તમારા સુંદર દેખાવા માં તમારો ચહેરો એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરાને સુંદરતા જાળવી રાખવા માટે તમારી ચામડીનું હેલ્દી રહેવું ખુબ જરૂરી છે. ઘણી વખત જ્યાં ત્યાં પડેલી કે સાંભળેલી વાતોમાં આવી જઈને આપણે આપણા ચહેરા ઉપર નવી નવી વસ્તુ લગાવીને પ્રયોગ કરતા રહીએ છીએ. પણ આ પ્રયોગ તમને ભારે પડી શકે છે. તમારે હમેશા કોઈ સ્કીન સ્પેશ્યાલીસ્ટ ની સલાહ લીધા પછી જ ચહેરા ઉપર નવી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ. આજે અમેં તમને 7 એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે ચહેરા ઉપર લગાવવાથી તમારી સ્કીનને નુકશાન થાય છે.
ખાસ કરીને યુ ટ્યુબ પર હમણા ફેક વિડીયો નું ચલણ વધ્યું છે જેમાં ઈનો થી લઇ ને એવી ઘણી નુકશાન દાયક ચીજો ચહેરા પર લગાવી ને લોકો ને ગેરમાર્ગે દોરે છે ત્યારે ખાસ જાણી લો જેથી તમે બચી શકો.
ચહેરા ઉપર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુ :
(1) વિનેગર(સિરકા) : ચહેરા ઉપર ક્યારે પણ સિરકાનો સીધેસીધો ઉપયોગ ન કરવો જોઈએ. તેમાં થોડા પ્રમાણમાં એસીડ પણ હોય છે જે તમારી સ્કીન માં ઇન્ફેકશન કરી શકે છે. જો તમે તે લગાવવા જ માગો છો તો પાણીમાં ભેળવીને લગાવો.
(2) બીયર : ચહેરા ઉપર બીયર લગાવવાથી દુર રહેવું જોઈએ. તેમાં રહેલા એસીડીક તત્વ આપણા ચહેરાની ચમક ઝાંખી કરી દે છે. તે લગાવવાથી સ્કીન સુકી થઇ જાય છે. એટલું જ નહિ તમે તે વધુ પ્રમાણમાં ચહેરા ઉપર લગાવો તો તેનાથી પીમ્પલ (ખીલ) થવાની શક્યતા વધી જાય છે તેથી જો કોઈ બ્યુટી ટીપ્સ તમને બીયર લગાવવાની સલાહ આપે તો તે ન લગાવશો.
(3) બેકિંગ સોડા : ઘણા લોકો બ્યુટી ટીપ્સ આપતી વખતે ચહેરા ઉપર બેકિંગ સોડા લગાવવાની સલાહ આપે છે. પણ તે વધુ લગાવવાથી ચહેરાની રંગત ફીકી પડે છે. સાથે જ તેમાં રહેલ લેડ તમારા ચહેરા ઉપર ખીલ અને કરચલી ઉત્પન કરી શકે છે.
(4) ફુદીનો : ફુદીનાની અંદર મેંથોલ મળી આવે છે જે તમારી સ્કીનને લાલ કરી શકે છે. તેનાથી વધુ ચહેરા ઉપર ફુદીનો લગાવવાથી સામળાપણું વધે છે. થોડા કિસ્સા માં લોકો ને આ લગાવવાથી પિમ્પલ થવાની તકલીફ પણ થયેલ છે.
(5) ટુથપેસ્ટ : ઈન્ટરનેટ ઉપર ઘણા લોકો ચહેરા ઉપર ટુથપેસ્ટ લગાવવાની સલાહ આપે છે. પણ તમને જણાવી દઈએ કે ટુથપેસ્ટનો સ્કીન ઉપર ઉપયોગ કરવાથી કરચલી ઓ જેવી તકલીફ થઇ શકે છે.
(6) બોડી લોશન : ઘણા લોકોને શોખ હોય છે કે તે બીડી લોશન પોતાના ચહેરા ઉપર લગાવે છે. આમ કરવાથી તેમાં રહેલા કેમિકલ્સ તમારા ચહેરાની ચામડીને નુકશાન પહોચાડી શકે છે, તેથી ચહેરા ઉપર માત્ર ફેશ ક્રીમ નો જ ઉપયોગ કરો.
(7) વેસેલીન : વેસેલીન ચહેરા ઉપર લગાવવાથી ધૂળ અને રજકણો તેની તરફ તરત આકર્ષાય છે. તે લગાવવાથી ચામડીના રોમ છિદ્ર બંધ થાય છે અને ચામડી જલ્દી ખરાબ થાય છે.
ચહેરા ઉપર આ વસ્તુ લગાવવાથી થાય છે ફાયદો :
ચાલો હવે તમને જણાવીએ છીએ કે ચહેરા ઉપર કઈ કઈ વસ્તુ લગાવવાથી ફાયદો થાય છે.
(1) હળદર : ચહેરા ઉપર હળદર લગાવવાથી રંગ ગોરો થાય છે.
(2) કાચું દૂધ : ચહેરા ઉપર કાચુ દૂધ લગાવવાથી સામળાપણું દુર થાય છે.
(3) બેસન : સ્કીન ની ચમક વધારવા માટે બેસન લગાવવું લાભદાયક હોય છે.
(4) કુવારપાઠું : તે લગાવવાથી સ્કીનના ડાઘ ધબ્બા દુર થાય છે.