હમેશા થાકેલા રહેતા હોય તો આ 7 કારણો પર રાખો ધ્યાન તો જીવસો હેલ્થી લાઈફ

શું તમે દરેક વખતે આરામ લેવો, સુવું અને આળસ કરવી તમારી ટેવમાં જોડાઈ ગયેલ છે? ધન્યવાદ છે તમે હમેશા થાકી જતા લોકોમાં જોડાઈ ગયા છો (ગર્ભવસ્થા અવસ્થા અપવાદ છે).

હમેશા ખેંચાણ અનુભવતા હોય છે જ્યારે રાત્રે આઠ કલાકની ઊંઘ પૂરી કર્યા પછી પણ આપણે દિવસ આખો થાકનો અનુભવ કરીએ છીએ. થાકનો સબંધ માત્ર રાતની તમારી ઊંઘ સાથે જ નથી પણ દિવસ આખો એવી ઘણી વસ્તુ તમે કરો છો જે તમને થકાવે છે.

ઘણી વખત ઓછી ઉર્જા ને કારણે તમારું રૂટીન ન થઈને શારીરિક અસંતુલન પણ હોઈ શકે છે. તેવા સમયે આ સાત કારણો જાણ્યા પછી તમને ઉપચારમાં મદદ મળી શકે છે.

૧. નાસ્તો નથી કરતા અને ખાવ છો જંક ફૂડ

જો તમે તમારા દિવસની શરૂઆત કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની વધુ પ્રમાણ વાળા નાસ્તા જ નથી કરતા તો શરીર રાતના ભોજન ઉપર જ આધારિત રહે છે જેથી લોહીના સંચારમાં ઓક્સીજનનો પ્રવાહ મુશ્કેલ થવા લાગે છે.
નાસ્તો બંધ કરવાથી થાકનો અનુભવ થાય છે જેના માટે આડા દિવસોમા વધુ પ્રમાણમાં શુગર, કાર્બોહાઈડ્રેટ અને કેફીન યુક્ત વસ્તુ લઈએ છીએ. તેનાથી થોડી વાર માટે આરામ મળે છે પણ લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે જેનાથી થાક વધુ રહે છે.

૨. પાણી ઓછું પીવાનું છે.

જો તમે પાણી ઓછું પીવો છો તો ડીહાઈડ્રેશન ને લીધે પણ થાકનો અનુભવ થાય છે. પાણી ઓછું પીવાથી શરીરમાં ઓક્સીજનની ઉણપ થઇ શકે છે. તેવા સમયે કોફી પીવાને બદલે તમે વિશ્રામ દરમિયાન પાણી પીશો તો તાજા માજા રહેશો.

૩. આયરનની ઉણપ

શરીરમાં આયરનની ઉણપને લીધે વધુ થાકનો અનુભવ થાય છે. આયરનની ઉણપને કારણે શરીરમાં ઓક્સીજનનો પ્રવાહ અવરોધિત થાય છે. એટલું જ નહિ આપણી સરખામણીમાં વિપરીત એનીમિયા ની સમસ્યા મહિલાઓ કરતા વધુ પુરુષોમાં છે. એન્થ્રોમેટ્રિક એન્ડ બાયોમેટ્રિક (કેબ) ના શોધકનું માનીએ તો ભારતમાં ૭૫ થી ૮૦ ટકા લોકોને એનીમીયાની તકલીફ છે કે આયરનની જરૂર કરતા ઓછી છે. જો તમને પણ થાક વધુ લાગે છે તો સરળતાથી બ્લડ ટેસ્ટ દ્વારા તેની જાણ મેળવી શકો છો સાથે જ હેલ્થ સ્પ્લીમેંટ લેવાને બદલે આયરનથી ભરપુર ડાયટ જેવા કે, લીલા શાકભાજી, ચણા ને ગોળ અને વિટામીન સી ના સારા પ્રમાણ વાળા સાઈટ્ર્સ ફળનું સેવન કરો.

૪. કસરત ઓછી કરો છો કે જરૂરિયાત કરતા વધુ કરો છો

નિયમિત રીતે કસરત થાક ઓછો કરવામાં મદદરૂપ છે. અને રોજ કસરત કરવા વાળા લોકોને ઊંઘ પણ પુરતી આવે છે. કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફીન નું પ્રમાણ વધે છે જેથી ઊંઘ સારી આવે છે. પણ જરૂર કરતા વધુ કરવાથી પણ વધુ થાક લાગી શકે છે.

૫. સુતા પહેલા ફોન થી ચોંટી રહો છો.

ફોન માંથી નીકળતા બ્લુ લાઈટ તમને ઊંઘની સાઈકલને અસર કરે છે. એટલું જ નહિ, રાત્રે ઉઠીને ઈમેલ ચેક કરવાની તમારી ટેવ તમારા શરીરને સતર્ક કરી દે છે જેથી ઊંઘમાં પણ આરામ નથી મળતો અને દિવસ આખો થાકનો અનુભવ થાય છે.

૬. પરફેક્શનીસ્ટ છે અને લોકોને ન પણ કહી શકતા હોય કોઈપણને ખુશ રાખવા પણ તમારો થાક વધારે છે. તે તમારી ભાવનાત્મક અને શારીરિક રીતે થાક માટે પુરતી છે. તેવા સમયે દિવસ આખો કામકાજ પછી જો તમે હમેશા કોઈને મોડે સુધી રોકાઈને કામમાં મદદ કરો છો, બીજાને ખુશ રાખવા માટે થાકેલ હોવા છતાં પણ પાર્ટી કરો છો તો ઓછામાં ઓછું હવે ‘ના’ કહેવાનું શીખી લો.

આવી રીતે પરફેક્શન ની લાલચમાં લોકો પોતાના કામને સૌથી સારું ગણાવવાનો તનાવ વધુ લે છે જેથી માનસિક અને શારીરક થાક વધુ લાગે છે.

૭. રાત્રે લો છો આલ્કોહોલ

જો દિવસ આખાનો થાક અને તનાવ ને દુર કરવા માટે તમે રાત્રે આલ્કોહોલનું સેવન કરો છો તો તેનાથી પણ થાક વધે છે, તેમાં રહેલ કેમિકલ્સ ઊંઘના ચક્રમાં ખલેલ પહોચાડે છે અને હાર્મોનલ અસંતુલન ઉભું કરે છે. તેવા સમયે રાત્રે ડ્રીંક કરવાથી દુર રહો અને ઓછામાં ઓછું સાત થી આઠ કલાકની ઊંઘ રોજ લો.