હળદર ને ચહેરા ઉપર આની સાથે લગાવો, બસ 7 દિવસમાં ચમકી ઉઠશે તમારો ચહેરો જાણો રીત

હળદરમાં કરક્યુમિન જેવા એન્ટીઓક્સીડેંટસ હોય છે. તેનાથી સ્કીન ઉપર લગાવવાથી બ્યુટી ને લગતી ઘણી તકલીફો દુર થઇ જાય છે. તેમાં રહેલ એન્ટીસેફટીક પ્રોપર્ટીઝ બ્યુટી વધારવામાં મદદ કરે છે. તેથી બ્યુટી જાણકારો રોજ હળદરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તે મુજબ હળદરને મધ સાથે ભેળવીને લગાવવાથી વધુ ફાયદો થાય છે.

હળદરમાં મધ ભેળવવાથી સ્કીન માં નમી જળવાય રહે છે. તેનાથી સ્કીન ટાઈટ બને છે. હળદર ને મધ સાથે કેવી રીતે ઉપયોગ કરવાથી માત્ર 7 દિવસમાં જ ચહેરો ચમકવા લાગે છે તે નીચે જાણો.

બનાવવાની રીત :

એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મધ ભેળવી દો. તેને સારી રીતે પાણીમાં હલાવી લો. આ પાણીને આઈસ ટ્રે માં નાખીને ફ્રીજરમાં મૂકી દો. બે કલાક પછી તેના આઈસ ક્યુબ જામી જશે. આ ક્યુબને ચહેરા ઉપર હળવા હાથ થી બે મિનીટ સુધી ઘસો.

ફાયદા :

તેનાથી ચહેરા ઉપરની ગ્લો વધે છે – રોજ આ નુસખો કરવાથી સ્કીન સોફ્ટ બને છે.જે લોકોની સ્કીન સુકી છે, તે આનો રોજ ઉપયોગ કરે તો ફાયદો થશે.

રંગ ગોરો થાય છે – તેનાથી સ્કીન ના ડેડ સેલ્સ નીકળી જાય છે. રંગ ગોરો થાય છે. જો હાથ પગ ઉપર કાળાશ વધી ગઈ છે તો આ નુસખા નો ઉપયોગ કરવાથી ફાયદો થશે.

નિખાર બરોબર થાય છે – તેનાથી સ્કીન ટાઈટ બને છે. નિખાર બરોબર બને છે. વધતી ઉંમરમાં ચહેરા ને તાજી અને સુંદર બનાવવી હોય તો આ નુસખો ફાયદાકારક છે.

તેનાથી ખીલ ઠીક થાય છે – ચહેરાના ડાઘ-ધબ્બા દુર થાય છે. જે લોકો પીંપલ્સ(ખીલ) થી પરેશાન છે, તે આ નુસખાનો ઉપયોગ કરો. તેનાથી ચહેરો ડાઘ વગરનો બની જશે.

કરચલી ઠીક થાય છે – કરચલી ને લીધે જે લોકોના ચહેરો કાળો પડી ગયો હોય, તેઓ જો આને ચહેરા ઉપર ઉપયોગ કરે તો ઠીક થાય છે. તેનાથી સ્કીન સુવાળી બને છે.