હાઈટમાં હીરોને ટક્કર આપે છે ટીવીની આ 9 હીરોઇનો, એકને તો બોલવામાં આવે છે ‘લેડી અમિતાભ’…

ટીવીની આ અભિનેત્રીઓ સુંદર અને હોટ હોવાની સાથે હાઈટમાં આપે છે પોતાના કો એક્ટરને ટક્કર. આજકાલ ન માત્ર બોલીવુડમાં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એકથી એક ચડીયાતી અભિનેત્રીઓ છે, જે તેની સુદરતા અને ગ્લેમરસ અંદાઝ માટે પ્રસિદ્ધ છે. આ અભિનેત્રીઓ અભિનય અને સુંદરતાની જોરદાર કોમ્બીનેશન રજુ કરે છે. તેમાંથી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે તેની વધુ ઊંચાઈથી પ્રસંશકોને તેના દીવાના બનાવ્યા છે.

ટીવીની દુનિયામાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની ઊંચાઈ ઉપર પ્રસંશકોના દિલમાં રાજ કર્યું છે. તેમની ઊંચાઈ જોઈ બધા આશ્ચર્ય પામે છે. તો આજે અમે આ લેખમાં તમને ટીવીની એ અભિનેત્રીઓ વિષે જણાવવાના છીએ, જે ઉંચાઈની બાબતમાં તમામ અભિનેત્રીઓને પાછી પાડી ચુકી છે. આવો જાણીએ ખરેખર આ યાદીમાં કોણ કોણ છે સામેલ.

કવિતા કૌશિક બીગ બોસની 14મી સીઝનમાં દેખાઈ હતી, તેની ઉંચાઈ જાણીને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. કવિતા 5 ફૂટ 8 ઇંચની છે અને એટલી ઊંચાઈ હોવાને કારણે જ કવિતા ક્યારેક તેની ઉંચાઈના છોકરાને ડેટ નથી કરી શકતી. કવિતાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે બાળપણમાં છોકરા તેને ‘ખંભે જેસી ખડી હૈ’ ગીત ગાઈને ઘણી ખીજવતા હતા. કવિતા ધારાવાહિક એફઆઈઆરમાં પણ કામ કરી ચુકી છે. કવિતાના જણાવ્યા મુજબ આ સીરીયલના શુટિંગ દરમિયાન તેના સાથી સ્ટાર તેને કુતુબ મીનારની દીકરી કહીને બોલાવતા હતા.

કરિશ્મા તન્ના : નાગિન ૩ માં કામ કરી ચુકેલી અભિનેત્રી કરિશ્મા તન્ના પણ ઉંચાઈની બાબતમાં ઘણી અભિનેત્રીઓને પાછી પાડે તેવી દેખાય છે. તેની ઉંચાઈ 5 ફૂટ 9 ઇંચ છે. કરિશ્મા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી અભિનેત્રીઓની યાદીમાં ટોપ ઉપર રહેલી છે. તેની આ લાંબી ઊંચાઈને કારણે જ કરિશ્માને તેની કારકિર્દીની શરુઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ તો વધુ ઉંચાઈને કારણે જ કરિશ્માને કોઈ કામ આપવાનું પસંદ કરતા ન હતા. એટલું જ નહિ તેની મજાક પણ ઉડાવતા હતા. આમ તો હવે કરિશ્મા તન્ના ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.

શ્રદ્ધા મુસાલે : સીઆઈડી ફેમ અભિનેત્રી શ્રદ્ધા મુસાલે પણ આ યાદીમાં સામેલ છે. શ્રદ્ધા સીઆઈડીમાં ડોક્ટર તારિકાનું પાત્ર ભજવે છે. તેની ઉંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે અને તેના કારણે જ તે જ્યાં પણ જાય છે, એકદમ અલગ જ દેખાય છે. સીઆઈડી ઉપરાંત શ્રદ્ધા મુસાલે ધારાવાહિક પોરસમાં પણ જોવા મળી હતી, જેમાં તેનો જોરદાર લુક જોવા મળ્યો હતો.

એશ્વર્યા સખુજા : ધારાવાહિક સાસ બીના સસુરાલ માં કામ કરી ચુકેલી અભિનેત્રી એશ્વર્યા સખુજાની ઊંચાઈ પણ ચોંકાવનારી છે. તેની ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે અને તેના કારણે જ તેને ઘણા મિત્રો ફીમેલ અમિતાભ કહીને બોલાવે છે. એ વાતનો ખુલાસો એશ્વર્યા સખુજાએ પોતે કેબીસીના શુટિંગ દરમિયાન કર્યો હતો, તેણે એ વાત અમિતાભ બચ્ચનને જણાવી હતી. એશ્વર્યા સખુજા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોસ્ટેટ અભિનેત્રી પણ માનવામાં આવે છે.

પવિત્રા પુનીયા : અભિનેત્રી પવિત્રા પુનીયાની ઉંચાઈ પણ સારી એવી છે. પવિત્રા 5 ફૂટ 6 ઇંચની છે અને સુંદર ઉંચાઈને કારણે જ પવિત્રા ઘણી જ સુંદર અને ગ્લેમરસ લાગે છે. પવિત્રાએ નાગિન, યે હૈ મોહબ્બતે અને બાલવીર જેવી ઘણી સારી ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેની સુંદરતા હંમેશા સોશિયલ મીડિયાના સમાચારો ઉપર છવાયેલી રહે છે.

દીપિકા કક્કડ : ટીવીની દુનિયાની સંસ્કારી વહુની યાદીમાં રહેલી દીપિકા કક્કડ પણ સુંદર ઉંચાઈ ધરાવે છે, તે પણ તેની ઊંચાઈથી ઘણા કલાકારોને પાછા પાડી દે છે. દીપિકાની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. સારી ઊંચાઈ હોવાને કારણે જ દીપિકા ઘણી જ ગ્લેમરસ લાગે છે. દીપિકાએ સીરીયલ સસુરાલ સીમરકમાં જોરદાર અભિનય કરીને પ્રસંશકોમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. એટલું જ નહિ દીપિકા રીયાલીટી શો બીગ બોસની 12મી સીઝનમાં પણ જોવા મળી રહી છે.

કામ્યા પંજાબી : ટીવીની સૌથી ખૂંખાર વિલન કામ્યા પંજાબી પણ ઉંચાઈની બાબતમાં પાછળ નથી. તેની ઉંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે અને તેની ઉંચાઈને કારણે જ કામ્યાને ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કહેવામાં આવે છે કે ટીવી શોના શુટિંગ દરમિયાન હંમેશા કામ્યાને ઊંચાઈને કારણે ઘણી મુશ્કેલી પડે છે, કેમ કે તેની સામે બીજા કલાકાર ઘણા નાના લાગે છે. કામ્યાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે શુટિંગના સેટમાં ઘણા લોકો મારી ઊંચાઈની મજાક ઉડાવે છે. લોકો જેબ્રા કહે છે, તો કોઈ મને ખંભા કહે છે.

ગૌહર ખાન : ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને હોટ અભિનેત્રી ગૌહર ખાન પણ ઊંચાઈની બાબતમાં પાછળ રહે તેમ નથી. તે ન માત્ર તેની સુંદરતા માટે પરંતુ તેની સુંદર ઉંચાઈ માટે પણ ઓળખાય છે. તેની ઉંચાઈ 5 ફૂટ 7 ઇંચ છે અને તે સુંદર ઉંચાઈ સાથે ગૌહર ઘણી જોરદાર દેખાય છે. ગૌહરે ન માત્ર ટીવી ધારાવાહિકોમાં પરંતુ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એરીકા ફર્નાન્ડીસ : ટીવીની પ્રસિદ્ધ ધારાવાહિક કસૌટી જિંદગી કી 2 માં જોવા મળી ચુકેલી એરીકા પણ ઉંચાઈની બાબતમાં પાછળ નથી. તેની ઉંચાઈ 5 ફૂટ 5 ઇંચની છે, જે તેના લુકને ગ્લેમરસ બનાવે છે. પોતાના જોરદાર ફિગરને કારણે જ એરીકા ઘણી વધુ લાંબી દેખાય છે. એરીકા સાઉથ સીને વર્લ્ડની પણ એક જાણીતી અભિનેત્રી છે, તેથી તેણે ન માત્ર ધારાવાહિકોમાં કામ કર્યું છે પરંતુ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ તે કામ કરી ચુકી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.