નથી સુધરી ભારતીય લોકોની આદતો, સ્ટાર્ટઅપમાંથી ચોરી લીધી આ વસ્તુઓ, જાણો શું કર્યું?

ભારતીય ટ્રેનોમાંથી હંમેશા એવી ઘટના સામે આવતી રહે છે કે, ક્યારેક કપ ચોરી થઈ ગયો, શીટ અથવા ચાદર ચોરી થઈ ગઈ હોય. પણ હવે આવી એક ઘટના સામે આવી છે, જ્યાં લોકોએ એક કંપનીના વાહનોને ચૂનો લગાવી દીધો છે.

હકીકતમાં, બેંગલુરુની બાઈક રેંટલ કંપની બાઉંસે એક એવી સુવિધા શરુ કરી હતી, જેના અંતર્ગત લોકો ભાડેથી બાઈક લઈ જાય છે અને તેઓ તેને પોતે ચલાવીને ક્યાંક આવ-જા કરી શકે છે. પણ લોકો તે જ બાઈકને ક્ષતિગ્રસ્ત કરી દે છે.

લોકો તે બાઈક સાથે આપવામાં આવતા હેલમેટ પોતાની સાથે લઈ જાય છે, તો સાથે જ તેના કવર, પૈડાં અને બેટરી પણ કાઢી લે છે. ક્યાંક-ક્યાંક બાઈક ભંગાર હાલતમાં પડેલી મળી ચુકી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં દેખાઈ રહ્યું છે કે, પીળા અને લાલ રંગની બાઈકો અલગ-અલગ જગ્યાઓ પર પડેલી છે. અમુક બાઈકના ટાયર ચોરી થઈ ગયા છે, તો કોઈના હેલમેટ ચોરી થઈ ગયા છે.

બાઉંસ નામની આ કંપની પોતાના ગ્રાહકોને બાઈક ચલાવવા અને તેને પાર્ક કરવાની પરવાનગી આપે છે. બેંગલોરમાં મોટી સંખ્યામાં બાઉંસ બાઈક ઉપલબ્ધ છે, પણ તેમના આ ફોટા વાયરલ થઈ રહ્યા છે.

ચકિત કરવા વાળી વાત તો એ છે કે, બાઈક્સના જે પાર્ટ ચોરવામાં આવ્યા છે, તે લોકો પાસે દેખાઈ પણ રહ્યા છે. ઉપયોગકર્તા ચોરી કરેલા પીળા હેલમેટનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.

જો કે આ પહેલો મામલો નથી જયારે લોકો જાહેરમાં ચોરી કરી રહ્યા છે, ઘણી એવી બાઈક અથવા સાયકલિંગ રેંટલ કંપનીઓ છે, જેમણે આવા નુકશાન સહન કરવા પડે છે.

ફોટાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તો ભારતમાં આવા બિઝનેસ અને તેમની સફળતા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આરીતે તો આ બિઝનેસ સફળ થવાથી રહ્યો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.