જે ગુપ્ત રાખે છે આ 3 વાતો, તે જ છે બુદ્ધિમાન, દરેક પુરુષ માટે વાંચવો જરૂરી છે આ લેખ.

આપણે બધાએ ચાણક્યના સિદ્ધાંતો વિષે ઘણું સાભળ્યું અને વાચ્યું જ હશે. તે સૌથી વિદ્વાન બ્રાહ્મણ હતા. જે દરબારમાં પોતાના રાજાને એકથી એક ચડીયાતા સિદ્ધાંતો બતાવતા અને તેને માર્ગદર્શન આપતા હતા. ચાણક્ય એ પોતાના ગ્રંથમાં ઘણા સિદ્ધાંતો લખ્યા અને આ સિદ્ધાંતોને અપનાવવા વાળા લોકોનું જીવ એક રીતે વધુ યોગ્ય બને છે. જીવન જીવવા માટે તેમણે ઘણા બધા સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. પરંતુ થોડા એવા સિદ્ધાંત હતા. જેને તેમણે પુરુષો માટે લખ્યા હતા. તે માંથી એક આ સિદ્ધાંત પણ હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ જે ખાનગી રાખે આ ૩ વાતો, એ વાતને તેમણે જણાવી કે આ સિદ્ધાંત ને દરેક પુરુષે વાચી ને પોતાના જીવનમાં ઉતારી લેવો જોઈએ. એમ કરવાથી જ પુરુષે ક્યારે પણ કોઈ સામે નમવું નહિ પડે અને તે પોતાના જીવનમાં હંમેશા સફળતા જ પ્રાપ્ત કરે છે.

બુદ્ધિશાળી વ્યક્તિ જે ખાનગી રાખે આ ૩ વાતો :-

આ પુરુષ ભલે કેટલા પણ નબળા હોય પરંતુ તે ક્યારે પણ દેખાતા નથી કે તે શારીરિક કે પછી માનસિક રીતે થોડા પણ નબળા છે. આ કહાની દરેક પુરુષ ની છે. પરંતુ જો કોઈ પુરુષ પોતાના જીવન માં આ ત્રણ વાતો ને બધા થી ખાનગી રાખે ત્યારે તે ન તો શારીરિક રીતે નબળો બનશે પરંતુ બુદ્ધિશાળી પુરુષ પણ કહેવાશે. આવો જણાવીએ કઈ છે એ ૩ વાતો.

૧. સ્ત્રીનું ચરિત્ર છુપાવવું જોઈએ. :-

તમારી પત્નીનું ચરિત્ર જેવું પણ હોય પરંતુ તમારે તેને કોઈને પણ ન બતાવવું જોઈએ, જો તમે તમારી પત્ની ની સાથે સુખી જીવન જીવવા માગો છો? તો તેનું સારું કે ખરાબ ચરિત્ર કોઈ ને ન કહેવું અને તેની સાથે મળી ને જ રહો. જો તેનું ચરિત્ર ખરાબ પણ છે. તો તમે પોતે તેને સારું કરવાનો પ્રયાસ કરો પરંતુ કોઈને કહેવાની ભૂલ, ભૂલથી પણ ન કરો.

૨. તમારી આવકની જાણકારી કોઈને ન આપો :-

જેવી રીતે એક મહિલાની ઉંમર કોઈ એ પૂછવી ન જોઈએ બસ એવી જ રીતે એક પુરુષની આવકને ક્યારે પણ કોઈએ ન પૂછવી જોઈએ. પછી તે વધુ કમાય કે પછી ઓછું પરંતુ તમારે પોતે તમારી આવક વિષે કોઈને પૂરી માહિતી ન જણાવવી જોઈએ નહિ. નહિ તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેવી કે તમારા નજીકનો મિત્ર કે સંબંધી તમારી પાસે પૈસા માગશે અને આપણને એના વ્યવહારની ખબર હોવા છતાં આપણી આવક તે જાણતો હોવાથી આપણે એને પૈસા આપવાની ના પાડી શકીએ નહિ અને એ પૈસા આપ્યા પછી આપણને જરૂર હોય ત્યારે મળે નહિ તો પછી કરવું શું?

૩. વેપારમાં નુકશાન કોઈને ન બતાવો :-

જો તમને તમારા વેપારમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયું છે. તો તેની ચુકવણી તમારે ભોગવવી પડી રહી છે છતાં પણ તેના વિષે કોઈને પણ ન બતાવવું જોઈએ. તમારા બિજનેશમાં નુકશાન થઇ રહ્યું છે. તો તમે તેની એ વાત ની ચર્ચા ન કોઈ સબંધી ને કરો અને ન તો કોઈ મિત્ર ને જણાવો. કેમ કે જો તમે એમ કરશો અને તમારે તેની મદદ જોઈએ તો તે મદદ કરવાથી સ્પષ્ટ ના જ કહી દેશે.

તમને આ ત્રણ માંથી ૧) સ્ત્રીનું ચરિત્ર છુપાવું, ૨) આવકની જાણકારી છુપાવી. ૩) વેપારનું નુકશાન છુપાવું. માંથી કઈ વાત વધુ ગમી? અને બની શકે કે આ વાત વર્તમાન સમયમાં લાગુ પડતી ના પણ હોય તો તમે અપનો કીમતી અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને હા, જો ત્રણે બાબત સાથે તમે સહમત હો, તો લાઇક અને બીજાને શેયર કરવાનું ના ભૂલાય, ૨૬મી જાન્યુઆરીની શુભકામના, જય હિન્દ.