હૈદરાબાદના એક વિખ્યાત સ્ટેડીયમમાં રમતોત્સવનું આયોજન થયું હતું

આજે અમે તમારા માટે એક ખાસ કિસ્સો લઈને આવ્યા છીએ, જે દરેક વ્યક્તિને એક શીખ આપી જશે. તો 2 મિનિટનો સમય કાઢીને આખો લેખ વાંચવા વિનંતી.

હૈદરાબાદના એક વિખ્યાત સ્ટેડીયમમાં રમતોત્સવનું આયોજન થયું હતું. ખુબ મોટી સંખ્યામાં લોકો આ રમતોત્સવને માણવા માટે આવ્યા હતા. કારણ કે આ રમતોત્સવની વિવિધ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો નાના બાળકો હતા. 100 મીટરની દોડની સ્પર્ધા શરુ થવાની તૈયારી હતી. ભાગ લેનારા 8 નાના બાળકોએ પોતાની પોઝીશન પણ લઇ લીધી હતી અને હવે એ માત્ર દોડ શરુ કરવાના આદેશની રાહ જોઇ રહ્યા હતા.

વ્હિસલ વાગતાની સાથે જ બધા બાળકોએ દોડ શરુ કરી. બધા પોતાની પુરી તાકાત લગાવીને દોડી રહ્યા હતા. હજુ તો દોડ શરુ થઇ ત્યાં જ એક નાની બાળકીને ઠેસ વાગવાથી એ પડી ગઇ અને રડવા લાગી. એના રડવાનો અવાજ સાંભળીને એની સાથે દોડી રહેલા બીજા પ્રતિસ્પર્ધીઓએ એ બાળકીની સામે જોયું. દોડવાનું બંધ કરીને એક પછી એક બધા જ સ્પર્ધકો એ બાળકી પાસે આવ્યા. બાળકીને પ્રેમથી ઉભી કરી, એના કપડા પરની ઘુળ ખંખેરી આપી, એક બીજી છોકરીએ એની આંખના આંસું લુછ્યા. સ્ટેડીયમમાં હાજર તમામ લોકો આ બધુ જ જોઇ રહ્યા હતા.

છોકરી થોડી સ્વસ્થ થઇ એટલે સ્પર્ધામાં ભાગ લેનારા તમામે એકબીજાના હાથ પકડયા અને એક સાથે જ દોડવા લાગ્યા. બધા લોકો પોતાના સ્થાન પર ઉભા થઇને તાળીઓના ગડગડાટ સાથે તમામ બાળકોને વધાવી રહ્યા હતા. તમામ 8 બાળકો એકબીજાના હાથ પકડીને એક સાથે જ વિજયરેખા પર પહોંચ્યા અને તમામ પ્રથમ નંબર પર વિજેતા બન્યા. હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ.

આ વાર્તા નહિ બની ગયેલી વાસ્તવિક ઘટના છે. અને આપને એ જાણીને આશ્વર્ય થશે કે સ્પર્ધાનું આયોજન “ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ” દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં ભાગ લઇ રહેલા આ તમામ બાળકો માનસિક અસ્થિરતા ધરાવતા હતા.

એક તરફ એકબીજાના ટાંટીયા ખેંચવામાં વ્યસ્ત આપણે સૌ બુધ્ધિશાળી માણસો છીએ અને બીજી બાજુ અસ્થિર મગજના આ બાળકો જે એક બીજાને મદદ કરવા માટે તત્પર છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.