આજકાલ બધા લોકો સુંદર દેખાવા માંગે છે, બધા લોકો ઈચ્છે છે કે તેમનો ચેહરો સારો અને સુંદર દેખાય. સુંદર ચેહરાની સાથે સાથે સુંદર અને ગુલાબી હોઠોનું હોવું પણ જરૂરી છે.
ચહેરાની સુંદરતામાં હોઠોનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. કેટલીક મહિલાઓના હોઠોનો રંગ ઘણો કાળો હોય છે જે તેમની સુંદરતામાં અવરોધ રૂપ બને છે. કેટલીક મહિલાઓ તેમના હોઠોને ગુલાબી બનાવવા માટે કેટલીક કોસ્મેટિક પ્રોડકટ્સનો ઉપયોગ કરતી હોય છે.
જેનાથી કેટલાક સમય માટે તો હોઠોનો રંગ ગુલાબી દેખાડી શકાય છે, પરંતુ હંમેશા માટે નહિ. આવી પરિસ્થિતિમાં કેટલાક ઘરેલુ નુસ્ખા કામ આવે છે. જો તમે પણ તમારા હોઠોને કુદરતી ગુલાબી અને સુંદર બનાવવા માંગતા હોય તો આ ઘારેલું નુસખા ને અજમાવી જુઓ.
- લીંબુનો રસ
લીંબુ ખાલી ચેહરાની સુંદરતા જ વધારતો નથી પરંતુ હોઠોની કાળાશ પણ દૂર કરે છે. હોઠોને કુદરતી રીતે ગુલાબી બનાવે છે. દરરોજ રાત્રે સુતા પેહલા પોતાના હોઠો પર લીંબુનો રસ લગાવો. આ ઉપચારને ઓછામાં ઓછા બે મહિના સુધી ટ્રાય કરો. તેનાથી ઘણો ફાયદો થશે.
- બીટરૂટનો રસ
બીટમાં લાલ રંગ પ્રાકૃતિક રૂપમાં હાજર હોય છે.બીટરૂટનો રસ હોઠો પર લગાવો. તેનાથી હોઠોની કાળાશ દૂર થશે અને હોઠોને કુદરતી ગુલાબી રંગ મળશે.
- નારંગી
જો તમારા હોઠ ડ્રાય અને કાળા છે તો તેના પર નારંગી કે સંતરા ઘસો. તેનાથી હોઠ મુલાયમ અને સુંદર થશે. આ પ્રક્રિયાનો ઉપયોગ દરરોજ કરો. તેનાથી ઘણો ફાયદો થતો જોવા મળશે.
- નારિયેળનું તેલ
નારિયેળ ચામડીની ઘણી સમસ્યા દૂર કરે છે, તેમાં હોઠોનું કાળા પડવું દૂર કરવાનો કુદરતી ગુણ હોય છે. નારિયેળના તેલમાં કાકડી અને લીંબુનો રસ ભેળવીને હોઠો પર લગાવો. તેનાથી હોઠોનું કાળું પડવું બેન્ડ થશે.
- હળદરનો પાવડર
હળદરના પાવડરમાં થોડી મલાઈ ભેળવીને હોઠો પર લગાવો. તેનાથી હોઠોની કાળાશ દૂર થશે. આ પ્રક્રિયાને અઢવાડિયામાં બે વાર ઉપયોગ કરવો.
- દાડમના દાણા
દાડમના દાણાને સારી રીતે પીસી દો. પછી તેમાં મલાઈ નાખી ને હોઠો પર લગાવો. આ ઉપાયને કેટલાક દિવસ વાપરો. તેનાથી ઘણો ફાયદો થતો દેખાશે.
- ગ્લિસરીન
રાત્રે સુતા પહેલા ગ્લિસરીનમાં ગુલાબ જળ અને કેસરને ભેળવીને હોઠો પર લગાવો. તેનાથી પણ હોઠોનું કાળું પડવું દૂર થશે અને તે મુલાયમ થશે.