જયારે એક નળ મિકેનિકનું નામ સાંભળીયે છીએ તો આપણા મગજમાં એક પુરુષનું ચિત્ર ઉપસીને આવે છે. કેમ કે સાધનો હથોડા ચલાવવાનું કામ પુરુષોનું કામ ગણવામાં આવે છે. એ ધારણાને તોડતા ચિત્રકૂટ જીલ્લાની શિવકલીયા દેવીએ આજથી ૨૦ વર્ષ પહેલા જયારે પોતાના હાથમાં સાધનો અને હથોડો ઉપાડ્યો તો લોકો હસતા હતા, અને કહેતા હતા નળ રીપેર કરવા તેની હેસિયતનું કામ નથી.
એ વિચારસરણીને તોડતા શિવકલીયા આજે રામનગર વિસ્તારમાં હજારો નળ અને હેન્ડપંપ રીપેર કરનારી પહેલી મહિલા મિકેનિક બની ગઈ છે. પુરુષોનું કામ મહિલાઓ પણ કરી શકે છે એ શીખ તેને મહિલા સામાખ્યા દ્વારા મળી છે.
ચિત્રકૂટ જીલ્લા મુખ્યાલયથી લગભગ ૨૫ કી.મી. દુર માનિકપુર બ્લોકના રેપુરા ગામની રહેવાસી શિવકલીયા દેવી જેઠ મહિનાની બપોરની ગરમી જોતી નથી. આસ પાસના વિસ્તારમાં કોઈ ગામમાં કોઈ નળ ખરાબ થાય, દરેક શિવકલીયાને જ રીપેર કરવા માટે લઇ જાય છે. ગરમીના દિવસોમાં ખંભા ઉપર બેગ લઇને જનારી શિવકલીયાના નળ રીપેર કર્યા પછી જે આવક થાય છે તેનાથી તે ઘરનો ખર્ચ ચલાવી રહી છે. પતિના અવસાનને ૧૭ વર્ષો થઈ ગયા છે પણ તે અસહાય નથી થઈ.
સિવકલીયા જણાવે છે, હવે તો જમાનો ઘણો બદલાઈ ગયો છે. પરંતુ આજથી ૨૦ વર્ષ પહેલા સ્થિતિ ઘણી ખરાબ હતી, મહિલાઓને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી, તે સમયે નળ મિકેનિક બનવું પુરુષોને લાગતું હતું કે અમે તેના મોઢા ઉપર તમાચો મારી દીધો છે.
તેમનું આગળ કહેવું છે, બધા એ કહે છે હવે તેને કોઈ બીજું કામ નથી રહ્યું જે નળ મિકેનિક બનવા ચાલી નીકળી છે. પરંતુ મહિલા સમાખ્યા સાથે જોડાઈને અમે નક્કી કરી લીધું ભલે કાંઈ પણ થઇ જાય પુરુષોનું હસવાનું તો એક દિવસ બંધ કરવું જ છે. આજે તે લોકો નળ રીપેર કરવા માટે અમને યાદ કરે છે.
ચિત્રકૂટ જીલ્લામાં મહિલા સમાખ્યાની શરુઆત વર્ષ ૧૯૯૦ માં થયું હતું. જીલ્લામાં મહિલા સમાખ્યાની જીલ્લા સમ્યવક કિરણ લતાનું કહેવું છે, નળ મિકેનિકનું કામ ગ્રામીણ મહિલાઓ માટે એક દાખલા રૂપ સાબિત થયું છે. કેમ કે સમાજમાં એ માન્યતા બનેલી છે જે મહેનતનું કામ છે તેને પુરુષો જ કરી શકે છે, તે મહિલાઓની હેસિયતનું નથી. એ મહિલાઓએ નળ મિકેનિક બનીને એ સાબિત કરી દીધું છે કે જો તેને તક મળે તો તે કોઈપણ કામ કરી શકે છે.
તે આગળ જણાવે છે, કે મહિલા સમાખ્યા એવી જ પ્રતિભાશાળી મહિલાઓને એક સ્થાન આપવાનું કામ કરે છે. જેથી સમાજમાં પુરુષ અને મહિલાઓ વચ્ચે જે અંતર ઉભું થયેલું છે તે તૂટે અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની તક મળી શકે.
૧૨ વર્ષમાં થઇ ગયા હતા લગ્ન :
શિવકલીયાના લગ્ન ૧૨ વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા. ૧૫ વર્ષમાં સાસરિયા ભેગી થઇ ગઈ હતી. આજથી ૧૭ વર્ષ પહેલા પતિનું અવસાન થઇ ગયું હતું. અને તેમને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. પતિના અવસાન પછી પરિવારના ખર્ચા ચલાવવા ઘણા મુશ્કેલ થઇ ગયા હતા. તે સમયે શિવકલીયાના ખંભા ઉપર જ આખા પરિવારની જવાબદારી હતી.
શિવકલીયા જણાવે છે, ઘણા જીલ્લામાં જઈને મેં ટ્રેનીંગ લીધી, ત્યાર પછી મારું કામ શરુ કર્યુ. જયારે નળ રીપેર કરવાનું પૂરું કામ હું શીખી ગઈ તો ઘણી મહિલાઓને ઘણા જીલ્લામાં જઈને મહિલાઓને નળ મિકેનિક બનવાની ટ્રેનીંગ પણ આપી. એક નળ / હેન્ડપંપ રીપેર કરવામાં ૩૦૦ રૂપિયા મળી જાય છે, ઉનાળામાં કામ વધુ મળે છે, ઘણી વખત દિવસમાં ત્રણથી ચાર નળ પણ રીપેર કરવાના મળી જતા. આમ ગરમીમાં વધુ કમાણી થાય છે તેનાથી આખા પરિવારનો ખર્ચો ચાલે છે.