ગુરુની કૃપાથી આવનારા 28 દિવસ સુધી આ રાશિઓ વાળા રહેશે તકલીફોથી દુર, ઉજવશે ઉત્સવ.

દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી આ રાશિવાળાની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો બીજા કેવા લાભ થશે?

જ્યોતિષમાં ગુરુ ગ્રહ (બૃહસ્પતિ) ને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાન, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધી વગેરેના કારક ગ્રહ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે.

આ સમયે ગુરુ મકર રાશિમાં બિરાજમાન છે. ગુરુ 20 નવેમ્બર સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યાર પછી ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ગુરુ મકર રાશિમાં રહીને કેટલીક રાશિઓ ઉપર વિશેષ કૃપા કરી રહ્યા છે. આવો જાણીએ ગુરુની કૃપાથી આવનારા દિવસો કઈ રાશિઓ માટે શુભ રહેવાના છે.

મિથુન રાશિ :

મિથુન રાશિ વાળાના અટકેલા કામ પુરા થઇ શકે છે.

કાર્યક્ષેત્રમાં માન સન્માન મળશે.

પ્રવાસથી લાભ મળવાના યોગ ઉભા થશે.

આવકમાં વૃદ્ધી થઇ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રસંશા કરવામાં આવશે.

કાર્યોમાં સફળતા મળશે.

નોકરી અને ધંધા માટે સમય શુભ છે.

કર્ક રાશિ :

કર્ક રાશિ વાળા ઉપર ગુરુની શુભ અસર પડશે.

તે દરમિયાન તમને નોકરીમાં પ્રગતી મળવાના યોગ ઉભા થશે.

માન સન્માનમાં વૃદ્ધી થઇ શકે છે.

વાહનની ખરીદી કરી શકો છો.

આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

દાંપત્ય જીવન સુખમય રહેશે.

કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરશો.

લેવડ દેવડથી લાભ થશે.

ધનુ રાશિ :

ધનુ રાશિ વાળાને નોકરી સંબંધે શુભ સમાચાર મળી શકે છે.

આવકમાં વૃદ્ધીથી પૈસા સંબંધી તકલીફો દુર થઇ શકે છે.

જીવનસાથી સાથે સમય પસાર કરશો, જેનાથી લગ્નજીવન આનંદમય રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી રહેવાનો.

આ સમય દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.

આરોગ્ય સારું રહેશે.

મીન રાશિ :

મીન રાશિ વાળાને શુભ પરિણામ મળશે.

તે દરમિયાન તમને નોકરીમાં પ્રગતિના યોગ ઉભા થશે.

નવા કામની શરુઆત કરી શકો છો.

વેપારીઓને નફો થઇ શકે છે.

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

ધન લાભ થશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબુત બનશે.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ કહી શકાય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ સાચી અને સચોટ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.