ગુરુવારના દિવસે પરણિત મહિલાઓ કરે આ ત્રણ ઉપાય, વિવાહિત જીવન બની જશે ખુશહાલ.

મિત્રો, આજના બદલાતા જમાનામાં સંબંધોનું સ્વરૂપ પણ બદલાય ગયું છે. આજના જમાનામાં થોડી એવી ચૂક થવા પર સંબંધ તૂટવાની અણીએ પહોંચી જાય છે. પહેલાના જમાનામાં જ્યાં લોકો દરેક વસ્તુ સાથે સમાધાન કરીને પોતાના સંબંધને મહત્વ આપતા હતા, અને આખું જીવન સંબંધને સમર્પિત કરી દેતા હતા. ત્યાં આજના જમાનામાં નાની એવી તકરાર પણ સંબંધ તૂટવાનું કારણ બની જાય છે. ખાસ કરીને પતિ અને પત્નીના સંબંધમાં નાની અમથી ગેરસમજ પણ સંબંધમાં અંતર વધારી દે છે.

આજના બદલાતા જમાનામાં સંબંધને સાચવીને રાખવા સૌથી મોટી વાત છે. જો તમારા વિવાહિત જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે, તો પરેશાન થવાની જરૂર નથી. આ લેખ દ્વારા અમે તમને અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી વિવાહિત જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઇ જશે, અને તમારું વિવાહિત જીવન સુખી બની જશે. આવો જાણીએ એ ઉપાય કયા છે.

જો તમે ઈચ્છો છો કે તમારા અને તમારા પતિના સંબંધો વચ્ચે મધુરતા બની રહે, તો એના માટે ગુરુવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરીને માતા રાણીની પૂજા કરો. પૂજા શરુ કરતા પહેલા એક કંકુની ડબ્બી લો અને એને માતા રાણીની મૂર્તિ સામે મુકો. હવે ઘી ના 2 દીવા પ્રગટાવો, એમાંથી એક દીવો કંકુની ડબ્બી પાસે મુકો અને બીજા દીવાથી માતાની આરતી કરો.

હવે તમે આરતીની વિધિ સમાપ્ત થયા પછી, માતા રાણી અને કંકુની ડબ્બીને આરતી આપ્યા પછી, પોતે આરતી લો. ત્યારબાદ એ કંકુની ડબ્બી માંથી માથા પર કંકુ લગાવો. આ વિધિને મહિનામાં ઓછામાં ઓછા એક ગુરુવારે જરૂર કરવી જોઈએ. એવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહે છે. સાથે જ સંબંધ પણ મધુર થઇ જશે. એના ફળ સ્વરૂપ તમારું વિવાહિત જીવન સુખી થાય છે.

વિવાહિત જીવનને સફળ બનાવવા માટે, ગુરુવારના દિવસે જો તમે કોઈ બ્રાહ્મણ દંપતીને અથવા કોઈ ભિખારી દંપતીને ભોજન કરાવો છો, અને દક્ષિણા સ્વરૂપ એમને પૈસા આપો છો, તો આ ઉપાય કરવાથી સંબંધોમાં મધુરતા આવે છે.

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતાનો દિવસ છે, એવામાં જો તમે ગુરુવારના દિવસે સત્યનારાયણની કથાનો પાઠ કરાવો છો, તો એ પણ તમારા પરિવારમાં સુખ અને શાંતિ બનાવી રાખવા માટે ઘણું કારગર હોય છે. સત્યનારાયણની કથા થવાથી ન ફક્ત ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે, પરંતુ એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જે ન ફક્ત તમારા વિવાહિત જીવનને ખુશહાલ બનાવે છે, પણ આખા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ પણ બને છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.