હળદર અને સરસીયા ના તેલ નું આ મિશ્રણ કોઈ ચમત્કારથી ઓછું નથી જાણો શું કરશે કામ

આજકાલની ભાગ દોડ વાળા જીવન માં સાચું ખાવા પીવાનું ન હોવાથી કે પછી જેવી તેવી વસ્તુ ખાવાથી ઘણી બીમારીઓ શરીરને જકડી લે છે. તેમાં કબજિયાત, ભૂખ ન લાગવી, અસ્થમા અને હ્રદય સાથે સબંધિત બીમારીઓ સામાન્ય હોય છે. આ બીમારીઓથી બચવા માટે તમે વધુ પૈસા ખર્ચ કરો છો તેમ છતાં પણ આરામ મળતો નથી તો આ વસ્તુ નું સેવન કરવું જોઈએ.

આયુર્વેદિકમાં હળદરને સારી એન્ટીબાયોટીકસ માનવામાં આવે છે. તેથી જ તે સ્કીન, પેટ અને શરીરના ઘણા રોગોમાં ઉપયોગમાં આવે છે. હળદરના છોડમાંથી મળી આવતી ગાંઠો જ નહી, પણ તેના પાંદડા પણ ખુબ ઉપયોગી હોય છે.

રસોડામાં રહેલા સરસીયાના તેલમાં એવી મહત્વની વસ્તુ છે જે તમને આ બધી જ તકલીફોમાંથી બચાવી શકે છે. કરવાનું માત્ર એટલું જ છે કે 2 મોટા ચમચા સરસિયાના તેલમાં એક મોટી ચમચી હળદર ભેળવીને ગરમ કરી લો. પછી તે ઠંડુ પડે એટલે ખાઈ લો. આવું અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરો. હળદર અને તેલ નો આ જાદુઈ નુસખો તમને આ બધી વસ્તુમાંથી રાહત અપાવશે.

* આ મિશ્રણના સેવન કરવાથી ફેફસા નું જકડાવાનું દુર થાય છે અને અસ્થમા થી રાહત મળે છે.

* જો કોઈને કબજિયાતની તકલીફ છે તો હળદર અને સરસીયાના તેલનું નિયમિત સેવન કરવું જોઈએ.

* હળદર અને સરસિયાના તેલના સેવનથી શારીરિક તકલીફોમાંથી છુટકારો મળે છે. આ બન્નેના મિશ્રણથી શારીરિક સોજા ને દુર કરવાના ગુણ ઉત્પન થાય છે.

* આ ઘરગથ્થું ઉપચાર થી શરીરમાં બનવા વાળા કેન્સરના સેલ્સ ફેલાઈ શકતા નથી કેમ કે તેમાં ફાઈટોન્યુટ્રીએટસ અને એન્ટીઓક્સીડેંટ વધુ પ્રમાણમાં મળી આવે છે.

* જે લોકોને ભૂખ લગતી નથી તેમણે હળદર અને તેલના મિશ્રણનું સેવન કરવું જોઈએ, શરીરમાં તેનાથી ખાવાનું પચાવનારા જુસ ખુબ ઝડપથી બને છે, જેના લીધે ભૂખ સારી લાગવા લાગે છે.

* હ્રદય માટે હળદર અને સરસીયા નું તેલ ખુબ ફાયદાકારક બની શકે છે. આ બન્ને વસ્તુ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં ખુબ મદદ કરનાર ગણવામાં આવે છે. તેનાથી હ્રદય સુધી લોહી પહોચવામાં સુધારો થાય છે.

હળદર વાળા દૂધ નાં પણ ઘણા ફાયદા છે. ગઠીયા દુર કરવામાં, ટોક્સીન્સ દુર કરવામાં, કીમોથેરોપીની ખરાબ અસરને ઓછી કરવામાં, કાનના દર્દમાં આરામ માટે, ચહેરો ચમકાવવામાં, બ્લડ સરક્યુંલેશન ઠીક કરવામાં, મોટાપો ઘટાડવામા , સ્કીન પ્રોબલેમમાં, લીવરને મજબુત બનાવવામા, અલ્સર ઠીક કરવામા, મહાવારીમાં થતા દર્દમાં રાહત મેળવવા, શરદી ખાંસી માં રામબાણ છે વધુ જાણકારી માટે ક્લિક કરો >>>> હળદરવાળું દૂધ પીવાથી દુર થાય છે આ 13 ભયંકર રોગો જેના કારણે તેને ગોલ્ડન મિલ્ક પણ કહે છે

ફેસબુક પર હેલ્થ, રાશી ભવિષ્ય, જાણવા જેવું, રસોઈ, વગેરે જેવા ટોપિક પર ખુબ સુંદર માહિતી સભર લેખ વાંચવા માટે અમારા ફેસબુક પેજ Gujarati Masti અને Gujju fan club જરૂર ફોલો, લાઈક, સેર અને કોમેન્ટ કરો. તમને માહિતી સભર લેખ મળતા રહેશે.