દૈત્ય ગુરુ શુક્રાચાર્યની 5 ટિપ્સ જે જીવનમાં દરેલ સમયે આવશે તમને કામ. જાણીને સમજી લેવી જરૂરી છે.

દૈત્ય ગુરુ શુક્રાચાર્યની 5 ટીપ્સ જે જીવનના દરેક વખતે આવશે દરેક ને કામ.

દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઘણા ચતુર અને બુદ્ધિશાળી હતા. તેમણે એવા નિયમો બનાવ્યા કે જે માણસને વ્યવહારિક જીવનમાં કામ આવે.

દેવતાઓમાં ગુરુ બ્રૂહસ્પતી છે, તો દેત્યોના શુક્રાચાર્ય. બન્ને જ ભગવાન બ્રહ્માના વંશજ છે. આમ તો દેત્યોની કોઈ વાત સારી ન હતી પણ દેત્યગુરુ શુક્રાચાર્ય એક ઉત્તમ મેનેજમેન્ટ ગુરુ હતા. તેમણે એક નિયમ ગ્રંથની રચના પણ કરી હતી જેને શુક્ર નિયમના નામથી ઓળખવામાં આવે છે. તેમણે ઓછા શબ્દોમાં ઘણા કામની વાતો કહેલ છે. શુક્રાચાર્ય એ પોતાના નિયમોમાં જે જણાવેલ છે તે આજે પણ આપણા જીવન ઉપર એવું જ લાગુ પડે છે.

આ છે દેત્ય ગુરુ શુક્રાચાર્યના પાંચ નિયમો જેનાથી આપણેને ઉત્તમ જીવનની પ્રેરણા મળે છે.

૧. કાલના વિચારો, પણ કાલ ઉપર ન છોડો.

શ્લોક – દીર્ઘદ્રષ્ટિ સદા ચ સ્યાતુ, ચીરકારી ભવેન્ન હી.

એટલે કે મનુષ્ય પોતાનું દરેક કામ આજની સાથે જ કાલને પણ ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, પણ આજનું કામ કાલ ઉપર ન છોડવું જોઈએ. દરેક કામ વર્તમાન સાથે સાથે ભવિષ્યની દ્રષ્ટિથી પણ વિચાર કરો, પણ કોઈપણ કામને આળસને કારણે કાલ ઉપર ન છોડો. દુરદર્શી બનો પણ દીર્ઘસુત્રી (આળસુ, કામ ટાળવા વાળા) નહી.

૨. વગર સમજ્યા વિચાર્યે કોઈને મિત્ર ન બનાવો.

શ્લોક – યૌ હી મિત્રમવીજ્ઞાય યાથાતથ્થેન મન્દથી:
મિત્રાર્થો યોજયત્યેનં તસ્ય સોર્થોવસોદતી:

એટલે કે મનુષ્ય કોઈપણને મિત્ર બનાવતા પહેલા થોડી વાતો ઉપર ધ્યાન આપવું ઘણું જ જરૂરી હોય છે. વગર સમજ્યા વિચાર્યે કે વિચાર કર્યે કોઈપણ સાથે મિત્રતા કરવું તમારા માટે નુકશાનકારક હોઈ શકે છે. મિત્રના ગુણ અવગુણ, તેની ટેવો તમામ આપણી ઉપર પણ એકદમ અસર કરે છે. તેથી ખરાબ વિચારો વાળા કે ખોટી ટેવ વાળા લોકો સાથે મિત્રતા કરવાથી દુર રહો. તમે પણ આવા કોઈ અનુભવ માંથી ચોક્કસ પસાર થયા હશો. આ વાત ગમે તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.

૩. કોઈપણ ઉપર હદથી વધુ વિશ્વાસ ન કરો :-

શ્લોક – નાત્યન્ત વિશ્વસેતુ ક્ચ્ચીદ વિશ્વસ્પમપી સર્વદા.

એટલે કે શુક્રાચાર્ય મુજબ ભલે કોઈ ઉપર આપણે કેટલો પણ વિશ્વાસ હોય, પણ તેની ઉપર વિશ્વાસની કોઈ મર્યાદા હોવી જોઈએ. કોઈપણ મનુષ્ય ઉપર આંખો બંધ કરીને કે હદથી વધુ વિશ્વાસ કરવો આપણા માટે ઘાતક સાબિત થઇ શકે છે. ઘણા લોકો તમારા વિશ્વાસનો ખોટો લાભ ઉઠાવીને નુકશાન પહોચાડી શકે છે. તેથી આ વાતનું ધ્યાન રાખો કે પોતાના વિશ્વાસુઓ ઉપર વિશ્વાસ જરૂર કરો પણ સાથે પોતાની પણ આંખો ખુલ્લી રાખો.

૪. ન કરવું અન્નનું અપમાન :-

શ્લોક – અન્ન ન નીન્ધાટ.

એટલે કે અન્નને દેવતા સમાન માનવામાં આવે છે. અન્ન દરેક મનુષ્યના જીવનનો આધાર હોય છે તેથી ધર્મ ગ્રંથોમાં અન્નનું અપમાન ન કરવાની વાત કરવામાં આવેલ છે. ઘણા લોકો પોતાનું મનપસંદ ખાવાનું ન બનવાથી અન્નનું અપમાન કરી દે છે, તે ઘણું જ ખરાબ ગણવામાં આવે છે. જેના ખરાબ રીતે ઘણી જાતના દુ:ખોનો સામનો કરવો પડી શકે છે. તેથી ધ્યાન રાખો કે કોઈપણ પરિસ્થિતિમાં અન્નનું અપમાન ન કરો.

૫. ધર્મ જ માણસને સન્માન આપાવે છે :-

શ્લોક – ધર્મનીતિપ્રો રાજા ચીર કીર્તિ સ ચાશ્રુતિ.

એટલે કે દરેકે પોતાના જીવનમાં ધર્મ અને ધર્મ ગ્રંથોનું સન્માન કરવું જોઈએ. જે માણસ પોતાની દિનચર્યાનો થોડો એવો સમય દેવ પૂજા અને ધર્મ દાન કર્મોમાં આપે છે તેને જીવનમાં તમામ કામોમાં સફળતા મળે છે. ધર્મનું સન્માન કરનારા મનુષ્યને સમાજ અને કુટુંબમાં ઘણું સન્માન મળે છે. તેથી ભૂલથી પણ ધર્મનું અપમાન ન કરો, ન તો એવું પાપ કર્મ કરવા વાળા મનુષ્યની મિત્રતા કરો.