જ્ઞાન શું છે? જો આ પ્રશ્નનો જવાબ તમે ઘણો સચોટ આપો તો કદાચ કોઈ સામાન્ય માણસ તમારી વાત ઉપર વિશ્વાસ કરી લે અને તમારા જવાબને સૌથી સારો ગણે. પણ તમે તમારા તર્ક અમે જવાબને કોઈ સિદ્ધ પુરુષ કે જ્ઞાની સામે મુકશો તો સૌથી પહેલા તો તમને જ વિચારમાં મૂકી દેશે કે શું તમે હકીકતમાં આ પ્રશ્નનો જવાબ આપવાની યોગ્યતા ધરાવો છે કે પછી તમે બસ થોડા પુસ્તકો અને થોડા અનુભવના આધારે જવાબ આપ્યો છે.
એ કોઈ રમત નથી કે કોણ કેટલું વધુ બુદ્ધિશાળી છે કોણ નથી. જ્ઞાન અને બુદ્ધિમત્તાની વાતો આપણે હંમેશા ક્યાંકને ક્યાંકથી જાણી જ લઇ એ છીએ. જ્ઞાનના પણ આ ભૌતીક સંસારમાં વિભાજન છે. જો આપણે જાત જાતના કૌશલ્ય અને કળાની વાત કરીએ તો. પણ બુદ્ધિશાળી વ્યક્તિ તેને જ્ઞાન નહિ માત્ર નિપુણતા જ કહેશે કેમ કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ કળા ઉપર રસ ધરાવવો જરૂરી નથી, પરંતુ મનને સ્થિર કરીને આત્મબોધ તરફ ધ્યાન ધરવું જરૂરી છે.
આત્મબોધની વાત કરીએ તો તેનો સૌથી સારો ઉલ્લેખ આપણેને અષ્ટાવક્ર ગીતામાં મળે છે. જ્યાં મહર્ષિ અષ્ટાવક્ર એ શ્રેષ્ઠ રાજા જનકને એ આત્મજ્ઞાન અને આત્મબોધના માર્મિક તર્ક દ્વારા ઉપદેશ આપ્યો છે. આર્મબોધને જો સૌથી પહેલા સ્તર ઉપર જોવામાં આવે તો તેના માટે કોઈ પણ માણસને પોતાની પાત્રતા અને યોગ્યતા સિદ્ધ કરવી પડે છે. વગર યોગ્યતાથી આપવામાં આવેલું જ્ઞાન પણ નકામું જ જાય છે, કેમ કે તેનો કોઈ આધાર કે ઉપયોગ નથી થઇ શકતો.
જ્ઞાનથી જ બધું શરુ થાય છે. જો જ્ઞાન છે તો જીવન છે, નહિ તો બધું શૂન્ય જ છે. અષ્ટાંવક્ર એ જ્ઞાન પ્રાપ્તિના આધારે જ માણસના ૪ પ્રકારમાં વહેચ્યા છે. જ્યાં સંપૂર્ણ માનવ જાતીનું સૌથી સારી રીતે જ સમાવેશ થાય છે.
૧. જ્ઞાની :-
જ્ઞાની કોણ છે? જ્ઞાની એ છે. જેને સૌથી પહેલા આત્મજ્ઞાન પ્રાપ્ત છે કેમ કે જો તમારી પાસે આત્મજ્ઞાન છે ત્યારે તો પોતાને આ સંસારમાં હોવાનું કારણ સુનિશ્ચિત કરી શકો છો. વગર આત્મજ્ઞાનના માણસ માત્ર ભટકતા જ રહે છે. તે જાત જાતના કપટ અને ખોટી ધારણાઓના ભ્રમમાં ફસાઈ જાય છે. માત્ર સ્વાર્થપૂર્તિ અને જીવન પસાર કરવાનો વિચાર કરી ને જ આ જીવન ને કોઈ ઉદેશ્ય વગર જીવે છે.
જો આપણે ને આત્મજ્ઞાન છે તો આપણે ને દરેક વખતે પોતાનાં સ્વાર્થની પરવા કર્યા વગર આપણી બુદ્ધી હંમેશા સાચા નિર્ણય લે છે કેમ કે તેના વગર આત્માનું આપણી ઉપર જાણ્યા વગર માત્ર મનનો અધિકાર રહે છે. અને તમે તો જાણો જ છો કે મન કેટલું અસ્થિર અને ચંચળ છે. આત્મજ્ઞાન જ મનને સ્થિર અને નિયંત્રણમાં રાખી શકે છે અને જ્ઞાની માણસનું મન ક્યાય ભટકતું નથી. તે જ્યાં ઈચ્છે તેને લઇ જઈ શકે છે અને જયારે ઈચ્છે ત્યારે મુક્ત કરી શકે છે.
૨. મુમુક્ષુ :-
આ પ્રકારના માણસ જ્ઞાની લોકોથી નીચેના સ્તર ઉપર આવે છે. જ્યાં તે માત્ર અને માત્ર ચોક્કસ મનથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસુ રહે છે. તેને જ્ઞાન વગર એક અધુરાપણાનો અનુભવ થાય છે અને દરેક જગ્યાએથી દિવ્ય જ્ઞાનની શોધ કરતા જ રહે છે. તે લોકો જ્ઞાનીઓ થી જ પોતાનું સાનિધ્ય રાખે છે અને જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા સિદ્ધ કરી ચુક્યા હોય છે.
ભૌતીક જ્ઞાન તો માત્ર જીવનના જુદા જુદા પડાવ ઉપર પ્રાપ્ત કરવામાં આવતું જ્ઞાન છે પરંતુ આધ્યાત્મિક જ્ઞાન જન્મથી પહેલા પણ હોય છે અને મૃત્યુ પછી પણ. તકલીફ બસ એટલી છે તે જ્ઞાન આપણે બસ ભૂલી ચુક્યા છીએ અને તેને જ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તે જ્ઞાન જ આપણા આવનારા જીવન ને નિર્ધારિત કરે છે અને તેનું ફળ માત્ર માણસને મુક્ત જ કરે છે.
૩. અજ્ઞાની
આ પ્રકારના માણસોથી આ સંસાર ભરેલો છે. જેને જ્ઞાન તો છે પરંતુ એ નથી ખબર કે તેને જ્ઞાન કેમ પ્રાપ્ત છે અને તે જ્ઞાનને તેને શું કરવાનું છે? તે માત્ર જાત જાતના શાસ્ત્ર અને વિધાઓ ને વાચી ને બસ તર્ક કરતા રહે છે અને માત્ર તથ્યો તરફ જ ધ્યાન આપે છે. તેવા લોકો વ્યવહારમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનને ક્યારે પણ નથી લાવતા અને એ લોકો સૌથી વધુ અહંકારી અને ક્રૂર બની જાય છે. માત્ર બીજાથી વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ્ઞાનપ્રાપ્તિની શ્રેષ્ઠતાને સિદ્ધ નથી કરતા પરંતુ આપણે કેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ક્યાં તેનો ઉપયોગ થયો છે તેની ઉપર આધાર રાખે છે. જ્ઞાન ને ત્રાજવા માં તોળવા થી વધુ સારું છે પાણી માં ઘોળી ને જોવામાં આવે ત્યારે તેની સાચી ગુણવત્તા ની ખબર પડશે.
૪. મૂઢ :-
એ કહેવું ખોટું નહિ ગણાય કે દુનિયા એવા લોકોથી ભરેલી છે અને એ લોકો જ આ દુનિયાને પોતાની માનીને તેની ઉપર સ્વામિત્વ માને છે. મૂઢ વ્યક્તિ તે છે જેને જ્ઞાનની કોઈ પરવા નથી. તેને બસ એટલી જ ખબર છે કે કેવી રીતે જીવન પસાર કરવાનું છે, કેવી રીતે ધન અને ઐશ્વર્ય કમાવાનું છે અને પછી મરી જવાનું છે. એવા લોકોનું જ જીવન સૌથી નકામું જાય છે કેમ કે ન તો એ પોતાના વિષે જાણે છે અને ન તો તે જાણવાનો પ્રયાસ કરે છે કે કંટ્રોલર કોણ છે? તેને તો ઈશ્વર ઉપર પણ વિશ્વાસ નથી હોતો અને આધ્યાત્મ સાથે તો એને કોઈ લેવા દેવા નથી હોતું. એવા લોકો બસ માત્ર બીજા ને જોઈ ને અને તેની સાથે હરીફાઈના આધારે આખું જીવન પસાર કરી નાખે છે.
અષ્ટાવક્ર મુજબ સૌથી શ્રેષ્ઠ જ્ઞાની હોય છે ત્યાર પછી મુમુક્ષુ, ત્યાર પછી અજ્ઞાની અને સૌથી નીચે હોય છે મુઢ વ્યક્તિ.
તમે કયા પ્રકારમાં આવો છો?