ નો ઉપયોગ એક હર્બલ ચા તરીકે કરવામાં આવે છે. તે પેટના રોગો અને મૂત્રાશયમાં થતા ચેપ ને દુર કરવામાં કામ આવે છે. હર્બલ ગુલાબ જળ ચા એક શાંત પ્રભાવ પૂરી પાડે છે. આ સુખદાયક ચાના ઘૂંટડા તમે ક્યારે પણ ભરી શકો છો તે તમને આરામનો અનુભવ કરાવવામાં મદદ કરશે.
એન્ટીસેફટીક
ઘા ના ઈલાજ માટે ગુલાબ નું તેલ ઘણો સારો ઉપાય છે. ગુલાબના તેલમાં રહેલ એન્ટીસેફટીક ગુણ ઘા ને ભરે છે અને તેની સુગંધથી તમને રાહતનો અનુભવ થાય છે. ઘા ઉપર ગુલાબનું તેલના ઉપયોગથી સેફટીક બનવા અને ચેપના ફેલાવાથી બચવામાં મદદ મળે છે.
ગુલાબ થી બનતા ગુલકંદ વિષે જાણવા ક્લિક કરો >>>> જાણો રોજ બે ચમચી ગુલકંદ નું સેવન કરવાથી આપણે કેટલી બીમારીઓથી મુક્ત થઇ શકીએ છીએ.