ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ થી સલમાન ખાન એક નવા શિખર ઉપર પહોંચી ગયા હતા. આ ફિલ્મથી એમના હીટ ફિલ્મી કેરિયરની શરૂઆત થઇ હતી.
રાજશ્રી પ્રોડક્શનમાં બનેલ આ ફિલ્મે સલમાન ખાનને રાતો રાત સ્ટાર બનાવી દીધો હતો. પણ તે સમયે એક કલાકાર એવો પણ હતો જે લગભગ સલમાન સાથે બનેલ દરેક ફિલ્મમાં જોવા મળતો હતો. આ કલાકાર બીજો કોઈ સામાન્ય કલાકાર ન હતો. આ કલાકારનો સબંધ બોલીવુડની ઘણી મોટી વ્યક્તિઓ સાથે હતો. આ લાજવાબ કલાકારનું નામ હતું મોહનીશ બહલ.
મોહનીશ પણ સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માં જોવા મળ્યો હતો. ત્યાર પછી તેમણે સલમાન સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોહનીશે સલમાન સાથે હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે અને જય હો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. મોહનીશ પણ ઘણી હીટ ફિલ્મોમાં જોવા મળેલ છે. જોવામાં આવે તો તેના ફાળે પણ ઘણી સુપર હીટ ફિલ્મો છે. પણ તમને જાણીને અફસોસ થશે કે હાલના દિવસોમાં મોહનીશ ઘણી જ મુશ્કેલી માંથી પસાર થઇ રહેલ છે.
‘જય હો’ માં જોવા મળેલ હતા :
મોહનીશ બહલએ દર્શકોને ઘણી ઉત્તમ અને હીટ ફિલ્મો આપેલ છે. તે છેલ્લા બે દશકાથી લોકોને મનોરંજન આપતા આવ્યા છે. આટલી હીટ ફિલ્મો આપવા છતાંપણ આજે તેમની પાસે કામની ઉણપ છે. આપણે બધાને છેલ્લી વાર સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’ માં જોવા મળેલ હતા. ત્યાર પછીથી તે કોઈ ફિલ્મમાં જોવા મળેલ નથી.
મળ્યો દર્શકોનો ભરપુર પ્રેમ :
મોહનીશ બહલ કોઈપણ ભૂમિકાને પોતાની બનાવીને ભજવે છે. પછી ભલે અભિનેતા, સાથી અભિનેતા કે પછી વિલનની પણ ભૂમિકા કેમ ન હોય, તે બધી ભૂમિકામાં એકદમ ઢળી જાય છે. ફિલ્મ ‘હમ આપકે હે કોન’ અને ‘હમ સાથ સાથ હે’ માં મોહનીશ બહલ દ્વારા નિભાવેલ ભૂમિકાને લોકો આજે પણ યાદ કરે છે. મોહનીશ બહલ બોલીવુડમાંથી દરેક મોટા કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. તેમણે સલમાન ખાન ઉપરાંત આમીર ખાન, શાહરૂખ ખાન, અજય દેવગણ અને ગોવિંદા સાથે કામ કર્યુ છે.
કામની છે ઉણપ :
ઘણી ફિલ્મોમાં તો મોહનીશ બહલ વિલનની ભૂમિકામાં પણ જોવા મળેલ છે. વિલન તરીકે પણ દર્શકોએ તેમના ઉત્તમ અભિનયને વખાણેલ છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારને આજે કામની ઉણપ છે. એક સમાચાર એજન્સીને મોહનીશ બહલએ કહ્યું હતું, કે તે પડદાથી દુર થવાની યોજના નથી બનાવી રહ્યા, પણ ઉદ્યોગ તેને તેનાથી દુર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જોઈએ તેવું કામ ન મળવાના લીધે પણ તે કામ નથી કરી શકતા.
નુતનના દીકરા છે મોહનીશ બહલ :
અમે તમને જણાવી દઈએ કે મોહનીશ બહલ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી નુતનના દીકરા છે. તે બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલના માસીયાયી ભાઈ છે. મોહનીશ બહલનો જન્મ ૧૪ ઓગસ્ટ ૧૯૬૧ માં થયેલ હતો. તેમણે શરુઆતનો અભ્યાસ મુંબઈથી પૂર્ણ કર્યો છે. તેના લગ્ન એકતા બહલ સાથે થયા છે અને મોહનીશ બહલનેબે દીકરીઓ પણ છે.