એક્ટિવા લેવાનું પડ્યું ભારે, વાંચો આ ભાઈ સાથે કેવી રીતે ઠગાઈ થઈ ગઈ.

અપના અડ્ડા ફેસબુક ગ્રૂપમાં નર્શી મહેશ્વરી દ્વારા કરવામાં આવેલ પોસ્ટ :

અપના અડ્ડા ના (સાઇબર ક્રાઇમ )ના જાણકારો અને ઓનલાઇન ફ્રોડ થતાં હોય એના જાણકારો આપને વિનંતી કરું છું કોઈ મને મદદ કરી શકો?? તો આપનો આભાર,

તારીખ 13/06/2021 ના રોજ હું ફેસબૂક પર સેકંડ હેન્ડ હોન્ડા એક્ટિવા માટે સર્ચ કરી રહ્યો હતો. મારા બજેટ પ્રમાણે તો ઘણા બધા વિકલ્પો સર્ચ કરવાથી ગુજરાત અને ગુજરાત બહારથી જોવા મળ્યા.

તે દરમિયાન હું કચ્છ નો રહેવાસી હોવાથી મારા જિલ્લાની અંદર મળે તેવી શોધ કરી તો ફેસબૂક મેસેન્જર પર GJ 12 8907 હોન્ડા એક્ટિવા ની જાહેરાત જોઈએ, જે ની કિંમત Rs.26500/- તેથી મે તે બાબત inquiry કરી મોબાઈલ નંબર (#+91 93391 87266) (#+91 88221 41919)

ઉપર જણાવ્યા પ્રમાણે મળ્યા (ફોટો સ્ક્રીન મુકૂ છુ કૉમેન્ટમાં) નામ ભાવેશ ભાઈ છે, હોંડાં એક્ટિવા કલર ગ્રે નંબર પ્લેટ કચ્છ GJ-12EA-08907 વાત પરથી હિન્દી ભાષી લાગ્યો, ગાડીના ફોટો અને પાન કાર્ડ, આધાર કાર્ડ R.C બૂક દેખાડી આરસી બુક પર ભાવેશ ભાઈ સર્લી ભીઠ ભુજ કચ્છ પૂરા સરનામુ લખેલ હતો.

પછી મે એમને પૂછ્યું કે કેવી રીતે વેચાણ કરવું છે.

તેણે કહ્યુ હું બરોડા આર્મી ક્વાટરમાં છું, મે આર્મી canteen માંથી લીધી છે બે વર્ષ વાપરેલ છે. મને પૈસાની જરૂર હોય વેચવી છે. Rs. 26500 માં. શરૂઆત માં કહું કે તમો બધો પેમેન્ટ કરો હું તમારા જણાવેલ એડ્રેસ પર મોકલી આપીશ. મે ના પાડી અને એને મે કહ્યું કેશ ઓન ડિલિવરી કરો મને મારા એડ્રેસ પર મળશે, એટલે હું રિસિવ કરીને તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરીશ.

એણે મને વિશ્વાસમાં લેવા તમામ ડોક્યુમેન્ટ પ્રમાણિત છે આરસી બૂક, સમાર્ટ કાર્ડ પણ દેખાડ્યો. છતાંય મને વિશ્વાસ ના બેઠો.

મે પડતું મૂકી દીધો, એણે રાતે ફરી ફોન કર્યો( રેકોર્ડિંગ છે) મે કહ્યુ સવારે વાત…ફોન મૂકી દીધો.

સવારે ફરી ફોન કર્યો અને આજીજી કરી, તેથી મે કહ્યું હું તમને અત્યારે Rs.1000/- મોકલું છું.

અને બાકીના હોન્ડા એક્ટિવા GJ 12 EA 8907 મને ડિલિવરી મારા સરનામે આવશે, ત્યારે હું રીસવ કરીશ ત્યારે બાકીની રકમ તારા ખાતામાં નાખી દઈશ.

તેણે વિડિઓ કોલ કર્યો ત્યારે મને વિશ્વાસ બેઠો પણ વિડિયો કોલમાં એના શબ્દો અને વિડિયો મેચ નોહતા થતાં…તેમાં એકરૂપતા નોહતી લાગતી!!

તેણે વળી ફોન કર્યો કે આપ મને ટ્રાન્સપોર્ટ ખર્ચ પેટે Rs.1000 નહિ પણ Rs.3000/- મોકલો બાકીના Rs.3000 હું જોડીને Rs.6000 ટ્રાન્સપોર્ટ ખર્ચ કરીને તમારા જણાવેલ એડ્રેસ પર આવતી કાલ સુંધી મોકલી આપૂ છુ. અને તમને તેની રિસિપ્ત મોકલું છું.

તેથી મે તેને તેના બેંક ખાતા નંબર

ભાવેશ ભાઈ :- 5221009810721

IFSC CODE :- BDBL0001230

BABDAN BANK

માં Rs.3000/- ટ્રાન્સફર કર્યો.

એણે મળી ગયા એવી પુષ્ટિ કરી..

બે કલાક પછી એને ફરી માંગણી કરી કે ભાઈ કે કેમ્પથી ગાડી બહાર કાઢવી, તેને માટે અને ટ્રાન્સપોર્ટ કરવા વધુ ખર્ચ થશે માટે આપ હજી રૂપિયા 4000 મોકલો.

તેથી મને શંકા ગઈ, કે આ ગઠિયો મારી કલાઈ કરી ગયો !! મે ચોખા શબ્દોમાં ના પાડી..કે હવે હું એક રૂપિયો પણ નહિ મોકલું તું ખરેખર સાચો હોય તો તારી હોન્ડા એક્ટિવા GJ 12 EA 8907 મારા સરનાને મોકલ.. નહિતર મારા Rs. 3000/- પરત કર.. નહિતર આ ત્રણ હજાર તને દીધા કોરોના કાળ છે બેરોજગારીમાં તારા કુટુંબનું પોષણ કરજે..

ગુનો મારો છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે…

હવે શું એના મોબાઇલ નંબર નંબરથી એને ટ્રેક કરી શકાય???

Rs. 3000/- માટે પોલીસ મથકે ચક્કર કાપવા વ્યેર્થ સમયને શક્તિ ગુમાવવી કે પછી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવી…

હોય કોઈ જાણકાર આગળ તજવીજ કરી શકાય તો જણાવ જો.. એના બન્ને નંબર એક્ટિવ છે.

+91 93391 87266

+91 98326 73272