રોજ હળદર વાપરતા હોઈશું પણ શું તમે જાણો છો હળદરના આ ચકિત કરનારા ફાયદા?

હળદરનો ઉપયોગ આપણે ભોજનમાં કરતા આવી રહ્યા છીએ. જુના સમયથી જ હળદરને એક શુભ કામ માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલ છે. આયુર્વેદમાં હળદરને કુદરતી ઔષધી કહેવામાં આવે છે જે ઘણા રોગોમાં અસરકારક ઈલાજ કરે છે. હળદર કુદરતી એન્ટીબાયોટીક છે. તેથી તે પેટ અને ત્વચા ને લગતી બીમારીઓને મૂળમાંથી દુર કરે છે. હળદરને ધર્મિક કામ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે હળદરમાં છુપાયેલા આ ગુણો વિષે જે તમારા આરોગ્ય અને સોંદર્ય બન્ને માટે કેટલી ફાયદાકારક છે. હળદરમાં છુપાયેલા ગુણ આ પ્રકારે છે.

કેન્સરને અટકાવવામાં હળદરનો ઉપયોગ

કેન્સરથી બચવા અને કેન્સરની અસરને ઓછી કરવામાં હળદર એક અસરકારક દવાનું કામ કરે છે, ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીર માંથી કેન્સરની કોશિકાઓ દુર કરીને બહાર નીકળવા લાગે છે.

અલ્જાઈમર ને અટકાવે

હળદર મગજની અંદર પટ્ટીકાને builbup ને અટકાવવાનું કામ કરે છે, જેથી અલ્જાઈમર ને અટકાવવામાં મદદ મળે છે, હળદર દ્વારા મસ્તિકને પોષણ મળે છે.

મધુમેહના ઘા ને ભરે

ડાયાબીટીસ ના રોગીઓએ હળદરનું સેવન કોઈ ને કોઈ પ્રકારે જરૂર કરવું જોઈએ. હળદર ડાયાબીટીસ થી થતા ઘા ને જલ્દી જ ભરી દે છે.

ઈજા અને મોચ માં રાહત

ઈજા થવાથી ઘા બની જાય કે મોચ આવી ગઈ હોય તો તમે હળદરની પેસ્ટ બનાવીને તે ઈજા વાળા ભાગ ઉપર બાંધવાથી ઈજા વાળો ચેપ દુર થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી પણ ઈજા અંદરથી ઠીક થવા લાગે છે.

શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે

હળદર સંપૂર્ણ રીતે એન્ટી બાયોટીક હોય છે. તેથી તેના સેવન થી તમારા શરીરની પ્રતિકારક શક્તિ વધી જાય છે અને બીમારી થવાની શક્યતા ઓછી થાય છે. હળદર શરીરમાં ઉર્જા આપવા સાથે શરીરમાં લોહી ને સાફ રાખે છે.

આપે ખાંસીમાંથી રાહત

હળદર તમને ખાંસીમાંથી રાહત આપે છે. જો તમને ખાંસી છે તો તમે બજારમાંથી હળદર ની ગાંઠ લઇ શકો છો અને તેને નિયમિત ચુસવાથી તમારી ખાંસીની તકલીફ ઠીક થઇ શકે છે.

વધતી ઉંમર ને અટકાવે

હળદરમાં વધતી ઉંમરને અટકાવવાની શક્તિ હોય છે, તે તમારી વધતી ઉંમરની અસરની ખબર પણ પડવા દેતી. એક ના ચોથા ભાગની હળદરમાં કાચું દૂધ અને બેસન ભેળવીને પેસ્ટ તૈયાર કરો. અને તેને ચહેરા ઉપર સારી રીતે લગાવો. હવે થોડી વાર સુકાવા દો અને પછી ચહેરાને હળવા ગરમ પાણીથી ધોઈ લો.

કરચલી

ઉંમર વધવા સાથે જો કરચલી આવવા લાગે છે. તો તમે હળદર ખાવા ઉપરાંત તેની પેસ્ટને ચહેરા ઉપર લગાવો.

હળદર ની પેસ્ટ બનાવવાની રીત

કાચું દૂધ અને ટમેટા નું જ્યુસ અને હળદર ને એક સાથે ભેળવો અને તેની પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા ઉપર લગાવીને થોડી વાર માટે સુકાવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.

આંખોમાં કાળા કુંડાળા

એક ચમચી લીંબુનો રસ, બેસનની એક નાની ચમચી અને ત્મેતાનો રસ એક ચમચીને ભેળવીને તેની પેસ્ટ બનાવો પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર ૧૦ મિનીટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો આંખો ના કાળા કુંડાળા દુર થઇ જશે.

દરેક રોગની દવા છે હળદર

હળદરમાં રહેલ ગુણ દરેક પ્રકારના રોગ માંથી રાહત આપે છે. રોગ ભલે કાન નો હોય જે પછી ગઠીયા નો હોય કે માથાના દુખાવા આ હળદર શરીરમાં લોહીનો સંચાર ઠીક કરે છે અને દર્દને ઓછો કરે છે.

આપે શરદી જુકામમાં રાહત

જો શરદી અને જુકામ થી નાક બંધ થઇ જાય છે તો હળદર વાળું મધ અને કાળા મરી ભેળવીને સેવન કરો.

વજન ઘટાડે

હળદર ના ઉપયોગ કરવાથી વજનને નીયંત્રીત કરી શકાય છે. હળદર શરીરમાં જમા થયેલ ચરબીને ઓછી કરે છે સાથે જ તેમાં રહેલ ગુણ તમારા વજનને ઘટાડે છે.

શ્વાસ સબંધી રોગમાં આપે રાહત

હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી તમે શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસએ દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફમાંથી છુટકારો મેળવી શકે છે. હળદર આ રોગોને મૂળમાંથી દુર કરે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે હળદર વાળું દૂધ તે પણ જાણવું જરૂરી છે

શીયાળા અને ઉનાળાના દિવસોમાં હળદરવાળું દૂધ જુદી જુદી રીતે બને છે.

ઉનાળાની ઋતુમાં દુધમાં ચોથા ભાગની ચમચી હળદર ઉમેરો. અને શિયાળાની સિઝનમાં અડધી ચમચી હળદરને દૂધ સાથે ઉમેરીને પીવો.

ગઠીયા રોગ માં

હળદર વાળું દૂધ પીવાથી ગઠીયાથી થતા સોજા ઓછા થાય છે. અને તે સાંધા અને માંસપેશીઓમાં લચીલાપણું લાવે છે જેથી ગઠીયાના દુખાવો ઓછો થઇ જાય છે.

કાનના દુખાવામાં

જો કાનમાં દુખાવો થાય છે તો હળદર વાળું દૂધ જરૂર પીવો. તે તમારા શરીરમાં લોહીનો સંચાર વધારે છે જેનાથી કાનનાં દુખાવામાં આરામ મળે છે.

ચહેરામાં કુદરતી નિખાર

હળદર વાળું દૂધ પીવાથી ચહેરો ચમકદાર બને છે. તે ઉપરાંત તમે હળદર વાળા દુધમાં રૂ પલાળીને તમારા ચહેરા ઉપર પણ લગાવી શકાય છે. તે ચહેરામાં નિખાર અને સુંદરતા લાવે છે.

કાચી હળદરના ફાયદા

હવે વેજ્ઞાનિક પણ માની ગયા છે કે હળદર શરીરની ઈમ્યુન સીસ્ટમને શક્તિ આપે છે. અને શરીર સાથે બેક્ટેરિયાને દુર કરે છે. શરીરના ફંગલ ઇન્ફેકશન અને તાવ ને દુર કરવામાં કામ કરે છે હળદર.

કાચી હળદરમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે ત્વચા સબંધી રોગો થી બચાવ કરે છે.

કાચી હળદર સોંદર્ય ને નિખારે છે તેથી ભારતમાં પ્રાચીન સમયથી લગ્ન પહેલા હળદરની પેસ્ટ લગાવવામાં આવે છે.

પીવો હળદરનું પાણી

તમે હળદરના ઘણા પ્રયોગો વિષે સાંભળ્યું હશે આજે તમને જણાવીએ છીએ હળદર વાળું પાણીના ફાયદા.

હળદર વાળું પાણી બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં નાની ચપટી હળદરનો પાવડર નાખવાનો છે. હળદર વાળું પાણી પીવાથી તમે હ્રદય સબંધી બીમારી ઓથી બચી શકો છો સાથે જ તમારું હ્રદય સ્વસ્થ રહેશે.

હળદર વાળું પાણીનું સેવન જો તમે દિવસમાં ૨ થી ૩ વખત કરશો તો કોઈ નુકશાન નહી થાય. તમારું આરોગ્ય કાયમ સારું રહેશે. હળદર વાળું પાણી પીવાનો એક બીજો પણ ફાયદો એ છે કે તમે જુદી જુદી બીમારીઓ જેવી કે કીડની ની તકલીફ લોહીની તકલીફ લીવર અને હાર્ટ જેવા રોગો થી મુક્ત રહેશો.

હળદરના બીજા ફાયદા

પાણી સાથે હળદરની ગાંઠ ભેળવીને વાટી અને તેનાથી ન્હાતા પહેલા તમારા શરીર ઉપર મલમ તરીકે લગાવો અને થોડી વાર સુકાવા દો પછી ન્હાવા થી ત્વચામાં નિખાર આવે છે. આ ઘરેલું ઉપાયનો નિયમિત એક અઠવાડિયા સુધી કટો.

જો કોઈ ઝેરીલા જીવ જંતુ જેવા કે વિછી કે માખી કરડવાથી હળદરનો લેપ લગાવવાથી ઝેરની અસર દુર થઇ જાય છે.

જો દાંતમાં પીળાશ થઇ ગઈ છે તો તમે સિંધા મીઠું, સરસીયાનું તેલ અને હળદરને સરખા ભાગે ભેળવીને દાંતો ઉપર લગાવવાથી દાંતની પીળાશ દુર થઇ જાય છે.

મહિલાઓના માસિકના દિવસોમાં પેટમાં થતા દુખાવાને દુર કરવા માટે હળદરને હુફાળા પાણીમાં નાખીને પીવાથી રાહત મળે છે.

હળદરનો લેપ ચામડીના રોગ ઉપર લગાવવાથી ચામડી નાં રોગમાં રાહત મળે છે.