શરીર અને હાડકાઓને મજબુત બનાવી દેશે આ પ્રયોગ ઉંચાઈ વધારવા થી લઇ ને જાણો ફાયદા

કેલ્શિયમ હાડકા અને દાંતની સંરચનામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકામાં અનેક રોગ થાય છે, મસલ્સ અને જકડાપણ આવવા લાગે છે. સાંધામાં દુઃખાવો થવા લાગે છે. કેલ્શિયમની ઉણપને લીધે શરીરમાં દુઃખાવો સતત થતો રહે છે. આવા અનેક રોગ કેલ્શિયમને કારણે થવા લાગે છે. મહિલાઓમાં આ એક સમસ્યા વધુ જોવા મળે છે.

આજે અમે તમને એક એવો નુસખો બતાવવા જઈ રહ્યા છીએ જેના પ્રયોગથી તમારી કેલ્શિયમની ઉણપ દુર થશે અને તમારા હાડકા મજબુત બની જશે. હળદર અને ચૂનો.

જરૂર સામગ્રી :

(1) આખી હળદર 1 કિલોગ્રામ

(2) બાળ્યાં વિના નો ચૂનો 2 કિલો નોંધ : બાળ્યાં વિનાનો એટલે જે દીવાલ ધોળવા વાપરવા માં આવે છે.

બનાવવાની રીત :

સૌથી પહેલા કોઈ માટીના વાસણમાં ચૂનો નાખી દો. હવે તેમાં એટલું પાણી નાખો કે ચૂનો પૂરો ડૂબી જાય. પાણી નાખતા જ તે ચુનામાં ઉભરા જેવું ઉઠશે. જયારે ચૂનો થોડો શાંત થી જાય તો તેમાં હળદર નાં આખા ગાંગડા નાખી દો અને તેને લાકડી ની મદદથી સારી રીતે મિક્સ કરી દો.

આ હળદરને લગભગ બે મહિના સુધી ચુનામાં પડી રહેવા દો. જયારે પાણી સુકાવા લાગે તો પાણી જરૂર ઉમેર્યા કરો કે તે સુકાઈ ન જાય.

બે મહિના પછી હળદરને કાઢીને સારી રીતે ધોઈ લો અને સુકવીને વાટી લો અને કોઈ કાંચના વાસણમાં મૂકી દો.

સેવન કરવાની વિધિ :

(1) પુખ્ત 3 ગ્રામ પ્રમાણે હુફાળા દુધમાં ભેળવીને દિવસમાં બે વખત નાસ્તો કે ભોજન પછી લો.

(2) બાળકો -1 થી 2 ગ્રામના પ્રમાણમાં હુફાળા દુધમાં ભેળવીને દિવસમાં બે વખત નાસ્તા કે ભોજન પછી લો.

લાભ

કુપોષણ, બીમારી કે ખાવા પીવામાં અનિયમિતતાને લીધે શરીરમાં આવેલ કેલ્શિયમની ઉણપ ખુબ જલ્દી દુર થાય છે અને શરીરમાં રહેતો દુઃખાવો ઠીક થઇ જાય છે.

આ દવા વધતા બાળકો માટે એક સારું બોન ટોનિક નું કામ કરે છે અને ઉચાઈ વધારવામાં ખુબ લાભદાયક છે તૂટેલા હાડકા ન સાંધી શકાતા હોય કે ગોઠણ અને કમરનો દુખાવો હોય તો બીજી દવાઓ સાથે આ હળદરનો પણ પ્રયોગ ખુબ સારું પરિણામ આપશે.

સાવધાની – જેને પથરીની તકલીફ હોય તેઓએ ન લેવું, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.