એક SMS મોકલીને હૈક કરી શકાય છે તમારો સ્માર્ટ ફોન, આવી રીતે રહો સતર્ક

જો તમે પણ એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર છો, તો તમારે થોડા વધારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ફક્ત એક મેસેજ દ્વારા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનને હેક કરી શકાય છે. હવે સવાલ એ છે કે, એક એસએમએસ મારફતે કોઈ એન્ડ્રોઈડ સ્માર્ટફોનને કઈ રીતે હેક કરી શકાય? તો આવો જાણીએ કે એવા મેસેજને કઈ રીતે ઓળખી શકાય.

સિક્યોરિટી રિસર્ચર્સનું માનીએ તો એ 95% એન્ડ્રોઈડ સ્માર્ટફોનને એક મેસેજ મારફતે હેક કરી શકાય છે, જે એન્ડ્રોઈડના 2.2 અથવા 5.1 વર્ઝન પર કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે એન્ડ્રોઈડનું 5.1 વર્ઝન લોલીપોપ છે. તેમજ હવે ગૂગલે 9 મુ વર્ઝન એન્ડ્રોઈડ પાઈ 9.0 લોન્ચ કરી દીધું છે.

શોધકર્તા અનુસાર 5.1 સુધીના એન્ડ્રોઈડ વર્ઝનમાં એક ખામી છે. જેનો ફાયદો ઉઠાવીને કોઈ પણ ફોનને હેક કરી શકાય છે. ખાસ વાત એ છે કે એન્ડ્રોઈડ વર્ઝન 5.1 પર ચાલતા ટેબલેટને પણ હેક કરી શકાય છે. આવો જણાવીએ કઈ રીતે હેક કરવામાં આવે છે ફોન.

હકીકતમાં એન્ડ્રોઈડ ફોનમાં એક સોફ્ટવેયર હોય છે જેનું નામ “Stagefright” છે. અને એની મદદથી મલ્ટીમીડિયા ફાઈલને ઓપન અને પ્લે કરવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સોફ્ટવેયર દ્વારા એમએમએસ એટલે કે મલ્ટી મીડિયા મેસેજ પણ ઓપન થાય છે.

એવામાં જો કોઈ હેકર પાસે તમારો મોબાઈલ નંબર છે, તો તે તમને એક એમએમએસ મોકલીને તમારો ફોન હેક કરી શકે છે. એવામાં તમારા માટે જરૂરી છે કે તમે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક વાળા મેસેજ અથવા એમએમએસ પર ક્લિક ન કરો. જો કે આજકાલ લોન્ચ થવા પહેલા બધા સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઓરિયો 8.0, 8.1 અથવા 9.0 મળી રહ્યું છે. એવામાં જો તમારા ફોનમાં એન્ડ્રોઈડનું વર્ઝન 5.1 કરતા ઉપરનું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.