હાં, ભગવાનને મારી મદદ કરી, હિમાલયમાં નિયુક્ત ARMY મેજરે સંભળાવી આખી વાત.

એક મેજરના નેતૃત્વ હેઠળ 15 જવાનોની એક ટુકડી હિમાલયના પોતાના રસ્તા પર હતી. તેમણે ઉપર પર્વત પર ક્યાંક આવનારા ત્રણ મહિના માટે બીજી ટુકડીની જગ્યાએ હાજર થવાનું હતું. દુર્ગમ સ્થાન, ઠંડી અને બરફવર્ષાએ ચડાણની મુશ્કેલી ઘણી વધારી દીધી હતી. અતિશય ઠંડીમાં મેજરે વિચાર્યુ કે જો તેમને અહીયા એક કપ ચા મળી જાય તો આગળ વધવાની શક્તિ આવી જાય. પણ રાત્રીનો સમય હતો આસપાસ કોઈ વસ્તી પણ ન હતી.

લગભગ એક કલાકની ચડાણ કર્યા પછી તેમને એક ખંડેર ચાની દુકાન જોવા મળી. પણ અફસોસ તેના ઉપર તાળું લાગેલું હતું. અતિશય ભૂખ અને થાકને કારણે અને જવાનોના આગ્રહને કારણે મેજર સાહેબ દુકાનનું તાળું તોડવા માટે તૈયાર થઇ ગયા. છેવટે તાળું તૂટી ગયું તો અંદર તેમને ચા બનાવવા માટે બધી વસ્તુ મળી ગઈ. જવાનોએ ચા બનાવી સાથે જ ત્યાં રાખેલા બિસ્કીટ વગેરે ખાઈને રાહત અનુભવી. થાક ઉતર્યા પછી તે બધા લોકો આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા. પણ મેજર સાહેબને આ રીતે ચોરોની જેમ દુકાનનું તાલી તોડવાને કારણ આત્મગ્લાનીનો અનુભવ થઇ રહ્યો હતો.

તેમણે પોતાના પર્સમાંથી એક હજારની નોટ કાઢી અને ખાંડના ડબ્બાની નીચે દબાવીને મૂકી દીધી. તથા દુકાનનું શટર સરખી રીતે બંધ કરાવીને આગળ વધી ગયા. તેથી મેજરની આત્મગ્લાની થોડા અંશ સુધી ઓછી થઇ ગઈ, અને ટુકડી પોતાના મંતવ્યની તરફ વધવા લાગી. ત્યાં પહેલાથી આવેલી ટુકડી તેમની રાહ જોઈ રહી હતી. આ ટુકડીએ આગળની ટુકડી પાસેથી આવનારા ત્રણ મહિના માટેનો ચાર્જ લીધો અને પોતાની ડ્યુટી પર હાજર થઇ ગયા.

ત્રણ મહિના પછી આ ટુકડીના બધા 15 જવાન કુશળતા પૂર્વક પોતાના મેજરના નેતૃત્વ હેઠળ તે જ રસ્તેથી પાછા આવી રહ્યા હતા. તેઓ રસ્તામાં તે જ ચાની દુકાનને ખુલ્લી જોઇને ત્યાં જ વિશ્રામ કરવા માટે રોકાઈ ગયા. તે દુકાનના માલિક એક ઘરડા ચા વાળા હતા, જે એક સાથે આટલા ગ્રાહક જોઇને ખુશ થઇ ગયા અને તેમના માટે ચા બનાવવા લાગ્યા. ચા ની ચુસ્કીઓ અને બીસ્કીટો વચ્ચે તે ઘરડા ચા વાળાને તેના જીવનના અનુભવ પૂછવા લાગ્યા. ખાસ કરીને આટલી ભીડમાં દુકાન ચલાવવા વિષે. એ ઘરડા વ્યક્તિ તેમને ઘણી વાર્તાઓ સંભળાવતા રહ્યા અને સાથે જ ભગવાનનો આભાર માનતા રહ્યા.

ત્યારે જ એક જવાન બોલ્યો “બાબા તમે ભગવાનમાં આટલું માનો છો, તો જો ભગવાન ખરેખર હોત તો પછી તેમણે તમને આટલી ખરાબ સ્થિતિમાં કેમ રાખ્યા છે.” બાબા બોલ્યા, “નાં સાહેબ એવું ના કહેવાય. ભગવાન તો છે અને હકીકતમાં છે …. મેં જોયા છે.” છેલ્લું વાક્ય સાંભળીને બધા જવાન કુતુહલથી ઘરડાની તરફ જોવા લાગ્યા. એ ઘરડા કાકા બોલ્યા, સાહેબ હું ખુબ જ તકલીફમાં હતો. એક દિવસ મારા એકમાત્ર પુત્રને આતંકવાદીઓએ પકડી લીધો હતો. તેમણે તેને ખુબ માર માર્યો પણ તેની પાસે કોઈ જાણકારી નહોતી, તેથી તેમણે તેને મારીને છોડી દિધો. હું દુકાન બંધ કરીને તેને હોસ્પિટલ લઇ ગયો. હું ખુબ તંગીમાં હતો સાહેબ અને આતંકવાદીઓના ડરથી કોઈએ ઉધાર પણ ન આપ્યું.

મારી પાસે દવાઓના પૈસા પણ નહોતા અને મને કોઈ આશા જોવા મળતી ન હતી. તે રાત્રે સાહેબ હું ખુબ રોયો અને મેં ભગવાનને પ્રાર્થના કરી અને મદદ માંગી અને સાહેબ…. તે રાત્રે ભગવાન મારી દુકાનમાં પોતે આવ્યા. હું સવારે મારી દુકાન પર પહોચ્યો તાળું તૂટેલું જોઇને મને લાગ્યું કે મારી પાસે જે કાઈ પણ થોડું ઘણું હતું તે બધું લુટાઈ ગયું. હું દુકાનમાં ગયો તો જોયું 1000 રૂપિયાની નોટ, ખાંડના ડબ્બાની નીચે ભગવાને મારા માટે મૂકી હતી.

સાહેબ….. તે દિવસે એક હજારની નોટની કિંમત મારા માટે શું હતી, કદાચ હું એનું વર્ણન નહી કરી શકું… પણ ભગવાન છે સાહેબ…. ભગવાન તો છે. ઘરડા કાકા પોતાની અંદર જ બડબડયા. ભગવાનના હોવાનો આત્મવિશ્વાસ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સાંભળીને ત્યાં સ્તબ્ધતા છવાઈ ગઈ. પંદર જોડી આંખો મેજરની તરફ જોઈ રહી હતી, જેની આંખમાં તેમને પોતાના માટે સ્પષ્ટ આદેશ હતો ચુપ રહો. મેજર સાહેબ ઉઠ્યા, ચાનું બીલ રજુ કર્યુ અને ઘરડા ચા વાળાને ગળે લગાવતા બોલ્યા “હા બાબા હું જાણું છું ભગવાન છે. અને તમારી ચા પણ સરસ હતી.” મિત્રો સચ્ચાઈ એ છે કે ભગવાન તમને ક્યારે કોઈનો ભગવાન બનાવીને ક્યાય મોકલી દે તે તમે પોતે પણ નથી જાણતા. આર્ટીકલ પસંદ આવ્યો તો શેયર જરૂર કરો.