12 વર્ષ પછી 4 નવેમ્બરના રોજ ધનુ રાશિમાં ગુરુનો પ્રવેશ, આ રાશિના લોકોને મળશે લાભ

દેવગુરુ બ્રહસ્પતિ લગભગ 12 વર્ષો પછી પાંચ 5 નવેમ્બરની સવારે 5 વાગ્યાને 17 મિનિટ પર પોતાની રાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યા છે. આ એક સદીમાં લગભગ 8 વખત ધનુ રાશિની પરિક્રમા કરે છે. ગુરુ ધનુ રાશિમાં ગોચર થી ‘હંસ’ યોગ બની રહ્યો છે. ધનુ અને મીન રાશિનો સ્વામી ગુરુ પુનર્વસુ, વિશાખા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રોનો સ્વામી છે. કર્ક રાશિ આટલી ઉચ્ચ અને મકર રાશિ નીચ સંજ્ઞક કહેવામાં આવી છે.

જે રાશિઓની જન્મકુંડળીમાં ગુરુ ધનુ રાશિમાં થઈને કેન્દ્ર કે ત્રિકોણમાં થશે તેમના માટે ‘હંસ’ યોગ શ્રેષ્ઠતમ ફળદાયી રહશે. વૈદક જ્યોતિષમાં બ્રહસ્પિતને સૌથી વધારે શુભ અને શીઘ્રફળદાયી ગ્રહ માનવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં દ્રિતીય, પંચમ, નવમ અને એકદશ ભાવના કારક હોય છે. આનું ધનુ રાશિમાં જવું બધી રાશિઓ માટે કેવું રહશે તેનું જ્યોતિશીય વિશ્લેષણ કરે છે.

મેષ રાશિ :

તમારા ભાગ્યભાવમાં બ્રહસ્પતિ(ગુરુ)નું ગોચર કોઈ વરદાનથી ઓછું નથી. ભાગ્ય વૃદ્ધિ, વિદેશ યાત્રાના યોગ, તીર્થ યાત્રા અને દુનિયાભરના આનંદ મળશે. આમની અમૃતદ્રષ્ટિ તમારા શરીર, શિક્ષા અને જ્ઞાન પર પડી રહી છે એટલે સ્વાસ્થ્ય સારું રહશે. શિક્ષા પ્રતિયોગિતાઓમાં સફળતા અને સંતાનના દાયિત્વ પુરા થશે. પરાક્રમ ભાવ પર પડી રહેલી આમની મારક દ્રષ્ટિ કંઈક આળસુ બનાવી શકે છે એટલે આળસથી બચજો.

વૃષભ :

તમારા અષ્ટમી ભાવમાં અષ્ટભાવમાં બૃહસ્પતિનું જવું સ્વાસ્થ્ય માટે થોડું પ્રતિકૂળ તો થઇ શકે છે પરંતુ, માન સમ્માનની દ્રષ્ટિથી ઉત્તમ રહશે. આમની દ્રષ્ટિ વ્યયભાવ પર પણ પડી શકે છે. એટલા માટે ખર્ચ વધારે થશે. ધન ભાવ પર પણ એમની દ્રષ્ટિ ફળસ્વરૂપ રોકાયેલા નાણાં આવશે. અચલ સંપત્તિની ખરીદી કરી શકો છો. સુખ ભાવ પર અમૃત દ્રષ્ટિ મકાન વાહનના ખરીદીનો યોગ બની રહ્યો છે શીઘ્ર લાભ થશે.

મિથુન રાશિ :

મિથુન રાશિ માટે સપ્તમ ભાવમાં ગુરુનો હંસ યોગ બનવો પણ વરદાનની જેમ છે. લગ્ન સંબંધિત વાતો પણ સફળ રહશે, વેપારના ક્ષેત્રમાં ઉન્નતિ અને નવી નોકરીમાં પ્રમોશનના અવસર આવશે. જો તમે સરકારી સર્વિસ માટે આવેદન કરવા માંગો છો તો શુભ રહશે તમે આનો લાભ ઉઠાવી શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહશે, ફાયદાના માર્ગો સરળ થશે, બધી સમજી વિચારેલ રણનીતિ કારગર સિદ્ધ થશે.

કર્ક રાશિ :

કર્ક રાશિ વાળાઓ માટે શત્રુ ભાવમાં ગુરુનું હોવું મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્ય સારું રહશે, દેવાથી મુક્તિ મળશે પરંતુ ગુપ્ત શત્રુ વધી શકે છે એટલું ધ્યાન રાખો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠા સંબંધ બનાવી રાખો. આમની અમૃત દ્રષ્ટિ તમારા કર્મભાવ પર છે છેવટે નોકરીમાં પ્રમોશન અથવા નવા કરારની પ્રાપ્તિના યોગ બનશે. ધન ભાવ પર દ્રષ્ટિ પારિવારિક વાતાવરણ સુખી રહશે.

સિંહ રાશિ :

તમારું મૂળત્રિકોણ ગુરનું જવાનું પણ વરદાનની જેમ છે. તમારી મોટી સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સમસ્યા ઓમાં કમી આવશે, શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મળશે. કોઈ પણ પ્રતિયોગિતામાં બેસવા માંગો છો તો આ સમય લાભ ઉઠાવવા વાળો છે. ભાગ્ય ભાવ પર અમૃત દ્રષ્ટિ ભાગ્યવૃદ્ધિ અને વિદેશ યાત્રાના યોગ બનાવી રહ્યા છે, તીર્થયાત્રાનો પણ આનંદ માણશો, લગ્ન પર પણ દ્રષ્ટિ સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.

કન્યા રાશિ :

કન્યા રાશિ વાળાઓ માટે ચતુર્થભાવમાં બૃહસ્પતિનું જવાનું મકાન વાહનની ખરીદારીનો યોગ બનાવવાની સાથે સમાજમાં માન-પ્રતિષ્ઠાની ભાવનામાં વૃદ્ધિ થશે. ગુરુની આયુભાવ પર દ્રષ્ટિ સ્વાસ્થ્ય માટે સારી રહશે. કર્મભાવ પર દ્રષ્ટિ કાર્યક્ષેત્રમાં ઉન્નતિના દરવાજા ખોલી નાખશે, છેવટે પોતાની ઉર્જા શક્તિનો ભરપૂર ઉપયોગ કરતા કાર્યમાં લાગ્યા રહો તો સફળ થવાથી કોઈ રોકી શકશે નહિ.

તુલા રાશિ :

તમારા પરાક્રમ ભાવમાં ગુરુનું જવું અને ભાગ્યભાવ પર મારક દૃષ્ટિ નાખવી તમારા કામમાં થોડી અડચણ ઉભી કરશે, સાથે એને ધીરે ધીરે સફળ બનાવશે. નોકરીમાં પ્રગતિ અથવા નવા કોન્ટ્રાકટની પ્રાપ્તિ પણ થશે પણ વિલંબ સાથે. પણ વ્યાપાર પર ગુરુની દૃષ્ટિથી તે ઉત્તમ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા અને લગ્નના યોગ બનશે. આય ભાવમાં એમની અમૃત દૃષ્ટિ લાભના માર્ગ દેખાડશે.

વૃશ્ચિક રાશિ :

તમારા ધનભાવમાં ગુરુનું પોતાની જ રાશિ ધનુમાં આવવું આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ તો બનાવશે જ, સાથે સાથે કોઈ મોંઘી વસ્તુની ખરીદી પણ કરાવશે. શત્રુ ભાવ અને આયુ ભાવ આંખના સ્વાસ્થ્ય માટે થોડો પ્રતિકૂળ થઈ શકે છે એનું ધ્યાન રાખો. કર્મભાવ પર અમૃતદૃષ્ટિ કાર્યક્ષેત્રના વિસ્તાર માટે ઉત્તમ છે. આવકના સાધન વધશે. ગયેલું ધન પાછું આવવાના સંકેત છે.

ધનુ રાશિ :

ગુરુનું પોતાની જ રાશિમાં આવીને ‘હંસ’ યોગનું નિર્માણ કરવું અતિ શુભ રહેશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર તો થશે જ સાથે અધિકાર પણ વધશે. નોકરીમાં પ્રમોશન તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાન સંબંધી ચિંતાથી પણ મુક્તિ મળશે. શિક્ષણમાં લાભ, લગ્નના યોગ અને ભાગ્ય વૃદ્ધિની દૃષ્ટિએ આ યોગ અતિ ઉત્તમ છે. માંગલિક કાર્યોને પુરા કરાવશો.

મકર રાશિ :

તમારા માટે ગુરુનું વ્યય ભાવમાં આવવું મિશ્રિત ફળ આપશે, જ્યાં એક તરફ તમે વધેલા ખર્ચથી પરેશાન રહેશો, તો બીજી તરફ મોટા સામાજિક કામ કરીને યશ પણ પ્રાપ્ત કરશો. ગુરુનું વ્યય ભાવમાં સ્વગ્રહી થવું આવનારી પરેશાનીઓથી મુક્તિ મેળવવાના દ્વાર ખોલશે, એટલે તમારે સંયમ બનાવી રાખવો પડશે. ચોથાભાવ પર અમૃતદૃષ્ટિથી મકાન વાહનની ખરીદીના યોગ બનશે, માનસિક સુખ મળશે.

કુંભ રાશિ :

તમારા લાભભાવમાં ગુરુનું આવવું ઘણી રીતે સારું રહેશે, પણ ધ્યાન રહે કે જો ઈમાનદારીથી કમાયેલુ ધન નહિ હોય તો તે જ ધન બમણું ગુમાવસો. એટલે ઈમાનદારી અને નિયતિનું વિશેષ ધ્યાન રાખો. વિદ્યાર્થીવર્ગ માટે પાંચમા ભાવ પર દૃષ્ટિ શિક્ષણના ક્ષેત્રમાં સારી રહેશે. ભણવામાં આળસ ન કરવી. સાતમા ભાવ પર અમૃત દૃષ્ટિ દાંપત્ય જીવનમાં મધુરતા કાર્ય વ્યાપારમાં પ્રગતિના યોગ બનાવશે.

મીન રાશિ :

તમારા કર્મભાવમાં ગુરુનું આવવું અત્યંત શુભ ફળદાયી યોગ બનાવશે, જેના ફળ સ્વરૂપ કાર્ય વ્યાપારમાં પ્રગતિના માર્ગ ખુલશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મધુર સંબંધ બનશે. ઘનભાવ પર ગુરુની અમૃત દૃષ્ટિ આર્થિક તંગીને દૂર કરશે. કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરી શકો છો. ચોથા ભાવ પર મારકદૃષ્ટિ થોડી માનસિક પરશાની વધારી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગુપ્ત શત્રુઓથી બચો.