ગુરુવારના દિવસે રાખો વિશેષ ધ્યાન, વિષ્ણુજીની કૃપાથી મળશે ધન લાભ, દુ:ખ થશે દુર.

હંમેશા તમે લોકોને જોયા હશે કે તમે લોકો તમારા જીવનમાં ધન કમાવા માટે સખત મહેનત કરો છો, પરંતુ તમારી મહેનતનો કોઈ ફાયદો નથી મળી શકતો એટલી સખ્ત મહેનત કરવા છતાં પણ તમને જરૂરી ધનની પ્રાપ્તિ નથી થઇ શકતી અને ન તો તમને માન સન્માન મળે છે. તે ઉપરાંત તમારે ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. જો તમે તમારી તકલીફોથી છુટકારો મેળવવા માગો છો?

તો જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે થોડા એવા કાર્ય જણાવેલા છે, જેની ઉપર જો ધ્યાન આપવામાં આવે તો તેનાથી માણસને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, જેમ કે તમે બધા લોકો જાણો છો, ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુજીનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે તમે નાની નાની વાતો ઉપર ધ્યાન રાખીને તમારા ખરાબ નસીબને દુર કરી શકો છો, ગુરુને ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે, જો તમે આ દિવસે થોડા ઉપાય કરો છો અને થોડી વાતો ઉપર ધ્યાન આપો છો, તો તેનાથી તમારા જીવનમાં ક્યારે પણ ધનની ખામી નહિ રહે તેની સાથે જ તમે તમારી તમામ તકલીફો માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો.

આજે અમે તમને ગુરુવારના દિવસે ક્યા કાર્યો કરવા જોઈએ અને ક્યા કાર્ય ન કરવા જોઈએ તેના વિષે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ ગુરુવારના દિવસે ક્યા કાર્ય કરવા :-

1) જો તમે ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને ભગવાન વિષ્ણુજી સામે ઘીનો દીવડો પ્રગટાવો છો અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો છો, તો તેનાથી તમને સારું ફળ મળે છે.

2) તમે ગુરુવારના દિવસે પીળી વસ્તુ દાન કરો, તમે પીળી વસ્તુઓમાં સોનું, હળદર, ચણા, ફળ વગેરેનું દાન કરી શકો છો એમ કરવાથી ભગવાન વિષ્ણુજીની કૃપા હંમેશા તમારી ઉપર જળવાયેલી રહે છે.

3) તમે ગુરવારના દિવસે ગુરુને સફેદ ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેની અંદર કેસર ભેળવીને માથા ઉપર લેપ કે ચાંદલો કરો, તમે આ દિવસે હળદર કે ગીરોચનનો ચાંદલો પણ કરી શકો છો, તેનાથી તમારા જીવનની તમામ તકલીફો દુર થાય છે.

4) જો તમે ગુરુવારના દિવસે ભગવાન શિવજીને બેસનના લાડુનો ભોગ ચડાવો છો અને તે દિવસે ભોજનમાં પીળી વસ્તુનો જ ઉપયોગ કરો છો, તો તેનાથી તમારા જીવનના દુ:ખ દુર થાય છે અને તમારા જીવનમાં ક્યારે પણ ધનની ખોટ નથી રહેતી.

5) જો તમે ગુરુવારના દિવસે કેળા દાન કરો છો અને સવારે કેળાના વૃક્ષ ઉપર પાણી ચડાવો છો અને સાંજના સમયે દીવડો પ્રગટાવો છો, તો તેમાંથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે.

આવો જાણીએ ગુરવારના દિવસે ક્યા કર્યો ન કરવા જોઈએ :-

1) તમે ગુરવારના દિવસે તમારા ઘરની બહેન દીકરીઓને ભૂલથી પણ વિદાય ન કરો.

2) એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે પણ કોઈ પણ દેણું ન કરવું જોઈએ અને ન તો કોઈને કરજ આપવું જોઈએ.

3) તમે ગુરુવારના દિવસે તમારા વાળ, નખ ન કાપો અને તે દિવસે ઘર ધોવું કે કપડા ન ધોવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે.

કેટલીક અગોચર શક્તિ પણ કામ કરતી હોવાથી ઉપરની બાબતો પણ આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવતી હોય છે. જેનું ધ્યાન રાખતા આવી અગોચર શક્તિ આપણું નુકશાન ના કરતા આપણને ફાયદો કરતી હોય છે. તો ખાસ લાઇક અને શેયર કરશો. જય હિન્દ…